SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XL, 2018 શ્રુતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન 191 | વિક્રમની સત્તરમી સદીમાં વિક્રમ સંવત ૧૬૪૪) શ્રી હેમશ્રી નામના સાધ્વી થયા. તેઓ વડ તપાગચ્છના આચાર્યશ્રી ધનરતસૂરિજીના શિષ્ય અમરરતસૂરિજીના શિષ્ય ભાનુમેરુના શિષ્ય શ્રીનયસુંદરના શિષ્યા હતાં તેમણે સંવત્ ૧૬૪૪ વૈશાખ વદ ૭ના મંગળવારે ૩૬૭ કડીના ‘નાવતી મારસ્થાન'ની રચના કરી. આ કથામાં શીલનું માહાભ્ય દર્શાવ્યું છે. તેમણે એક અન્ય કૃતિ “કૌનોવિશીસ્તુતિ' પણ રચી છે. તેની હસ્તપ્રત પ્રવર્તક કાંતિવિજયજી ભંડાર, (નરસિંહજીની પોળ) વડોદરામાં છે. આ કૃતિ ગણિ રતવિજયજીએ સુરતમાં લખી છે. તે શેઠ હાલાભાઇ મગનલાલના નિવાસ ફોફલિયાવાડ, પાટણ (દા. ૪૮ નં ૧૪૦)માં છે. આ જ સદીમાં પ્રવતિની સોમસિદ્ધિ (વિક્રમ સંવત ૧૬૬રના આસપાસ) નામના સાધ્વી થયા. તેઓ નાહર ગોત્રના નરપાલની પત્ની સિંઘાદેનાં પુત્રી હતાં. તેમનું બાળપણનું નામ “સંગારી' હતું. જેઠાશાહના પુત્ર રાજસી સાથે તેમના લગ્ન થયાં. તેમણે અઢાર વર્ષની ઉંમરે લાવણ્યસિદ્ધિ પાસે દીક્ષા અંગીકાર કરી, એમની પાસે જ અભ્યાસ કર્યો અને તેમના પટ્ટધર બન્યાં. તેમણે શત્રુંજય આદિ તીર્થોની યાત્રા કરી હતી. તપ, જપ, સાધના કરીને અંતમાં શ્રાવણ વદ ચૌદસે ગુરુવારે સંથારા સહિત સ્વર્ગવાસિની થયાં. તેમનાં શિષ્યા હેમસિદ્ધિએ “મલ્હાર રાગ'માં “સોમસિદ્ધિનિર્વાઇન તમ્' ૧૮ પદ્યમાં લખ્યું, જેમાં તેમણે પોતાનાં ગુરુણી પ્રત્યે અપાર સ્નેહ પ્રદર્શિત કર્યો છે. વિરત્ના પાત્રટ્ટ નેદ ૩, તુમકું (તો?) પ્રા માથાનો છે ! तुम बिना हुँ क्युं कर रहुं, दुखिया तुं साधारो रे ॥ १५ ॥ આ જ સદીમાં (વિક્રમ સંવત ૧૬૬૨ લગભગ) પ્રવર્તિની હેમસિદ્ધિ નામના સાધ્વી થયા. તેમણે સ્વયં પોતાનો કોઇ પરિચય નથી આપ્યો. પરંતુ તેમની બે રચનાઓ તાવળ્યસિદ્ધિપદ્યુતપીત અને સોમસિદ્વિનિર્વતમ્ દ્વારા જાણવા મળે છે કે તેઓ સોમસિદ્ધિની શિષ્યા અને લાવણ્યસિદ્ધિની પ્રશિષ્યાં હતાં. આ બન્ને રચનાઓ “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહમાં નાહટાજીએ પ્રકાશિત કરી છે. તેની હસ્તપ્રત અભય જૈન ગ્રંથાલય બીકાનેરમાં છે. આ જ સદીમાં શ્રી વિવેકસિદ્ધિ (વિક્રમ સંવત ૧૬૬૨ના લગભગ) નામના સાધ્વી થયા. તેમણે પોતાના ગુરુણીની સ્તુતિમાં “વિમસિદ્ધિીતમ લખ્યું. આ રચના તેમની પ્રતિભાનું પ્રતીક છે. આ ગીત પ્રકાશિત થયું છે. આ જ સદીના ઉત્તરાર્ધમાં (વિક્રમ સંવત ૧૬૭૦) સાધ્વી વિમલશ્રી નામના સાધ્વી થયા. તેમણે સંવત્ ૧૬૭૦માં બાલોતરા ચોમાસામાં “ઉપાધ્યાય સારની દુની' રચી. આ જ સદીના ઉત્તરાર્ધમાં (વિક્રમ સંવત ૧૬૯૯) શ્રી વિદ્યાસિદ્ધિ નામના સાધ્વી થયા. તેમણે રચેલું “ગુરુ ગીતમ્ “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહમાં પ્રકાશિત થયું છે. પ્રારંભની પંક્તિ નહીં હોવાથી ગુરૂણીનું નામ ઉપલબ્ધ નથી થયું, પરંતુ તેનાથી ખબર પડે છે કે તેમનાં ગુરૂણી સાઉસુખા ગોત્રના કર્મચંદની પુત્રી હતાં, અને જિનસિંહસૂરિ (૧૬૦૦-૧૬૭૪)એ એમને પ્રવર્તિની પદ આપ્યું
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy