SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 191 Vol. XXXVII, 2014 સત્રિય લોકનાટ્ય હવે પુરુષોને સ્ત્રીપાત્રોની ભજવણીમાંથી મૂક્તિ મળી છે, પૂર્વે તો દરેક સ્ત્રીપાત્ર પુરુષોએ ભજવી નાટ્ય ભજવાતું. ઉપસંહારઃ ભારતીય લોકકલાની પ્રસ્તુતિ અને લોકજીવનને સતત ધર્મ, અધ્યાત્મ તરફ આગળ લઈ જતાં આ સત્રિય લોકનાટ્ય જેવાં અનેક લોકનાટ્યો અને લોકનૃત્યો ભારતના દરેક પ્રદેશમાં આજે પણ અનેરા ઉત્સાહથી ભજવાય છે. અહીં પ્રશ્ન એ છે કે, આ સ્વરૂપના સૌંદર્ય અને સત્યને પ્રગટ કરતા નૃત્યો, લોકનૃત્યો કે લોકનાટ્યો કયા દેશમાં ઉજવાય છે? અલબત્ત ભારત અને ભારતના પ્રદેશો જ એક એવી સાંસ્કૃતિક ધરોહર સાચવીને બેઠાં છે, જ્યાં પ્રજા જીવનનાં વિવિધ રસ અને ભાવને પોષે છે, માણે છે અને જીવનના સુખ દુઃખનું વિરેચન કરે છે. અધ્યાત્મ, આત્મકલ્યાણ, ભક્તિ જેવાં કઠિન માર્ગોએ ન ચાલી શકનારા ભારતીયો લોકકલાના, લોકનાટ્યોના માધ્યમે ઘણી વખત જીવનના સત્યને, સૌંદર્યને પામતાં હોય છે. કલાના સુક્ષ્મ રૂપોથી મળતો આનંદ તો કલાકાર જ જાણે. જીવનમાં સુખ સમૃદ્ધિ માત્ર ભૌતિકતા કે સત્તાથી જ હોય એવું નથી. જીવનની સાચી સમૃદ્ધિ આપણાં સાંસ્કૃતિક વારસાના પવિત્ર વારસદાર બની એનું જતન કરી માનવમૂલ્યોને ઉજાગર કરી આપનારી માનવજાતને ઉત્તમ સંસ્કાર તરફ દોરી જવામાં પણ છે. ભારતીય લોકનાટ્યોમાં સત્રિય આજે પણ લોકકલા અને સંસ્કૃતિ નિષ્ઠાને લીધે ભારતવર્ષની એક ઓળખ છે. સંદર્ભ ૧. ઉપાધ્યાય, અમૃત અભિનયદર્પણમ્, સરસ્વતી પુસ્તક, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૦ ૨. શુકલ, બાબુલાલ નાટ્યશાસ્ત્ર, ચૌખંબા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, પુનર્મુદ્રણ વિ.સં.૨૦૬૭ ૩. શ્રીવાસ્તવ, અવિનાશ (અનુવાદક) મૂળ લેખક કડકિયા, કૃષ્ણકાંત લોકનાટ્ય - ભવાઈ, કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૬ ૪. મિશ્રા, સુપ્રભા ભારતીય નૃત્ય, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૫ www.ccrtindia.gov.in OE *
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy