________________
190
મુનિ વૈરાગ્યરતિવિજય ગણી
SAMBODHI
દેલવાડામાં (મેવાડ) વીસ ગાથાની ‘શિવલૂના ગિની-વિજ્ઞસ' રચી હતી. તેને શ્રી નાહટાજીએ કાવ્યસંગ્રહમાં પ્રકાશિત કરી છે. શિવચૂલા ગણિનીને ૧૪૯૩માં મહત્તરા પદ પ્રદાનોત્સવ પર શાહ મહાદેવ સંઘવીએ મોટો ઉત્સવ કર્યો હતો. આ વિજ્ઞપ્તિમાં શિવચૂલા ગણિનીનું ચરિત્ર વર્ણિત છે.
| વિક્રમની સોળમી સદીમાં (વિક્રમ સંવત ૧૫૧૩) વિનયચૂલા ગણિની નામના સાધ્વી થયા. સાધ્વી વિનયચૂલા આગમ ગચ્છના આચાર્યશ્રી હેમરતસૂરિનાં શિષ્યા હતા. તેઓ ધર્મપરાયણ અને કાવ્યપ્રવીણ હતાં. તેમનાં શિષ્યાએ અગ્યાર પદ્યોમાં શ્રીમતિસૂરિપુ, કાવ્ય લખ્યું છે, તેનો રચના સંવત ૧૫૧૩ (સન્ ૧૪૫૬)ની આસપાસ મનાય છે. તેમાં હેમરતસૂરિનો પરિચય છે. કાવ્યમાં વિનયચૂલાગણિનીની પ્રશસ્તિ જોઇને એવું લાગે છે કે વિનયચૂલા કૃતિના કર્તા નથી પણ તેમના આગ્રહથી આ રચના રચી હોય, અંતમાં લખ્યું પણ છે
'इति श्रीहेमरत्नसूरिगुरुफागु विदुषीविनयचूलागणिनिर्बधेन कृतम्' શ્રી અભય જૈન ગ્રંથાલય બીકાનેરમાં આની હસ્તપ્રત છે. ફાગુ રચનામાં ‘વિદુષી’ શબ્દના પ્રયોગથી સિદ્ધ થાય છે કે વિનયચૂલા ગણિની ગુણવાન અને કાવ્ય-પ્રવીણ સાધ્વી હતાં. “ફાગુ' કાવ્ય અધિકાંશતઃ સાધુઓ અને શ્રાવકો દ્વારા રચિત જ મળે છે. આચાર્ય હેમરતસૂરિ ફાગુ એક સાધ્વી દ્વારા રચિત હોવાથી વિશેષ ઉલ્લેખનીય છે. પ્રસ્તુત કાવ્યમાં વસંત વર્ણન અથવા વસંત ઋતુમાં ગવાય એવા ગીતોની પ્રધાનતા છે જે ઉત્કૃષ્ટ ભાવોને લઈને છે.
વિક્રમની સોળમી સદીમાં (વિક્રમ સંવત ૧૫૪૦ની આસપાસ) પદ્મશ્રી નામના સાધ્વી થયા. એમના ગુરુ અને ગચ્છનું નામ અજ્ઞાત છે. તેમણે નેમિચરિત્રના આધારે વાર ચરિત્રની રચના કરી છે. આની ભાષા પ્રાચીન ગુજરાતી છે અને પદ્ય સંખ્યા ૨૫૪ છે. એમાં પ્રાય: ચૌદ છંદોનો પ્રયોગ થયો છે, એનાથી જણાય છે કે પદ્મશ્રી સાધ્વીજી કાવ્ય, છંદના જાણકાર પંડિતા સાધ્વીજી હતા.
વિક્રમની સોળમી સદીમાં (વિક્રમ સંવત ૧૫૯૦ની આસપાસ) આર્થિક રણમતિ નામના સાધ્વી થયા. તેમણે મહાકવિ પુષ્પદંત દ્વારા રચિત “નસદર ચરિક' (યશોધર વરિત) નામનાં અપભ્રંશ ચરિત-કાવ્ય પર સંસ્કૃતમાં ટિપ્પણી લખી, તેના અંતમાં આ વાક્ય લખેલું છે
“તિ શ્રીપુખ્તયશોધર વાવ્ય (...દિuT) દ્ધાશ્રીરVતિ સપૂર્ણા''
ટિપ્પણીના આ વાક્યથી ટિપ્પણ ગ્રંથની રચયિત્રી આર્થિક રણમતિ છે તે સિદ્ધ થાય છે. આની રચના સં. ૧૫૬૬માં (ઈ. સન્ ૧૫૦૯) થઈ છે. આર્થિકા રણમતિએ મહાકવિની અપભ્રંશ રચનાનો સંસ્કૃત અનુવાદ કર્યો એ ઉપરથી તેમની વિદ્વત્તાનો પરિચય થાય છે.
સોળમી શતાબ્દીના મધ્યકાળમાં આર્યા રમતિ નામના સાધ્વી થયા. તેમણે સંસ્કૃતમાં રચાયેલા “સવિત્વપુલી' ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કરી સવ્યવસ્વમુવીરાસની રચના કરી છે. આ ગ્રંથમાં સમ્યત્વોત્પાદક આઠ કથાઓ આપેલી છે. આર્યાએ આ રાસ ગુરુવર્યા આર્યા ચંદ્રમતિની આજ્ઞાથી તથા આર્યા વિમલમતીની પ્રેરણાથી રચ્યો હતો.