SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 122 મધુસૂદન બક્ષી SAMBODHI ઘટાધિષ્ઠાનભૂત શુદ્ધ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. ઘટાધિષ્ઠાનભૂત શુદ્ધ ચૈતન્ય અભિવ્યક્ત થતાં તે શુદ્ધ ચૈતન્યમાં અભેદથી અધ્યસ્ત ઘટનું પણ ફુરણ થાય છે. આમ પ્રમાણવૃત્તિ ઘટને જાણે છે. ઘટવિષયક પ્રમાણવૃત્તિનો અભાવ હોય ત્યારે ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્ય અજ્ઞાનાવૃત હોવાથી ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્યનું આવરક અજ્ઞાન સાક્ષીને ભાસે છે... આમ ‘પદંર નાનામિ' એ પ્રતીતિ પણ ઘટવિષયક જ્ઞાનના અભાવને વિષય કરતી નથી, પણ ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્યના આવરક અજ્ઞાનને વિષય કરે છે.” (શાહ: પર) ભાવરૂપ અજ્ઞાન અને જ્ઞાનાભાવનો ભેદ સમજવાને માટે નગીન શાહની ઉપર દર્શાવેલી રજૂઆત ખૂબ મહત્ત્વની છે. બધું બ્રહ્મમાં પહેલેથી જ અધ્યસ્ત હોય તો અજ્ઞાત સત્તા ધરાવતા પદાર્થોનું પ્રમાજ્ઞાન કઈ રીતે થાય ? એ પ્રશ્ન પણ ઉદભવે છે. નગીન શાહની ઉપર દર્શાવેલી અત્યન્ત મહત્વની રજૂઆતને સારરૂપે અહીં નીચે મુજબ રજૂ કરી શકાય : ૧. ઘટાધિષ્ઠાનભૂત શુદ્ધ ચૈતન્ય છે. ૨. ભાવરૂપ અજ્ઞાન તેનું આવરણ કરે છે. ૩. તેથી તેવું ઘટાધિષ્ઠાનભૂત ચૈતન્ય અભિવ્યક્ત થતું નથી. અભિવ્યક્તિ એટલે આવરણની નિવૃત્તિ. ૪. પ્રમાણવૃત્તિને લીધે અજ્ઞાનરૂપ આવરણનો ભંગ થાય છે. ૫. પરિણામે તેવું ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. ૬. ઘટાધિષ્ઠાનભૂત ચૈતન્ય આ રીતે અભિવ્યક્ત થાય તો શુદ્ધ ચૈતન્યમાં અભેદથી અધ્યક્ત ઘટનું પણ હુરણ થાય છે. ૭. પ્રમાણવૃત્તિ ન પ્રવર્તે ત્યારે ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્યને આવરી લેતું અજ્ઞાન સાક્ષીને ભાસે ૮. “ઘટને હું જાણતો નથી તે પ્રતીતિ ઘટને વિશેનાં અજ્ઞાનને વિષય કરતી નથી. તે તો ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્યના આવરક અજ્ઞાનને વિષય કરે છે. ભાવરૂપ અજ્ઞાનની આવી વિભાવના ઘણી જટિલ છે. તેને સ્વીકારવાને માટે શુદ્ધ ચૈતન્યને ઘટાધિષ્ઠાનભૂત માનવું પડે. તેની ઉપરના આવરણને માનવું પડે અને પ્રમાણથી આવરણ દૂર થતાં પહેલેથી જ ચૈતન્ય ઉપર અધ્યસ્ત વસ્તુનું ફુરણ પણ માનવું પડે. સાક્ષિસિદ્ધ ભાવરૂપ અજ્ઞાન કેવળ પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિથી જ દૂર થાય છે. વિષયની અભિવ્યક્તિ = આવરણની નિવૃત્તિ. જેને આપણે ઘટ તરીકે જાણીએ છીએ તે ઘટાવચ્છિન્ન ચૈતન્ય જ છે. (P, M. Modi. P.69; Note).
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy