________________
306
ગ્રંથ સમીક્ષા
हरिर्यज्ञाद् विनिर्गत्य सुन्दरालयमभ्यगात् । सुन्दरं व्याजहाराऽत्र मा भैषीर्जगजीवनात् ॥ ६३ ॥
શ્રીહરિ કહે છે : હે દ્વિજ ! વેદનું તાત્પર્ય હિંસામાં નથી, પરંતુ આસ્કિતને કારણે જે હિંસા થાય છે તેના સંકોચ માટે છે તેમ જાણો.
SAMBODHI
શાસ્ત્રમાં ‘અનેન યનેત’ કહ્યું છે તે ડાંગરના દાણાથી હોમ કરવો તેમ કહ્યું છે, ‘અજ’ શબ્દથી ડાંગરના દાણા કહ્યા છે પણ બકરાંને હણવાની વાત નથી.
હે દ્વિજશ્રેષ્ઠ ! બીજથી અર્થાત્ ત્રણ-ચાર વર્ષ જૂની, ન ઊગે તેવી ડાંગરથી હોમ કરો, જેમાં હિંસા જ નથી. (૪૬-૪૮)
‘યજ્ઞ હિંસામય છે’ આમ કહેવામાત્રથી ઉપરિચરવસુ દુઃખ પામ્યો હતો, તો યજ્ઞમાં હિંસા કરનાર કેમ દુઃખી ન થાય ? તમે કહ્યું કે પશુને હણે તે ધર્મ છે પણ તે સજ્જનોનો માર્ગ નથી. ધર્મનું ફળ સુખ છે અને અધર્મનું ફળ દુઃખ છે. પશુ હનન કરવારૂપી કર્મનું ફળ ભાગવતમાં દુ:ખ જ કહ્યું છે, તો પછી તેને ધર્મ કેમ કહેવાય ? (૪૯-૫૧)
ભાગવતના ચોથા સ્કંધમાં (૪/૨૫/૭.૮, ૪|૨૮/૨૬) પ્રાચીનબર્હિષ પ્રત્યે નારદજી કહે છે :
હે પ્રજાપતિ ! હે રાજન્ ! યજ્ઞશાળામાં હોમવા માટે ક્રૂરતાથી તૈયાર કરેલ હજારો પશુઓ તથા બીજા જીવસમૂહને જુઓ. તે તારા વેરને સંભારતાં થકા તારા મરવાની વાટ જુએ છે. તું મરીને પરલોકમાં જઈશ એટલે તેઓ અત્યંત ક્રોધથી પોતાનાં લોખંડનાં શીંગડાંએ કરીને તને છેદશે. .... જે નિર્દય રાજાએ જે યજ્ઞપશુઓનો બલિ આપ્યો હતો તે પશુઓ યાદ કરીને ક્રોધપૂર્વક કુહાડાથી તેને કાપવા લાગ્યા. (૫૨-૫૪)
શ્રીહરિ કહે છે : તું એમ કહે છે કે યજ્ઞમાં મૃત્યુ પામેલ પશુ સ્વર્ગમાં જાય છે તે વાક્યો તો તામસી ધર્મ છે. તેનું તાત્પર્ય પણ હિંસાના સંકોચ માટે જ છે. (૫૫)
મહાભારતમાં (શાંતિપર્વ ૨૬૫/૫-૬, ગીતાપ્રેસ) ભીષ્મ કહે છે : ધર્મ માન્યો છે પોતાનો આત્મા એવા મનુ ભગવાને સર્વ કર્મોમાં અહિંસાને મુખ્ય ધર્મ કહ્યો છે. (ત્યારે યજ્ઞમાં હિંસા કેમ કરે છે તેનો ઉત્તર જણાવતાં મનુ ભગવાન કહે છે :)
યજ્ઞને મિષે હિંસા કરીને માંસ ખાવાની ઇચ્છાથી યજ્ઞશાળાની બહાર વેદિકા પર પશુને મારે છે, તેથી સર્વશાસ્ત્ર પ્રમાણ થકી અહિંસારૂપ જે સૂક્ષ્મ ધર્મ છે તે કરવો. તેમ જે તમામ ભૂતપ્રાણીમાત્રની અહિંસા તે સર્વધર્મ થકી શ્રેષ્ઠ માની છે. (૫૬-૫૭)
મનુ ભગવાન કહે છે : પ્રાણીની હિંસા કર્યા વગર માંસ ક્યારેય ઉત્પન્ન થતું નથી. પ્રાણીનો વધ સ્વર્ગ આપનાર નથી. તેથી માંસભક્ષણનો ત્યાગ કરવો જોઈએ. (મનુસ્મૃતિ ૫/૮) (૫૮)
Jain Education International
વૃદ્ધ પરાશર પણ કહે છે : જે પ્રાણીનો વધ કરીને તેના માંસથી પિતૃઓને તર્પણ કરે છે તે મૂર્ખ ચંદનને બાળીને પિતૃઓને અંગારાનું લેપન કરે છે. (૫૯)
For Personal & Private Use Only
www.jainelibrary.org