SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 210 સુરેખા કે. પટેલ SAMBODHI તેમ તે યુવક સંગીતકેતુ તે યુવતી જૈનારલીલાને ત્યજવાનો નિર્ણય કરી લાંબો નિઃસાસો નાખીને ચાલી નીકળ્યો. પોતાની પાછળ પાછળ પ્રિયતમા ઍકારલીલા આવશે તે આશાએ તે યુવક સંગીતકેતુ ધીમે ધીમે વિલંબ કરતો ઘર તરફ જતો હતો અને પોતાના ભાગ્યને દોષ દેતો હતો. (પદ્ય-૮૦-૮૧) તે યુવકે પોતાના મિત્રો સાથે જુદી જુદી વાતોમાં સમય વીતાવ્યો. તે યુવક વક્ષ:સ્થળ ઉપરના હારને થાપ મારીને ફગાવી દેતો હતો. ચંદનના રસને મહાવિષ માનતો અને શીતળ જળના સિંચનને પસીનો માની લેતો હતો. ઘણી વખત મનમાં પ્રિયતમા પાસે જવાનો વિચાર પણ કરતો હતો. (પદ્ય-૮૪-૮૫) તો બીજી બાજુ તે સુંદરી પણ શય્યામાં પડી રહેતી. વિવશ મને સંગીતકેતુના વિચારોમાં ખોવાયેલી રહેતી અને આંસુ સારતી. (પદ્ય-૮૭-૮૮) વિધિએ કરેલી વ્યંજનાને નિંદવા લાગી. તે મનોમન વિચારતી કે સંગીતકેતુએ મારી અનુમતિ સિવાય ચાલ્યા જવું કંઈ ઉચિત છે? પોતે પ્રાણત્યાગ કરવાનું નક્કી કરે છે. (પદ્ય-૯૦-૯૧) સખી તેને આંસુ સારવાનું કારણ પૂછતાં કહે છે વહેંચાયેલું દુઃખ સહન કરવાનું બળ આપે છે. (પદ્ય-૯૩) સખીએ સખીપણાના દાવાથી વાત જાણવા માગી ત્યારે વિરહણી જૈનારલીલાએ અકારણ માનપ્રસંગ (રિસાઈ જવું) અને પોતાના સ્વપ્રની વાત કરી. તે સખીએ તે બંને યુવક-યુવતીનું મિલન કરાવવાનો સંકલ્પ કર્યો. (પદ્ય-૯૬) કારણ કે તે બંને એકબીજા માટે તડપતાં હતાં. તેથી તે બંનેનું મિલન સાધવું ઘણું સરળ હતું. મહાકવિ કાલિદાસે “સમાનુરાગા પ્રીતિને મહત્ત્વ આપ્યું છે, તેવું અહીં કવિએ મહત્ત્વ આપ્યું છે. ખૂબ જ સાત્ત્વના આપીને સખીએ અપ્રિય વિયોગ દૂર કરીને રોષ અને પ્રેમ વચ્ચે અટવાતા તે પ્રેમીયુગલના માનને દૂર કરવાનો સંકલ્પ કર્યો. (પદ્ય-૯૯) એવામાં વર્ષાઋતુ આવતાં ચાતકના મનમાં આનંદ વ્યાપે અને કેવડો મહોરી ઊઠે એવી વર્ષાઋતુમાં કામદેવનો મિત્ર વાયુ વાવા લાગ્યો. મેઘની ગર્જનાથી તે પ્રેમીયુગલની ઉત્કંઠા વધી ગઈ અને વિરહ અસહ્ય બનતાં બંને પોતપોતાના ઘેરથી નીકળી પડ્યાં. (પદ્ય-૧૦૦ થી ૧૦૩) મધરાતે આ પ્રેમીયુગલનું એક બગીચામાં મિલન થયું. (પદ્ય-૧૦૫) આ પ્રેમીયુગલના મિલન-આલિંગનના વર્ણન સાથે આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે. (પદ્ય૧૦૬-૧૦૭) , “વોટિવિરહનું' કાવ્યમાં ભાષા કવિશ્રી ભટ્ટનારાયણપાદે અત્યંત સરળ પ્રયોજી છે. જે વૈદર્ભ શૈલીને અનુરૂપ છે. આ કાવ્યમાં વસ્તુનો ક્રિયાવેગ સરળ છે. વર્ણનોમાં લાઘવ છે. ક્યાંય પણ કવિત્વના પ્રદર્શનની કવિની ખેવના જણાતી નથી. પરિણામે, આ નાનકડું શતકકાવ્ય ખરેખર રોચક અને આસ્વાદ્ય બની રહ્યું છે. ઉત્સવના પ્રસંગે મુગ્ધ કે તારુણ્ય અવસ્થામાં રાચતા કે યૌવનના આંગણે પદાર્પણ કરતા યુવકયુવતીના અનુરાગની કથા ચિરંતન બની રહી છે. અહીં આ કાવ્યમાં કવિએ અયોગગૃગાર, વિપ્રલંભશૃંગાર અને સંભોગ શ્રકારનું આલેખન કર્યું છે. અનુરાગ, માન, ઉત્કંઠિતા, વાસકસજા અને ખંડિતા નાયિકાનાં આલેખનો કામશાસ્ત્રમાં આવતી નાયિકાઓનાં સુંદર શબ્દચિત્રો બની રહે તેમ છે. નાયિકાઓના હાવભાવ વગેરે અલંકારો સાથે નાયિકાના સહચર, સખીઓનાં કાર્ય, નાયક-નાયિકાના સહાયકો, મિત્રો વગેરેનું પણ સુંદર આલેખન કવિએ કર્યું છે. ઓછા સમાસો અને વૈદર્ભી શૈલીને અનુરૂપ તેવી સરળ ભાષા સાદ્યન્ત પાઠકને પકડી રાખે છે. આ કાવ્યની નાયિકાની મુગ્ધા અને યુવાની વચ્ચેની
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy