SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 115 Vol. XXXVII, 2014 નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર દ્વારા એ દલીલોનો પ્રત્યુત્તર એવો ઉપક્રમ રાખ્યો નથી. અહીં માત્ર અદ્વૈતવેદાન્તપણે અનાદિ ભાવરૂપ અને જ્ઞાનનિવર્ય એવી અવિદ્યાની વિભાવનાનું તાર્કિક રીતે રક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું છે તેનો અને તપણે જ્ઞાનાભાવ અને અદ્વૈતપક્ષે ભાવરૂપ અજ્ઞાનની વિભાવનાઓને બચાવી લેવાના કેવા પ્રયત્નો થયા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અવિદ્યાની વિભાવના વગર શાંકરવેદાન્ત સ્થાપી શકાય નહીં એટલે તાર્કિક આપત્તિઓ સામે કયા કયા નવા નવા ભેદો દર્શાવીને તેને સુરક્ષિત કરવામાં આવી છે તેની અહીં રજૂઆત કરી છે. આ લેખનો મુખ્ય પ્રશ્ન એ છે કે બ્રહ્મનું સત્યત્વ અને જગતનું મિથ્યાત્વ (તુચ્છવિલક્ષણત્વઅભાવવિલક્ષણત્વ) સ્વીકારનારા શાંકરવેદાન્તમાં પ્રતિભાસિક અને વ્યાવહારિક વસ્તુઓનો ભેદ કઈ તાર્કિક રીતે સુરક્ષિત રાખવામાં આવ્યો છે? નીચે દર્શાવેલી વસ્તુઓ અનુભવાય ત્યાં સુધી જ હોય. જ્ઞાતાના અનુભવોથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ કે તેની અજ્ઞાત સત્તા હોતી નથી - (1) સ્વપ્રો (2) શુક્તિરજત-રજૂ-સર્પાદિ બ્રાન્તિ (3) સુખદુઃખાદિ અનુભવો. જો કે, જ્ઞાતાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ - નદી, પર્વત, ખડક, વૃક્ષો, સૂર્ય, ચન્દ્ર વગેરે - પ્રતિભાસકાલમાનસ્થાયી નથી જ. જ્ઞાતા ન અનુભવે ત્યારે પણ તે વસ્તુઓ હોય છે. આ સંદર્ભમાં દષ્ટિસૃષ્ટિવાદ અને બૌદ્ધસમ્મત વિજ્ઞાનવાદ(બાધાર્થનિષેધવાદ)થી બચવા માટે તેની સામે પ્રાતિભાસિક વસ્તુઓ અને વ્યાવહારિક વસ્તુઓનો ભેદ પાડવો પડે છે. પરંતુ આવો ભેદ તો જગતનું સત્યત્વ સ્વીકારનારાને પણ માન્ય છે, તેથી, જગતના મિથ્યાત્વ સ્થાપવાને માટે ત્રણે કાળે અબાધિત બ્રહ્મની પારમાર્થિક સત્તા માનીને પ્રતિભાસિક વસ્તુથી ભિન્ન અને બ્રહ્મથી ભિન્ન વ્યવહારકાશમાત્ર સ્થાયી અજ્ઞાતસત્તાયુક્ત વસ્તુઓનો સ્વીકાર થયો છે. આવી વસ્તુઓ પણ અધ્યારોપિત જ છે. પ્રતિભાસિક વસ્તુઓની જેમ જે વસ્તુઓ પ્રતિભાસકાલમાત્રસ્થાયી ન હોય અને બ્રહ્મની જેમ ત્રણે કાળમાં જે અબાધિત ન હોય તેવી વ્યવહારકાળમાત્રસ્થાયી વસ્તુઓને માનવાથી અદ્વૈતવેદાન્ત, એક બાજુ દૃષ્ટિસૃષ્ટિવાદથી સુરક્ષિત રહે છે, તો બીજી બાજુ, તે તાર્કિક દૃષ્ટિએ જગતમિથ્યાત્વને સુરક્ષિત રાખી શકે છે. જો વ્યાવહારિક/પારમાર્થિક ભેદ ન પાડે તો જગતસત્યત્વવાદની આપત્તિ નડે અને જો પ્રતિભાસિક વ્યાવહારિકનો ભેદ ન માનો તો બૌદ્ધસમ્મત વિજ્ઞાનવાદનું ખંડન નિરર્થક થઈ પડે, કારણ કે, તેવા ભેદ વગર તો બાહ્યાર્થનિષેધવાદ માનવો પડે છે. આ સંદર્ભમાં આ લેખમાં, ચાર વિભાગોમાં નગીન શાહનાં પ્રકરણોમાં જે સામગ્રી છે તેને સમાવી લેવામાં આવી છેઃ (1) અન્તઃકરણવૃત્તિ અને અવિદ્યાવૃત્તિ (2) મૂલાન્નાન, તુલાજ્ઞાન અને અવસ્થા-અજ્ઞાન (3) ભાવરૂપ અજ્ઞાન અને જ્ઞાનાભાવ તથા (4) પ્રતિકર્મવ્યવસ્થા. નગીન શાહના અવિદ્યાવિષયક નિરુપણની ચર્ચા ઉપર દર્શાવેલા વિભાગોને આધારે કરીએ તે પહેલાં શાંકરવેદાન્તમાં અવિદ્યા શું છે ? તે પ્રશ્ન અંગેનો થોડો પરિચય મેળવવો જરૂરી છે. નગીન શાહના ગ્રંથમાં સંપૂર્ણ રીતે તર્કનિષ્ઠ રજૂઆતો જ છે.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy