SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 121 Vol. XXXVI, 2014 . નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર સુષુપ્તિમાં અવસ્થા-અજ્ઞાન ઉપરાન્ત મૂલાજ્ઞાનને માનવું પડે તે નગીન શાહે સ્પષ્ટ કર્યું છે. સુષુપ્તિમાં “હું કશું જાણતો ન હતો” એવું અનેક વિષય વિશેનું સ્મર્યમાણ અજ્ઞાન હોય છે. આવી અનેકવિષયવિશેષિત અવિદ્યાની સ્મૃતિને માટે અવસ્થા-અજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ માનવી પડે છે, પણ તે ઉપરાન્ત, મૂલાજ્ઞાનાકાર વૃત્તિ પણ ત્યાં માનવી તો પડે જ છે કારણ કે, તત્ત્વજ્ઞાનકાળ અને પ્રલયકાળ સિવાય અન્ય કાળે હંમેશાં મૂળ-અજ્ઞાનના આકારની અવિદ્યાવૃત્તિ તો હોય જ છે. સુતોત્થિત પુરુષને “હું મૂઢ હતો” એવી અનેકવિષયથી અવિશેષિત સ્મૃતિ પણ હોય છે, તેના ખુલાસાને માટે સુષુપ્તિમાં મૂલાજ્ઞાનાકાર વૃત્તિ સ્વીકારવી પડે. આમ, “ઉભયઅજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ સુષુપ્તિમાં સ્વીકારવી જોઈએ” (શાહ: પૃ.૧૮૭). અજ્ઞાત શુદ્ધ ચૈતન્ય મૂલજ્ઞાનનું નિરુપક છે. અજ્ઞાત ઘટ કે અજ્ઞાત પટ ઘટવિષયક કે પટવિષયક તુલાજ્ઞાનનો નિરુપક છે. અનેકવિષયથી વિશેષિત હોય તેવું અજ્ઞાન એટલે અવસ્થા-અજ્ઞાન (શાહ: ૧૯૨). (૫) ભાવરૂપ અજ્ઞાન અને જ્ઞાનાભાવ મધ્વવેદાન્તપક્ષે જ્ઞાનાભાવનાં પક્ષમાં દલીલો કરવામાં આવી છે, જ્યારે શાંકરવેદાન્ત પ્રમાણે અવિઘા ભાવરૂપ અજ્ઞાન છે, જ્ઞાનાભાવ નથી. આ વિવાદમાં તાર્કિક દલીલોનું જ મહત્ત્વ છે. અદ્વૈતપણે ભાવરૂપ અજ્ઞાનમાં ત્રણ સાક્ષિપ્રત્યક્ષો દર્શાવ્યાં છે - ૧. “હું અજ્ઞ છું.”; “હું મને કે અન્ય વસ્તુને જાણતો નથી.” – આ સામાન્ય રૂપનું સાક્ષિપ્રત્યક્ષ છે. ૨. “તમે કહેલો અર્થ હું જાણતો નથી” – આ વિશેષતઃ સાક્ષિપ્રત્યક્ષ છે. ૩. “એટલો વખત હું સુખેથી સૂતો હતો; કશું જ જાણતો ન હતો” – આ સુયોત્થિત પુરુષનું સ્મૃતિસિદ્ધ સાક્ષિપ્રત્યક્ષ છે. આ ત્રણ પ્રકારનાં સાક્ષિપ્રત્યક્ષ ભાવરૂપ અવિદ્યાનાં સાધક છે. (શાહ: ૫૧). દ્વતમતે આ બધી પ્રતીતિઓ જ્ઞાનાભાવરૂપ છે. એ ભાવરૂપ-અજ્ઞાનવિષયક નથી જ. - અદ્વૈતપક્ષે મુખ્ય દલીલ એ છે કે વિષયવિશેષિત પ્રમાજ્ઞાનનો અભાવ સાક્ષિપ્રત્યક્ષ દ્વારા ગૃહીત થાય જ નહીં. અભાવ અનુપલબ્ધિપ્રમાણનો (કે ઇન્દ્રિયપ્રત્યક્ષપ્રમાણનો) વિષય છે. સાક્ષિપ્રત્યક્ષનો તે વિષય જ નથી. (શાહ : ૧૩૧). હું ઘટને જાણતો નથી' એ પ્રતીતિનો વિષય જ્ઞાનનો અભાવ નથી, પણ સાક્ષિભાસ્ય ભાવરૂપ અજ્ઞાન છે. ભાવરૂપ અજ્ઞાન ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્યનું આવરણ કરે છે. પરિણામે, ઘટાધિષ્ઠાનભૂત શુદ્ધ ચૈતન્ય અભિવ્યક્ત થઈ શકતું નથી. પ્રમાણવૃત્તિ દ્વારા અજ્ઞાનરૂપ આવરણનો ભંગ થાય છે અને તેથી
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy