SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 180 પં. સુખલાલજી SAMBODHI આગળ જતાં આ જ પ્રકૃતિવાદ અનેક વેદાન્તી વિચારસરણીઓની ભૂમિકા બની ગઈ છે. આ પરંપરા પ્રથમ પરંપરાની પેઠે મૌલિક અનંત પરમાણુઓ ઉપરથી ભૌતિક જગતનું સર્જન નથી માનતી. તે કહે છે કે વિશ્વના મૂળમાં અખંડ તત્ત્વ તો એક જ છે, અને તે પ્રકૃતિતત્ત્વ. આ તત્ત્વમાં જુદા-જુદા ગુણધર્મો ધરાવનાર અને તેને વ્યક્ત કરનાર એવા પરસ્પર અવિભાજ્ય અંશો કે ઘટકો છે, પણ તે મૂળ પ્રકૃતિતત્ત્વથી છૂટા નથી. પ્રકૃતિતત્ત્વ એક જ અને કોઈને મતે અનેક છતાં તે સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. તે તત્ત્વ અણુવાદી પરંપરાની પેઠે પરમાણુ કહેવાય તો એ અર્થમાં કે તે ઇન્દ્રિયાતીત અને અતિસૂક્ષ્મ છે; પણ એ અર્થમાં નહીં કે એનું કદ યા પરિમાણ અતિ અલ્પ છે. પ્રકૃતિવાદીએ મૂળ એક પ્રકૃતિ માનીને પણ તેનામાં એટલી બધી સર્જનશક્તિ માની છે કે જેથી તે વિશ્વવૈવિધ્ય યા વૈશ્વરૂપ્યનો પૂરો ખુલાસો આપી શકે છે. બન્ને વાદની સર્જનપ્રક્રિયાની તુલના અહીં ઉપર સુચિત એ ભૌતિકવાદોની સર્જનપ્રક્રિયાને લઈ ટૂંકમાં સરખામણી કરીએ તો બન્નેના દૃષ્ટિકોણ સમજવામાં સરળતા થાય. દરેક અણુવાદી એમ માને છે કે પરમાણુઓના નાના-મોટા સમુદાય દ્વારા છેવટે ઇન્દ્રિયગમ્ય બની શકે એવી ભૌતિક સૃષ્ટિ નિર્માણ થાય છે; જ્યારે પ્રકૃતિવાદી એમ માને છે કે અણુવાદીઓનાં પરમાણુ દ્રવ્યો કે એના સ્કંધો, એ તો પ્રકૃતિના સર્જન-વ્યાપારનો એક ભાગ છે, અને તે પણ બહુ આગળ જતાં આવે છે, પહેલાં તો પ્રકૃતિમાંથી જે સર્જન થાય છે, તે જ્ઞાયક કોટિનું યા જ્ઞાનપક્ષીય હોય છે. પ્રાથમિક સર્જનમાં જીવાત્મા દ્વારા જે સુખ, દુઃખ, જ્ઞાન, ઇચ્છા આદિ સ્વસંવેદ્ય ભાવો અનુભવાય છે, તે અસ્તિત્વમાં આવે છે, અને ક્રમે-ક્રમે તેમાંથી જ્ઞાન મેળવનારી અને જ્ઞાનને વ્યવહાર્ય બનાવનારી શક્તિઓ યા ઇન્દ્રિયો રચાય છે. આ જ્ઞાતુ, આ જ્ઞાનસાધન અને જ્ઞાનનું વાહન એ ત્રિવર્ગ રચાય ત્યારે જ સૂક્ષ્મ-સ્થૂળ ભૌતિક સૃષ્ટિના આવિર્ભાવના કાળ આવે છે; પહેલાં જ્ઞાતયા જ્ઞાયકપક્ષીય સૃષ્ટિ; અને પછી શેય યા ઉપભોગ્ય સૃષ્ટિ રચાતી મનાય છે, અને કોઈપણ અવસ્થામાં પરમાણુઓની બનેલી સૃષ્ટિ જ્ઞાયકપક્ષમાં પડતી જ નથી. આમ અણુવાદી સર્જનપ્રક્રિયા પ્રારંભથી અંત સુધી ભોગ્ય સૃષ્ટિના ઉત્પાદન-વિનાશનો જ વિચાર કરે છે; ત્યારે પ્રકૃતિવાદી સર્જન-પ્રક્રિયા પ્રથમ જ્ઞાતા યા ભોક્તાના સર્જનને લગતો વ્યાપાર ઘટાવી ત્યાર બાદ ભોગ્ય સૃષ્ટિનો વિચાર ઘટાવે છે. આ મૌલિક ભેદ ઉપરથી એમ લાગે છે કે કદાચ તત્ત્વજ્ઞાનની કોઈ પ્રાચીન અવસ્થામાં એક પરંપરાએ મુખ્યપણે બહિર્મુખ થઈ સૃષ્ટિનો વિચાર પ્રારંભ્યો, અને અંતે પરમાણુ સુધી તે ગયો; જયારે બીજી પરંપરાએ અન્તર્મુખ થઈ એ વિચાર પ્રારંભ્યો અને છેવટે તે સ્થળ વિશ્વના સર્જનને ઘટાડવામાં વિરમ્યો. આ ભેદ જોતાં અને આગળ ઉપર જે જીવત્ત્વ વિશે વિચાર ખેડાતો ગયો તે જોતાં, એમ લાગે છે કે પ્રથમ અણુવાદી ચાર્વાક કે જીવનતત્ત્વ તો પોતે માનેલાં ભૌતિક તત્ત્વોથી ખાસ સ્વતંત્ર નથી. પણ ભૌતિક તત્ત્વોનાં વિવિધ મિશ્રણોમાં જે મિશ્રણો શરીર આકાર ધારણ કરે અને સેન્દ્રિય બને તે મિશ્રણોમાં સુખ-દુ:ખ આદિની લાગણી જેવું જ જીવન પ્રગટે. પણ બીજા અણુવાદી પક્ષોએ તેથી જુદા પડી એમ
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy