SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ vol. XXXVI, 2014 મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત “વોટિવિરઃ એક અભ્યાસ 209 વિક્રમોર્વશીયમ્' માં ઉર્વશીએ એકાવલી ભરાઈ જવાનું બહાનું કાઢ્યું હતું. (ઉત્પતના રૂપયિત્વા, सव्याजमुपसृत्य राजानं पश्यन्तीं 'अहो लताविटप ! एषैकावली वैजयन्ति कामे लग्ना। सखि चित्रलेखे, मोचय તાવરેનામ્ | –૨) તેવું બહાનું અહીં મૃગારલીલાએ કાઢ્યું નથી. ઘરે ગયેલી શ્રદ્વારલીલાની વિરહવ્યથાનું વર્ણન પદ્ય ચોવીસ સુધી આલેખ્યું છે. પદ્ય પચ્ચીસથી અઠ્ઠાવીસમાં સંગીતકેતુની વિરહસ્થિતિનું વર્ણન કવિએ આલેખ્યું છે. સંગીતકેતુ એક સાંજે પોતાને ઘેરથી મૃગારલીલાને ત્યાં જાય છે. ત્યાં ઉત્કંઠિતા ઍકારલીલાને જોઈ મનોવાંચ્છિત પ્રિયતમને જોતાં ઍકારલીલાની સખીઓએ તેને બેસવા માટે દર્ભની સાદડી લાવીને મૂકી અને સંગીતકેતુનું સ્વાગત કર્યું. વાતચીતનો પ્રારંભ થયો. પરસ્પર પાનનાં બીડાંની આપ-લે થઈ. (પદ્ય-૨૯ થી ૩૫) લગભગ દિવસ આથમતાં, ચન્દ્રમાનો ઊગવાનો સમય હજુ થયો પણ ન હતો તે સમયે તળાવની નજીક કોઈ એક બ્રાહ્મણને ઘેર રાત્રિ વિતાવવાનો પ્રસ્તાવ બંનેએ સ્વીકાર્યો અને તે બંને સૂર્ય આથમતાં તે બ્રાહ્મણને ઘેર પહોંચી ગયાં. (પદ્ય૩૬-૩૯) ભોજન પછી સંગીતકેતુ પ્રિયતમાના વાસગૃહમાં પહોંચી ગયો. (પદ્ય-૪૧) અહીં કવિએ વાસકસજજા' ગ્રુધારલીલાનું મનોરમ વર્ણન કર્યું છે. વિશ્વનાથ, ભરત, ધનંજય જેવા સાહિત્યાચાર્યોએ “વાસકસજ્જા' નાયિકાનું લક્ષણ તેમજ ઉદાહરણ પણ આપેલ છે. (મિલનની રાતના પ્રેમોપચારને “વાસક' કહે છે. આમ વાસક માટે સજ્જ નાયિકાને “વાસકસક્ઝિકા' કહેવાય છે.) શ્રકારલીલાને જોતાં જ સંગીતકેતુને ભારે કુતૂહલ થયું. ત્યાર પછી કાકુક્તિઓથી થયેલી વાતચીતમાં થોડોક સમય વીત્યો. સખી, નિદ્રાના બહાને ચાલી ગઈ. ત્યાર પછી કવિએ તે પ્રેમીયુગલની શૃંગારિક ચેષ્ટાઓનું વર્ણન પદ્ય ૪૫ થી ૪૮માં કર્યું છે. પદ્ય ૪૯ થી ૫૪ સુધી વૃક્ષારલીલાનો અભિસાર અને તેમની લીલાનું મનોરમ વર્ણન કવિએ કર્યું છે. બાળપણથી જ જેના ગુણોથી આકર્ષાઈ હતી તે સંગીતકેતુને શ્રોરલીલાએ કહ્યું કે “તું મને છોડીને જઈશ નહિ'. (પદ્ય-૫૫) તેના પ્રત્યુત્તરમાં સંગીતકેતુએ કહ્યું કે હું તારો તારો દાસ છું.” વહેલી સાવરે તે બન્ને પોતપોતાને ઘેર ગયાં (પદ્ય-૫૮ થી ૫૯) પુનઃ પણ . આવી જ રીતે કેટલાય દિવસો કે વર્ષો સુધી તેઓનો સુરતોત્સવ ઉજવાતો રહ્યો. (પદ્ય-૬૦થી ૬૪) એક વાર પ્રિયતમના ગયા પછી આંખો મીંચીને સૂતેલી ઍનારલીલા સ્વપ્રમાં પોતાના પ્રિયતમને અન્ય સ્ત્રીના સંગમાં જોતાં ગુસ્સે થઈ ગઈ. (પદ્ય-૬૫) અને (ખંડિતા નાયિકાની માફક) તે ઘણી જ દુઃખી થઈ. ભરત, વિશ્વનાથ, ધનંજય જેવા સાહિત્યાચાર્યોએ “ખંડિતા' નાયિકાનું લક્ષણ તેમજ ઉદાહરણ પણ આપેલ છે. આંસુ સારતી વિરહિણીને તે સંગીતકેતુએ મનાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. (પદ્ય-૬૮ થી ૭૨) પરંતુ તે માનિની(શ્રુષારલીલા)એ માન મૂક્યું નહિ. (અર્થાત્મનાણી નહીં) આંસુ સારતી તે નાયિકાએ નાયકને કિતવ, શઠ કહી કહ્યું કે તે સરળ બુદ્ધિવાળી એવી મને) પ્રિયતમાને છેતરી ગયો છે. તું નવીની (સ્વપ્રમાં જે અન્ય સ્ત્રી પાસે પોતાના પ્રિયતમને જોયો હતો તે) પાસે જા. (પદ્ય-૭૩-૭૪) અહીં પોતાને વૃત્તથા” (ખરી પડવાની સ્થિતિમાં આવેલું પુષ્પ) અને સ્વપ્રની સુંદરીને સહેજ ખીલેલી કળી સાથે સરખાવી છે. (પદ્ય-૭૫) પદ્ય-૭૬માં રોચક પ્રશ્નોત્તર છે અને બધું જ સ્વપસમું ભાસતું (જણાતું) હોવાનું કહ્યું છે. પરિચયથી અનુરાગ વધે છે પરંતુ અહીં તો શિથિલ બન્યો છે. શ્રજ્ઞારલીલાનું રિસાવાનું કોઈ જ કારણ નાયક સંગીતકેતુને જડતું નથી. (પદ્ય-૭૭) ધીરજ ખૂટી જતાં અને ગુસ્સે થયેલી (ભામિની) શ્રુષારલીલાએ કોઈ જ પ્રત્યુત્તર ન આપતાં તે (યુવતી)ની કોપિત નજરથી જાણે કે બળતો હોય (દાઝતો)
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy