SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 182 પં. સુખલાલજી SAMBODHI ચેતનવિષયક માન્યતાની ભૂમિકાઓ હવે તત્ત્વજ્ઞાનના બીજા વિષય ચૈતન્ય ભણી વળીએ. વિચારકોને પહેલાં એમ તો લાગ્યું જ કે જ્ઞાન યા ચૈતન્યશક્તિ એક વિશિષ્ટ વસ્તુ છે. પણ તેનું ભૌતિક તત્ત્વથી નિરાળું અસ્તિત્વ તેમણે માન્યું નહીં. તેઓએ માન્યું કે, જેમ ભૌતિક તત્ત્વોમાં બાહ્ય ઇન્દ્રિયથી ગ્રહણ થઈ શકે એવા ગુણધર્મોનું અસ્તિત્વ છે, તેમ માત્ર મનથી જ ગ્રહી શકાય અને સમજી શકાય એવા જ્ઞાન કે ચૈતન્યગુણનું પણ અસ્તિત્વ છે- ભલે અસ્તિત્વ અમુક પરિસ્થિતિમાં જ દેખા દે. આ દૃષ્ટિએ તે ભૂતવાદી વિચારકોએ ચૈતન્યનું કેન્દ્ર ભૂતતત્ત્વોમાં માન્યું અને કહ્યું કે જીવન્ત દેહ વિલય પામે ત્યારે ભૌતિક તત્ત્વો વીખાઈ જાય, અને ચૈતન્ય પણ ત્યાં જ અસ્ત પામે. કોઈ પ્રાણી જન્મ લે ત્યારે તેના શરીરમાં કોઈ પહેલાંનું સ્વતંત્ર ચૈતન્ય દાખલ નથી થતું, પણ નવા દેહ સાથે નવીન ચૈતન્યશક્તિ નિર્માણ થાય છે. આજે આ ભૂતચૈતન્યવાદ ભારતના સામાન્ય માનસપ્રદેશમાંથી જાણે સાવ સરી ગયો હોય એમ લાગે છે. પણ એ વિચારના થરો તો સાહિત્યમાં અનેક રીતે નોંધાયા છે. આ ચૈતન્યવાદની પ્રાથમિક ભૂમિકાથી આગળ વધી બીજા વિચારકોએ ચેતન યા ચૈતન્યનું ભૂતતત્ત્વોથી સ્વતંત્ર અને નિરાળું અસ્તિત્વ સ્થાપ્યું. આવા સ્વતંત્ર ચેતનવાદી અનેક પંથો અસ્તિત્વમાં આવ્યા. દરેકની દૃષ્ટિ એના સ્વરૂપ પરત્વે, ગુણધર્મ પરત્વે તેમજ વિકાસની પરાકાષ્ઠા પરત્વે જુદી-જુદી ઘડાતી હતી. અંતે આ ચૈતન્યવાદી વર્ગમાંથી એક એવી દૃષ્ટિ પણ પ્રગટ થઈ કે જે અમૂર્ત જ્ઞાન યા ચૈતન્ય સિવાય બીજી કોઈ ભૌતિક વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન માનતી. આમ ચેતનતત્ત્વની બાબતમાં મુખ્ય-મુખ્ય જે વિચારપ્રવાહો ચાલ્યા તેને ત્રણ ભાગમાં મૂકી શકાય. પહેલો ભાગ ભૂતચેતનવાદી, જેમાં ભૌતિક શક્તિઓ, ગુણધર્મો અને ચૈતન્ય યા જ્ઞાનશક્તિ એ માત્ર ભૂતતત્ત્વના કેન્દ્રમાં જ મનાયાં. આ ભૂતતત્ત્વાદ્વૈતવાદ થયો. બીજો ભાગ એ કે જેમાં ભૌતિક તત્ત્વોથી ભિન્ન સ્વતંત્ર ચેતનતત્ત્વોનું શાશ્વત અસ્તિત્વ મનાયું. ત્રીજો ભાગ એ કે જેમાં જ્ઞાન, ચૈતન્ય યા સ્વસંવેદ્ય અમૂર્ત તત્ત્વ સિવાય બીજી કોઈ ભૂત-ભૌતિક જેવી વસ્તુઓનું સ્વતંત્ર અસ્તિત્વ જ નહીં. આ રીતે પહેલો ભાગ અને બીજો ભાગ, બન્ને પોતપોતાની રીતે અદ્વૈતી. પહેલાને ચૈતન્યનું ભાન ભૂતોમાંથી ઘટાવવાનું તો બીજાને ભૌતિક્તા યા બાહ્યતાનું ભાન ચૈતન્ય યા જ્ઞાનશક્તિમાંથી ઘટાવવાનું પહેલા અદ્વૈતમાં અવિદ્યાની કલ્પના કરવી ન પડતી; જયારે બીજા અંતમાં અવિદ્યાનો આશ્રય અનિવાર્ય હતો. વિજ્ઞાનવાદી બૌદ્ધ હોય કે કેવલાદ્વૈતવાદી વેદાન્તી હોય, બન્નેને ઇન્દ્રિયગમ્ય બાહ્ય સૃષ્ટિના અનુભવની ઉપપત્તિ એકમાત્ર અવિદ્યા, અજ્ઞાન યા માયાશક્તિનો આશ્રય લઈને જ કરવી પડતી. અને એ અવિદ્યા નામનું તત્ત્વ પણ કોઈ સ્વતંત્ર ન મનાતા એક ચિરકાલીન વાસનારૂપે તેમ જ ચેતનના એક પાસા લેખે કલ્પાયું. આત્મષ્ટિની પ્રયોગસિદ્ધતા ચેતનતત્ત્વને લગતી ભારતીય પરંપરાઓની માન્યતાઓનો આ તો અતિસંક્ષેપ થયો. પણ અત્રે જે મુખ્ય વક્તવ્ય છે તે એ છે કે ચેતનવાદી દરેક પરંપરાના પુરસ્કર્તાઓમાં થોડા પણ પ્રામાણિક સાધકો
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy