SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 144 કમલેશકુમાર છે. ચોકસી SAMBODHI ઉપર્યુક્ત અષ્ટસિદ્ધિઓનું જે સ્વરૂપ આકારી આપ્યું છે, તે ઉત્તરકાલીન અન્ય વૃત્તિકારોએ પણ સ્વીકાર્યું છે. આમ વ્યાસભાષ્યમાં પેલા ભાગવતપુરાણ કરતાં જુદી રીતે અષ્ટસિદ્ધિઓને સમજાવવા આવી છે. સિદ્ધિઓના સ્વરૂપની બાબતમાં દેખાતા આ ફેરફારની સાથે સાથે એક મહત્ત્વનો ભેદ એ છે કે ભાગવતપુરાણે દર્શાવેલી આ આઠ સિદ્ધિઓમાંની પાંચમી સિદ્ધિ (વ્યાસભાષ્યમાં બતાવેલી પ્રાકામ્ય સિદ્ધિને બદલે) પ્રાકાશ્ય છે.૧૧ (પુરાણોમાં અન્યત્ર જે એક સ્થળે એટલે કે બ્રહ્મવૈવર્તપુરાણમાં આ અષ્ટ સિદ્ધિઓનો ઉલ્લેખ મળે છે, ત્યાં તો પાંચમી સિદ્ધિ તરીકે પ્રાકામ્ય જ છે.૨) શ્રીધર સ્વામીએ તેનો અર્થ આપતાં કહ્યું છે - પ્રશ્ય જોગવર્ણનસામર્થ્ય | અર્થાત્ ભોગ અને દર્શનનું સામર્થ્ય પ્રાપ્ત થયું તે પ્રાકાશ્ય નામક સિદ્ધિ છે. જ્યારે યોગભાષ્યમાં આને પ્રાકામ્ય તરીકે ઓળખાવવામાં આવી છે. આ પ્રાકામ્ય નામક સિદ્ધિનો મતલબ છે - પ્રખ્યમિચ્છીનપિયતો ભૂમવુિ”ષ્યતિ નિમન્નતિ રથો અર્થાત્ ઈચ્છાના અભિઘાત વગર વિચરવું. જેમકે ભૂમિમાં ઉતરી પડવું કે ડૂબી જવું, જેમ પાણીમાં માણસ ડૂબી જાય છે તેમ. હવે સવાલ એ છે કે આ જ પાતંજલ યોગસૂત્રમાં અણિમાદિ સિદ્ધિઓની સાથે સાથે તદ્ધનમિયાતિ: 2 એમ પણ કહ્યું છે. આનો આશય સ્પષ્ટ કરતાં વ્યાસમાષ્યમાં જણાવ્યું છે તેમ (ભૂતજયી યોગીને) ભૂતોના ધર્મો દ્વારા કોઈ બાધા થતી નથી. આના પરિણામે યોગી શિલા-પથ્થરમાં પણ અનુપ્રવેશ કરી શકે છે. જો આ અર્થઘટનને માન્ય રાખવામાં આવે, તો ઉપર્યુક્ત પ્રાકામ્ય અને તદ્ધમિતિ: વ નો આશય એક સમાન બની રહેતાં પુનરુક્તિદોષની સંભાવના થાય છે. આ સ્થિતિમાં કાં તો તદ્ધનમિયાતિ: 2 નો અર્થ બદલવાનો રહે છે અથવા પ્રાકામ્ય ને બદલે પ્રાકાશ્ય એવો પાઠ માનવાનો રહે છે. ત મયાત: 2 નું અર્થઘટન બદલવું મુશ્કેલ છે. કેમકે તે પરિવર્તિત અર્થઘટન માટેનો કોઈ યોગ્ય આધાર આપણી પાસે હોવો જોઈશે અને વળી, તે સ્વીકૃત પણ બનવો જોઈશે. તેનાં કરતાં ભાગવતપુરાણને આધાર માનીને પ્રાકામ્ય ને બદલે પ્રાકાશ્ય પાઠ સ્વીકારી લેવામાં આવે, તો પુનરુક્તિ દોષની સંભાવના ટાળી શકાય છે. ઇતિ દિફ. ફૂટનોટ तत्राणिमा भवत्यणुः, लघिमा लघुर्भवति, महिमा महान् भवति, प्राप्तिरङ्गुल्यनेणापि स्पृशति चन्द्रमसम्, प्राकाम्यमिच्छानभिघातो भूमावुन्मज्जति निमज्जति यथोदके, वशित्वं भूतभौतिकेषु वशी भवति अवश्यश्चान्येषाम्, ईशितृत्वम् तेषां प्रभवाप्ययव्यूहानामीष्टे / यत्रकामावसायित्वं सत्यसङ्कल्पता यथा सङ्कल्पस्तथा ભૂતપ્રતીનામવાનમ્ .તાનિ મછવૈશ્વર્યાળિ - વ્યાસમાધ્યમ્, ચો.ફૂ.૩, 4 (સં.ડો. રામશંકર भट्टाचार्य, प्रका. मोतीलाल बनारसीदास, दिल्ली, पुनर्मुद्रित संस्करण, सन् - 2003), पृ.३८४ દ્રષ્ટવ્ય - 1. ગણિમા પરમાણુરૂપતાપતિઃ, 2. મદમાં મહત્ત્વમ્, રૂ. ધમાં તૂ ષ્કયુ, 4. રિમા પુત્વમ્, 5. પ્રતિરાજ્યમાં વન્દ્રાતિસ્પર્શન. .ત્યાદ્રિ ! - મોરવૃત્તિ, યો.ફૂ.૩, 4, (સં. સ્વામી શ્રી વિજ્ઞાનામિ ગ. પ્ર. - ગાઉ ગુરુકૃત મહાવિદ્યાત્રિય, કાનૂપર્વત, નાસિરોહી, સંવત્ - 2060) પૃ.૨૬.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy