SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઇ.સ. 1931 - દેહાવસાન H 4-1-2014) સાયલા (જિ. સુરેન્દ્રનગર) સી. વી. રાવલ વટવા જૈન આશ્રમ તથા શાળા, શેઠ ચી. ન. છાત્રાલય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય (અમદાવાદ) તેમજ ચી.ન.વિદ્યાવિહારમાં અભ્યાસ, તેમજ ગુજરાત કોલેજ તથા ભો.જે.અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં ઉચ્ચ અભ્યાસ. ભારતીય સંસ્કૃતિના અને સનાતન હિન્દુ ધર્મના સૂક્ષ્મ રહસ્યોનાં મૂળમાં આપણા વેદો અને સંસ્કૃત ભાષા છે. ભારત એ સંતોની ભૂમિ છે. ભારતીય સંતોએ અને ભક્તોએ આ રહસ્યોને સરળતાથી સામાન્ય માણસ સમજી શકે, વિચારી શકે અને જીવનમાં ઉતારી શકે એ રીતે આપણને સમજાવવાનું ભગીરથ કામ કર્યું છે. સહજ રીતે જીવનમાં ઉતારીને તેમણે કહેલી આધુનિક યુગની થોડી વાત કરીએઃ કોઈ અધ્યાપકની પોતાના વિષયની નિપુણતા અને સજ્જતા સુશ્લિષ્ટ અને શ્રેષ્ઠ હોય છે, તો વળી બીજા કોઈ અધ્યાપકની રજૂઆત પ્રભાવક અને પ્રસન્નકર હોય છે; પરંતુ જે અધ્યાપકમાં વિષયનું તલસ્પર્શી જ્ઞાન અને મર્મસ્પર્શી રજૂઆત, બન્ને પ્રભાવક હોય તેને અધ્યાપકોમાં શિરમોર ગણવામાં આવે છે. કોઈપણ પ્રકારની અત્યુક્તિ વિના કહી શકાય કે ડૉ.નગીનભાઈ શાહ વિષયની વિદ્વત્તા, વિશિષ્ટ વાકુ કુશળતા અને ચિંતનની મૌલિકતા એમ બધી જ રીતે શિરમોર હતા ! ભર્તુહરિનો શબ્દપ્રયોગ કરીને મને એમ કહેવાનું મન થાય છે કે પ્રિય મિત્ર ડૉ.શાહ ‘શાસ્ત્રોક્ત' પંડિત હતા. એમણે ઉચ્ચવિદ્યા અને સંશોધનના ક્ષેત્રે જે ગ્રંથો લખ્યા છે કે સંપાદિત કર્યા છે તેમાનાં, ઘણા ગ્રંથો વાંચીને હું મારા અજ્ઞાનથી પ્રભાવિત થઈ ગયો છું. તેમના મનમાં કશો રાગ-દ્વેષ નહિ. કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સરને તેમણે જીતી લીધેલા. નિરાભિમાની મિત્ર, મોઢે કહી દે, પણ દંભની વાત નહિ (મનચ્ચે વચ્ચે વર્મધ્યે મહાત્મનામ્ ). વસુંધરાના તપ જયારે ઉજાગર થાય ત્યારે આપણને આવા ઋષિ જેવા માણસ મળે, જે માનવ સંસ્કૃતિનું ગૌરવ છે અને ભારતભૂમિનું ઘરેણું છે. ડૉ.શાહના ગ્રંથોમાં, વક્તવ્યોમાં, વિશિષ્ટ અભિવ્યક્તિ ક્ષમતા, વાવૈદધ્યયુક્ત બહુ આયામી આરૂઢ વિદ્વાનની પ્રતિભાનો સંસ્પર્શ વાચક-ભાવકને થયા વિના રહેતો નથી. જેને કારણે તેમને ઉચિત
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy