SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 94 લક્ષ્મશ જોષી SAMBODHI ધર્મકીર્તિના તત્ત્વજ્ઞાનનું અકલંકે કરેલું વિવેચન – એક અભ્યાસ”; “Akalaika's Criticism of Dharmakirti's Philosophy –A Study આ મહાનિબંધ સ્વીકૃત થયો અને પ્રકાશિત થયો (૧૯૬૬) ત્યારે વિશ્વના સંસ્કૃતના વિદ્વાનોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. હાજિમે નાકામુરા (Hajime Nakamura) નામના જપાની વિદ્વાને આ મહાનિબંધનું અવલોકન કરતાં કહ્યું હતું કે, “The author's achievements are wonderful and successful in many respects. Hithertofore, Jain logic has been a field which nonIndian scholars have approached very Seldom...” અર્થાત્ મહાનિબંધના કર્તાની સિદ્ધિઓ, ઘણી બાબતોમાં અદ્ભુત અને સાફલ્યપૂર્ણ છે. આની પૂર્વે જૈન તર્કશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રનું ક્ષેત્ર એવું હતું કે જેમાં અભારતીય વિદ્વાનોએ ભાગ્યે જ પ્રવેશ કર્યો હોય....). મારી દષ્ટિએ નગીનભાઈ મૂવિટા: વિદ્વાન હતા. (પૂયવિદ્ય: પ્રશસ્યો મવતિ અર્થાત ઘણી વિદ્યાઓવાળો વિદ્વાન પ્રશંસાપાત્ર બને છે.– નિરુક્ત ૧-૫-૧૬). જૈન ધર્મ અને દર્શન, સાંખ્ય, યોગ, ન્યાય, નવ્ય ન્યાય, વૈશેષિક, શાંકરવેદાન્ત (અવિદ્યાવિચાર), બૌદ્ધદર્શન, પ્રાકૃતનામ કોશ વગેરે અનેક વિદ્યાક્ષેત્રોમાં ઊંડું ચિંતન કરીને પ્રમાણભૂત ગ્રંથો તેમણે આપણને આપેલા છે. તેથી નગીનભાઈ મૂવિદા: (મૂયસ્થ: વિદ્યા: થય સ) અથવા બહુશ્રુત વિદ્વાન હતા. વળી, નગીનભાઈ ઋગ્વદની પરિભાષા પ્રમાણે સ્થાપીત: વિદ્વાન હતા (ઋ. ૧૦-૭૧-૫) સાંભળેલું, વાંચેલું, લખેલું, મનન કરેલું એ બધું જ્ઞાન જે વિદ્વાનના ચિત્તમાં સ્થિર બનીને રહે તે વિદ્વાનને સ્થિરપીત વિદ્વાન કહેવાય. શાસ્ત્રના અર્થના મર્મને બરાબર સમજીને, ચિત્તમાં સ્થિર રાખીને અપેક્ષિત પ્રસંગે પ્રસ્તુત કરી શકે તે સ્થિરપીત. આવા મર્મજ્ઞ વિદ્વાન વિષે લોકો કહે છે કે આ વિદ્વાન ન્યાયશાસ્ત્રને કે વ્યાકરણશાસ્ત્રને ઘોળીને પી ગયો છે! (યથા ગાતાર્થ પુરુષ પીતાર્થમ્ તિ વતિ – સાયણભાષ્ય). નગીનભાઈ આવા સ્થિરપીત વિદ્વાન હતા. ભાસર્વજ્ઞના ન્યાયભૂષણના પ્રત્યક્ષ પરિચ્છેદ ઉપર, ડૉ.એસ્તેરબહેન સોલોમનના માર્ગદર્શન નીચે, હું પીએચ.ડી. માટેનો મહાનિબંધ તૈયાર કરતો હતો. ક્રાંતિકારી નૈયાયિક ભાસર્વજ્ઞના નિરૂપણમાં ક્યારેક અર્થનિર્ણયમાં કે કોઈક પ્રાચીન સંદર્ભ વિષે સંશય ઊભો થતો ત્યારે એસ્તેરબહેન નગીનભાઈને મળી લેવાનું મને સૂચન કરતાં. લા.દ.વિદ્યામંદિરમાં હું તેમને મળવા જતો ત્યારે તેઓ જયન્ત ભટ્ટની ન્યાયમંજરીના અનુવાદ-કાર્યમાં વ્યાપૃત રહેતા પણ શાસ્ત્રની ચર્ચા નગીનભાઈને ગમતી. પહેલાં તો આંખો સહેજ ત્રાંસી કરીને ગંભીરતાથી પ્રશ્નને સાંભળે અને પછી પોતે જાણતા હોય તો ઉચિત ઉત્તર આપે અથવા સમસ્યાને સમજવા બીજા ગ્રંથો જોવાનું કહે. હું પણ મારા માર્ગદર્શન નીચે પીએચ.ડી. સંશોધન કરતા વિદ્યાર્થીઓને સંશય-પ્રસંગે, નગીનભાઈને મળવાનું કહેતો. વાર્તાલાપમાં નગીનભાઈ કહેતા કે, ભારતીય તત્ત્વજ્ઞાનના ત્રણ મુખ્ય સ્તન્મે છે : (૧) ન્યાયશાસ્ત્રમાં જયન્ત ભટ્ટ, (૨) પૂર્વમીમાંસા શાસ્ત્રમાં કુમારિલ ભટ્ટ અને (૩) બૌદ્ધ દર્શનમાં ધર્મકીર્તિ. આ ત્રણેયના ગ્રંથોનું તલસ્પર્શી (તળિયું સ્પર્શાય તેવા ઊંડાણથી) અધ્યયન થવું જોઈએ. નગીનભાઈએ કરેલો, ન્યાયમંજરીનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ એ તેમનું ગુજરાતને મોટું પ્રદાન છે. જયન્ત ભટ્ટ અને ધર્મકીર્તિ (પીએચ.ડી. વિષય) એ બન્ને વિષે તો તેમણે ગહન અધ્યયન કરેલું.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy