SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 124 મધુસૂદન બક્ષી SAMBODHI ધર્મથી અવચ્છિન્ન પ્રતિયોગિતાક જ્ઞાનાભાવની પ્રતીતિ સંભવતી નથી. ધર્મિજ્ઞાન અને પ્રતિયોગીજ્ઞાન હોય તો પછી તેની પ્રતીતિને કોઈ અવકાશ નથી (પૃ.૬૮) અદ્વૈતમતે જ્ઞાનાભાવવાદ માન્ય નથી. કોઈપણ વિશેષ જ્ઞાન હોય ત્યાં જ્ઞાન સામાન્યાભાવ હોય જ નહીં. ભાવરૂપ અજ્ઞાનના સાધક ત્રણે સાક્ષિપ્રત્યક્ષોની ચર્ચામાં અદ્વૈતપક્ષે મુખ્ય મુદ્દો એ છે કે, જ્ઞાનાભાવનું પ્રત્યક્ષ થાય જ નહીં. અભાવનું સાધક પ્રમાણ છે – અનુપલબ્ધિ. અભાવપ્રતીતિ પરોક્ષ જ છે. સાક્ષિસિદ્ધ એવાં ભાવરૂપ અજ્ઞાનથી બધે જ્ઞાનાભાવની અનુમિતિ થાય છે. ઘટનો અભાવ ઘટની અનુપલબ્ધિરૂપ પ્રમાણથી જ પ્રમિત થાય. અભાવ, પ્રત્યક્ષનો નહીં, પરોક્ષપ્રમિતિનો જ વિષય છે. અદ્વૈત વેદાન્તપક્ષે અભાવનું જ્ઞાન અનુપલબ્ધિથી અને અનુપલબ્ધિનું જ્ઞાન સાક્ષિસિદ્ધ ભાવરૂપ અજ્ઞાનથી થાય છે. ભાવરૂપ અજ્ઞાન ન સ્વીકારો તો જ્ઞાનાભાવ વિશે સુષુપ્તિમાં જ્ઞાનાભાવ હતો તેવું અનુમાન થઈ શકે નહીં (પૃ.૧૫૫). જો કે અદ્વૈતપણે સ્વીકાર્યું છે કે અજ્ઞાનનું સ્વરૂપ સાક્ષિભાસ્ય છે, પરન્તુ અજ્ઞાનનું ભાવત્વ, અનાદિત્વ વગેરે સાલિભાસ્ય નથી, પણ તે પ્રમાણથી જાણી શકાય તેવા ધર્મો છે. (શાહઃ ૧૫૯). અભાવરૂપ અજ્ઞાનની પ્રતીતિ માનો તો વ્યાઘાતદોષ જ આવે, પણ ભાવરૂપ અજ્ઞાનનો માનતાં એવો દોષ ન આવે કારણ કે, ભાવરૂપ અજ્ઞાન સાક્ષિભાસ્ય જ છે, પ્રમાણવેદ્ય નથી જ. (પૃ.૧૪૪). (૬) પ્રતિકર્મવ્યવસ્થા પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિ જ અજ્ઞાનનિવર્તક છે તે શાંકરવેદાન્તનો મત છે. લઘુચન્દ્રિકામાં પ્રતિકર્મવ્યવસ્થા અંગેના પ્રકરણનું બરાબર અવલોકન કરતાં આ બાબત સમજાય છે તેવું નગીન શાહે નોંધ્યું છે (શાહ: પૃ.૨૮). અહીં પ્રતિકર્મવ્યવસ્થા અંગેની અદ્વૈતસિદ્ધિની રજૂઆત અંગે વિચાર કર્યો છે. તેમાં એસ.એન. શાસ્ત્રીના અતસિદ્ધિના પ્રતિકર્મવ્યવસ્થા અંગેના પ્રકરણના અંગ્રેજી અનુવાદનો આધાર લીધો છે.) શુક્તિરતાદિ કે સુખદુઃખાદિ પદાર્થોની અજ્ઞાત સત્તા નથી. તેમાંથી કોઈ અજ્ઞાનનિવર્તક નથી. તે બધા જ્ઞાનાભાસ જ છે, તેમાંથી કોઈ અગૃહીતગ્રાહિ પણ નથી (શાહઃ પૃ.૨૮) હવે જો એમ જ હોય તો, જ્ઞાતાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા પદાર્થોનાં પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની સમજૂતી આપવી જ પડે. અદ્વૈતપણે તે સમજૂતીને માટે અવિદ્યાવૃત્તિથી ભિન્ન એવી અન્તઃકરણવૃત્તિને માની છે, જે અજ્ઞાતવસ્તુવિષયક હોય અને અજ્ઞાનનિવર્તક પણ હોય, કારણકે, જેમાં અજ્ઞાતવિષયગ્રાહિત્ય ન હોય તે અજ્ઞાનનિવર્તક પણ ન હોય. અજ્ઞાનનિવર્તક અન્તઃકરણવૃત્તિ અજ્ઞાત વસ્તુવિષયક હોય છે. શાંકરવેદાન્તમાં પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિને કે તે વૃત્તિથી અભિવ્યક્ત થતાં ચૈતન્યને “જ્ઞાન” કહેવાય છે. (શાહઃ પૃ.૩૩). પ્રમાણવૃત્તિને માન્યા વગર અજ્ઞાતવિષયબોધક જ્ઞાનની શક્યતા જ નથી.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy