SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVII, 2014 ન્યાયદર્શનમાં કથાનિરૂપણ 133 હવે પ્રશ્ન થાય કે જો સૂત્રકાર ગૌતમે વાદ, જલ્પ અને વિતષ્ઠાનું નિરૂપણ કરનારા સૂત્રો દ્વારા કથા'નો વિભાગ કરવા ઈષ્ટ હોય તો ન્યાયશાસ્ત્રની તો ઉદેશ, લક્ષણ અને પરીક્ષારૂપે પ્રવૃત્તિ થાય છે. તો પછી સૂત્રકારે તેની ઉપેક્ષા કેમ કરી? ભાષ્યકાર આ આશયને સ્પષ્ટ કરતાં કહે છે. ૧૦ વાદ વગેરેનું લક્ષણ કરનારા સૂત્રોને આ બન્ને ક્રમમાં ઉદ્દિષ્ટ અને વિભક્તિના લક્ષણરૂપે અથવા ઉદિષ્ટ અને લક્ષણના ભાગરૂપે સમાવવા જોઈએ પરંતુ સૂત્રકાર દ્વારા કથા સામાન્યનો ઉદ્દેશ અને લક્ષણ આપવામાં આવ્યું ન હોવાથી વાદ વગેરેનો ન્યાયશાસ્ત્રની અંદર સમાવેશ કેવી રીતે કરી શકાય? આ પ્રશ્નનો ઉત્તર ભાષ્યકારે તિસ્ત્ર: ૧થી મવત્તિ વાતો નન્ય વિતા રેતિ થી આપ્યો છે. કહેવાનો આશય એ છે કે સૂત્રકાર વાદ, જલ્પ અને વિતષ્ઠાને કથા તરીકે સ્વીકારતા હોવા છતાં સામાન્યરૂપે કથાનો ઉદ્દેશ એટલા માટે નથી કર્યો કે કથા સામાન્યનું કોઈ પ્રયોજન નથી અને જેનું કોઈ સામાન્ય પ્રયોજન હોય તેનો સામાન્યરૂપે ઉદ્દેશ કરવો જોઈએ. જેમકે પ્રમાણ સામાન્યનું ફળ છે પરંતુ કથા સામાન્યનું કોઈ પ્રયોજન નથી. વાદનું પ્રયોજન છે – તત્ત્વનિર્ણય, જલ્પ અને વિતષ્ઠાનું પ્રયોજન છે તત્ત્વનિર્ણયનું રક્ષણ કરવું અને વિજય. આમ સૂત્રકારે સામાન્યરૂપે કથા સામાન્યનો ઉદ્દેશ ન કરીને પદાર્થોનું નિરૂપણ કરનારા સૂત્રમાં વાદ, જલ્પ અને વિતષ્ઠા એમ કથાભેદોનો ઉલ્લેખ કર્યો છે. આ કારણોથી કથા સામાન્યનો ઉદ્દેશ કરવો યોગ્ય નહોતો તો પછી કથા સામાન્યનું લક્ષણ આપવાનો અવસર કેવી રીતે પ્રાપ્ત થાય. ન્યાયપરિશુદ્ધિમાં 1 ઉદયન આ વાત સ્પષ્ટ કરતાં કહે છે : अथ सूत्रकृ तैव कथा कथं नोद्दिष्टा, विवक्षितफले एकानेक त्वानुरोधेन सामान्यविशेषयोर्यथायथ-मुद्देशात् । तद् यथा चतुषु प्रमैव विवक्षितफलमिति प्रमाणत्वेन, सैव द्वादशविषयिणी विवक्षितेति प्रमेयत्वेन, ज्ञानमेव विवक्षितमिति सुखं दुःखत्वेन । - હવે જિજ્ઞાસા થાય કે વાદ વગેરેને સૂત્રકાર કથા માને છે તેથી સ્વાભાવિક તેનું લક્ષણ આપવું પડે જેમાં વાદ, જલ્પ અને વિતષ્ઠા ત્રણેયનો સમાવેશ થઈ શકે. ભાષ્યકારે આ ત્રણેયનો “કથા' શબ્દથી ઉલ્લેખ કરીને તેની ત્રણ સંખ્યા નિર્ધારિત કરી છે અને કથાના સામાન્ય લક્ષણનો નિર્દેશ કર્યો છે. વા, નન્ય, વિતUs સાતમä થાત્વમ્ આ લક્ષણમાં પ્રયોજાયેલા તમત્વનો અર્થ છે ભેદકૂટવતુભિન્નત્વ કૂટનો અર્થ છે સમૂહ, વાદભેદ જલ્પભેદ અને વિતષ્ઠાભેદ આ ત્રણેય ભેદોના આશ્રયથી ભિન્ન હોવું એ જ વાદ, જલ્પ અને વિતષ્ઠાનું અન્યતમત્વ છે. આ અન્યતમત્વ વાદ વગેરે ત્રણેયમાં અનુવૃત અને ત્રણેયથી ભિન્ન વસ્તુઓમાં વ્યાવૃત્ત હોવાથી કથાનું સામાન્ય લક્ષણ અસંદિગ્ધરૂપે સિદ્ધ થાય છે. ચતમને લક્ષણ માનવાનો વિચાર બૌદ્ધ દ્વારા સ્વીકૃત અતદ્દવ્યાવૃત્તિ જેવો છે, જેમ બૌદ્ધ સમ્પ્રદાયમાં “ગો’નું કોઈ લક્ષણ આપ્યું નથી અતવ્યાવૃત્તિથી “ગોવ્યાવૃત્ત જેમ “ગો'નું લક્ષણ છે, તેમ તત્વ' એ કથાનું સામાન્ય લક્ષણ છે. તકભાષાકારે વાદ, જલ્પ અને વિતષ્ઠાના લક્ષણને કથાના સંદર્ભમાં ઘટાવ્યું छ. तत्त्वबुभुत्सोः कथा वादः । उभयसाधनवती विजिगीषु कथा जल्पः । स एव स्वपक्षस्थापनाहीनो વિતાવ્વા આ લક્ષણમાં કથા શબ્દનો સમાવેશ કર્યો છે. તેઓ કથાનું સામાન્ય લક્ષણ આ પ્રમાણે આપે છે તથા તુ નાનાવવતૃપૂર્વોત્તરપક્ષપ્રતિપાલવીયસન્ડર્ષ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષનું પ્રતિપાદન કરવા માટે અનેક વક્તાઓ દ્વારા પ્રયોજાનારો વાક્યસમૂહ એટલે કથા.૧૨
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy