________________
શ્રુતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન
મુનિ વૈરાગ્યરતિવિજય ગણી
જૈન ઇતિહાસમાં જેવી રીતે શ્રમણ ભગવંતોના ઐતિહાસિક દસ્તાવેજ કાળબદ્ધ વ્યવસ્થિત રૂપે લખાયા છે તે રીતે શ્રમણી ભગવંતોના દસ્તાવેજ લખાયેલા મળતા નથી. શ્રી સુધર્માસ્વામીજીથી લઈને આજ સુધીની શ્રમણ પરંપરા મળે છે, પણ આર્યા શ્રી ચંદનબાળાજીથી લઈને આજ સુધીના સાધ્વીજી ભગવંતોની શ્રમણી પરંપરા મળતી નથી. હા, તે તે સમયે સાધ્વીજી ભગવંતોએ કરેલા પ્રદાનના ઉલ્લેખ જરુર મળે છે.
ઇતિહાસ ઉપર નજર કરતાં ખ્યાલ આવે છે કે શ્રુતસાધનામાં પૂજય સાધ્વીજી ભગવંતોનું પ્રદાન પણ નાનું સૂનું નથી.
• આપણા સાધ્વીજી ભગવંતોએ નવા ગ્રંથોની રચના કરી છે. • આપણા સાધ્વીજી ભગવંતોએ સાધુ ભગવંતોને ગ્રંથ રચવામાં સહાય કરી છે.
(સાધુભગવંત પણ સાધ્વીજી ભગવંતના સ્વાધ્યાય માટે ગ્રંથ બનાવતા હતા) • આપણા સાધ્વીજી ભગવંતોએ જાતે હસ્તપ્રતો લખી છે. • આપણા સાધ્વીજી ભગવંતોએ હસ્તપ્રતો લખાવી છે. (સાધુભગવંત પણ સાધ્વીજી
ભગવંતના સ્વાધ્યાય માટે સ્વયં પ્રત લખતા હતા) (૧) સાધ્વીજીઓ દ્વારા ગ્રંથ રચનામાં સહયોગ
પ્રસ્તુત લેખમાં સાધ્વીજી ભગવંતોએ નવા ગ્રંથોનાં સર્જન વિષે ઉપલબ્ધ થતા છૂટા છવાયા ઉલ્લેખોને એકત્રિત કરીને ગ્રંથોની રચનામાં સાધ્વીજી ભગવંતોના પ્રદાનને કાળક્રમે રજૂ કરવાનો ઉપક્રમ છે. ૧
| વિક્રમની બારમી સદીમાં શ્રી જ્ઞાનશ્રી નામના સાધ્વી થયા. તેમણે સંસ્કૃત ભાષામાં ચાયાવતારસૂત્રની ટીકા લખી હતી. ચાયાવતારસૂત્રવૃત્તિ ટિપ્પuf સત્તમાં વૃત્તિકર્તાના રૂપમાં સિદ્ધસાધુનું તથા ટીકાકર્ણીના રૂપમાં જ્ઞાનશ્રી આર્થિકાનું નામ છે. જિનભદ્રસૂરિ તાડપત્રીય ગ્રંથ ભંડાર, જેસલમેરમાં (ગ્રંથાંક ૩૬૪) આની હસ્તપ્રતિ છે.