________________
ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા
પં. સુખલાલજી
મિત્રો,
ભારતીય તત્ત્વજ્ઞાનની પરિષદમાં એક જુદા વિભાગ તરીકે ગુજરાતી વિભાગનું સંમેલન આ વર્ષો પહેલવહેલું ગોઠવાયું છે. આ વિભાગીય અધિવેશનનો નિર્ણય બહુ મોડો લેવાયો છે, તેથી તેની જાણ જોઈએ તેટલા પ્રમાણમાં ગુજરાતમાં વસતાં કે ગુજરાત બહાર રહેતાં ભાઈબહેનોને થઈ નથી શકી. છતાં ઉપક્રમ તો થાય જ છે, અને સંભવ છે કે આગળની પરિષદોમાં ગુજરાતના આ દાખલાને અનુસરી ઇતર પ્રદેશોમાં પણ ભારતીય તત્ત્વજ્ઞાન પરિષહ્ના ભાગ તરીકે ત્યાંની પ્રાદેશિક ભાષામાં આવા વિભાગીય અધિવેશનની ગોઠવણ ચાલુ રહે.
| ગુજરાતમાં તત્ત્વજ્ઞાન કે ગુજરાતીમાં તત્ત્વજ્ઞાન, એનો અર્થ એવો નથી કે કોઈ ખાસ વિશિષ્ટતા ધરાવે એવું તત્ત્વજ્ઞાન ગુજરાતમાં ઉદ્ભવ્યું છે, કે વિકસ્યું છે. એનો એવો પણ અર્થ નથી કે કોઈ ચિંતકે ગુજરાતી ભાષામાં ભારતીય તત્ત્વજ્ઞાનથી કાંઈક જુદું પડે કે કાંઈક જુદી વિશિષ્ટતા ધરાવે એવું તત્ત્વજ્ઞાન ખેડ્યું હોય. વળી એનો એવો પણ અર્થ નથી કે કોઈ તત્ત્વજ્ઞાનનો આંતરિક સંબંધ કે વિકાસ એ માત્ર ગુજરાત કે ગુજરાતીની ખાસિયત સાથે વધારે મેળ ખાતો હોય. એનો સીધો અને સાદો અર્થ એટલો જ છે કે જે જે તત્ત્વજ્ઞાન ગુજરાતી ભાષામાં અવતર્યું છે કે અનેક રીતે પ્રસર્યું છે, તે ગુજરાતી કે ગુજરાત સાથે સંબંધ ધરાવનારું તત્ત્વજ્ઞાન.
ઉપર કહી તે વાત ગુજરાત સિવાયના ઇતર પ્રદેશો અને ઇતર પ્રાદેશિક ભાષાઓને પણ લાગુ પડે છે. તત્ત્વજ્ઞાન એ વસ્તુના યથાર્થ સ્વરૂપનો વિચાર કરે છે. વિચાર કરનાર કોઈ પણ દેશ, જાતિ, પંથનો હોય કે ગમે તે ભાષા ભાષી હોય પણ એનું તત્ત્વચિંતન એ ખરી રીતે માનવીય તત્ત્વચિંતન છે. અને એને દેશ, જાતિ, પંથ કે ભાષાના બંધનો આડે નથી આવતાં.
છેલ્લાં લગભગ સો એક વર્ષમાં પાશ્ચાત્ય વિદ્યાઓના સંપર્કને પરિણામે ગુજરાતમાં તત્ત્વજ્ઞાનને
* અમદાવાદમાં મળેલ ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદના ૩૩માં અધિવેશનની ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે
આપેલ ભાષણ તા. ૨૭.૧૨.૧૯૫૮.