SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 190 ભીમજી ખાચરિયા SAMBODHI મંજીરા જેવા લોકવાદ્યો અને તાલીઓના તાલથી વિભિન્ન તાલનું નિર્માણ થાય છે. અહીં જટિલ અને લયાત્મક, એમ ચાર શૈલીમાં સત્રિયના તાલનું વિભાગીકરણ છે. (૧) સરબ (૨) યુગ્મ (૩) યાઉંગા (પ્રથમ તાલના પ્રથમ ભાગ અને બીજા તાલના અંતિમ ભાગનું સંયોજન) (૪) મિશ્ર તાલ. સત્રિય લોકનાટ્યમાં ચરિત્રનું અંકન, ભાવ અને રસની વિશેષતા તથા સામગ્રીને ધ્યાનમાં રાખીને સંગીત અને તાલની પસંદગી થાય છે. વાદ્યમાં મોટા ઢોલ, મૃદંગ, ખોલ, મંજીરા, હારમોનિયમ, ઢોલક, તાનપુરા, વાયોલિન, બંસરી વગેરે આધુનિક વાદ્યો પણ વર્તમાન સમયમાં વપરાય છે. પૂર્વેના સમયે આ નાટ્યશૈલીમાં માત્ર યુવકો જ હતા, હવે યુવતિઓ પણ હોંશભેર ભાગ લઈને આસામમાં સત્રિય ફેલાવી રહી છે. ગીતઃ ગીત વૈષ્ણવભક્તિનું, કૃષ્ણભક્તિનું પ્રમુખ ગેયરૂપ છે. કાવ્યસાહિત્યમાં ગીતના ગાનથી ભાવશબલતા અને ભક્તિદર્શનનો તલસાટ વધે છે. શ્રીમંત શંકરદેવ અને અન્ય વિદ્વાનોએ સત્રિય લોકનાટ્યમાં કૃષ્ણ, રાધા, ગોપી, દેવકી, યશોદા, એ રીતે રામચરિત્ર માટે રામ, સીતા, લક્ષ્મણ, ઊર્મિલા વગેરેનાં મિલન, વિયોગના શૃંગારની અવસ્થાઓના ગીતો રચ્યાં છે. આ સાથે ભક્તિ અને પુષ્ટ ભાવપ્રદર્શન માટે પણ ગીતો રચ્યાં છે. છેલ્લી સદીનાં સત્રિય નાટ્યોમાં તો આધુનિક સમસ્યાઓના નિરાકરણ માટે, લોકજાગૃતિ, લોકસંદેશ, સમાજસુધારા માટે એ વિષયના ગીતો પણ રચ્યાં છે. કીર્તનઘોષ, પદઘોષ જેવા ગીતોમાં આખું ગામ સામુહિક પ્રાર્થનાગાન કરે એ રીતે ભક્તિમાર્ગમાં ભગવાન રામ કે કૃષ્ણના ગીતો અને પ્રસંશાગીતો ગવાય, જેમાં કોઈ રાગ કે તાલનું મહત્ત્વ સ્વીકાર્યા વિના લોકઢાળમાં જ આ ગીતો ગવાય, જયારે નામઘોષ ગીતમાં ભગવાનના નામોની લયાત્મક રીતે ગાન પરંપરાએ ઘોષણા થાય એ રીતે ગાનપરંપરા થાય છે. આહાર્યઃ ભારતીય અભિનયકલાના ચારેય અભિનયમાં સત્રિય લોકનાટ્યમાં અન્ય ત્રણ અભિનય તો એટલાં જ સક્રિય છે, જેટલાં નૃત્ય, નૃત્યકારો અને સંગીત કલા સક્રિય છે. જ્યારે આહાર્યમાં સ્થાનિક પ્રાકૃતિક સંસાધનો, વાંસ, વેલીઓ, શાકભાજી, ફળફળાદિ ધનધાન્યના લીલા છોડ, તુલસી, કેળ, સાગના પાંદ વગેરેનો મણિકૂટ કે સત્રિયના મેદાનને શણગારવા માટે ઉપયોગ થાય છે. આ લોકનાટ્ય રાત્રિનું હોવાથી મેદાનમાં જ મોટી મશાલોથી પ્રકાશ આયોજન થાય છે. પરિણામે કલાનું સામંજસ્ય પ્રગટે છે. વેશભૂષા : સત્રિયની વેશભૂષા સ્થાનિક શૃંગારની રીતિનીતિને આધારિત તેમજ જે પાત્ર, ચરિત્રને આધારિત બને છે. સત્રિય લોકનાટ્યની પરંપરાએ કૃષ્ણ, રામ, કાલી, કંસ, રાવણ આદિના પાત્રોને ચહેરાંથી જ અભિનવાય છે. જ્યારે દાનવ પાત્રોની વિશેષતા પ્રગટ કરવા ક્યારેક કાપડ કે લાકડાંના મહોરાંનો ઉપયોગ પણ થાય છે. છેલ્લી બે-ત્રણ સદીથી શૃંગારિક ઉપકરણો અને વેશભૂષાની નવી રીતો આવતા ચહેરાને પાત્રોચિત બનાવવા સરળ બને છે. એ રીતે જ વસ્ત્રાલંકારની બાબત છે. મૂળ કથાને વફાદાર રહીને પાત્રને ન્યાય મળે તેમજ સુરૂચિ ભંગ ન થાય એ મુજબની વેશભૂષા વિવિધ સત્રિય લોકનાટ્યોમાં ઉપયોગમાં લેવાય છે. છેલ્લા થોડાંક વરસોથી સ્ત્રીઓ પણ સત્રિયમાં ભાગ લેતી હોવાથી
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy