________________
ગ્રંથ સમીક્ષા
SAMBODHI
કેળવી, જે વિરોધ અને શત્રુતામાં પરિણમી. તેનાથી ક્ષેત્રો, રાજ્યોના વિસ્તાર વધારવા માટે યુદ્ધો થયા. જે જીત્યા તેમણે શાસન ચલાવ્યું અને પોતાના કાયદા અને માન્યતાઓ બીજા પર લાદ્યા.
298
વિશ્વ કુટુંબની ઐતિહાસિક ઉત્ક્રાંતિ દરમિયાન બે પરિબળો સતત એકબીજાને અવરોધતાં રહે છે. એક પરિબળ તે બીજા પર શાસન લાદવાની તીવ્ર ઉત્કંઠા, જે માનવ અહંકારની યાત્રા છે. બીજું પરિબળ તે મુક્તિ અને વિકાસની આકાંક્ષા, જે જાગૃતિના વિસ્તરણ સાથેની આધ્યાત્મિક યાત્રા છે. ઉત્ક્રાંતિના પ્રત્યેક પગથિયે હિંસાનો દોર અને પ્રમાણ વધ્યાં છે... હવે સમય છે પરાભૌતિકના પથ અને ડહાપણના માર્ગે માહિતી, પ્રજ્ઞા અને મેધાથી પાર માનવ જાગૃતિ, ચેતનાને ફેલાવવાનો જેનાથી આપણને દુઃખ અને યાતનાના દૃષ્ટિબિંદુને પ્રેમ અને આનંદપ્રમોદમાં ફેરવી શકીએ.
આધિપત્યના વિવિધ ઘટકો વર્ણવીને લેખકે કઈ રીતે શાસકો, મજબૂત દેશો આધિપત્ય જમાવતા હોય છે તેની વાત કરી છે. પહેલો ઘટક : અંકુશ. બીજો ઘટક બીજાઓ પર શાસનની સત્તા. જો બીજા ૫૨ આપણી સત્તા નહીં હોય તો આપણા પર બીજાની સત્તા રહેશે. એવો ભાવ. ત્રીજો ઘટક : અવિશ્વાસ. છઠ્ઠો ઘટક : ઝૂંટવવાનો અથવા ઝૂંટવાઈ જવાનો ડ૨. સાતમો અને છેલ્લો ઘટક : દોષારોપણનો કહીને લેખકે કહ્યું છે ઃ જરૂરિયાતોના અધિક્રમનું કેન્દ્રબિંદુ આધિપત્ય પર આધારિત છે. વિશ્વકુટુંબના સભ્યોની પ્રગતિ સભ્યો વચ્ચેના સહકાર અને સહસર્જન પર આધાર રાખે છે. આમ છતાં સહકાર અને સહસર્જન મુકાબલા અને સ્પર્ધામાં ફેરવાયા છે. નેતાઓ પોતાના સ્થાનની સલામતી માટે અને સત્તા ટકાવી રાખવા માંટે આધિપત્યનો માર્ગ અપનાવે છે અને પરસ્પર સ્પર્ધા કરે છે. આપણે વિશ્વકુટુંબના સભ્યોએ જ નેતાઓને આ માર્ગે જવા દીધા છે.
ઉત્ક્રાંતિના સાત સિદ્ધાંતો દ્વારા કઈ રીતે વિશ્વકુટુંબમાં પ્રેમપૂર્વક રહી શકાય, કઈ રીતે આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાંથી ઉગરી શકાય તેના રસ્તાઓ બતાવ્યાં છે. હાલ ફ્લોરિડાના ઑરલાન્ડો શહેરમાં બે સંતાનો અને પત્ની સાથે વસતા વિપિન મહેતા મૂળે એંજિનિયર અને પછીથી ડેમોક્રેટ અને રીપબ્લિક બંને પક્ષના રાજકારણીઓના પરાભૌતિક અને આધ્યાત્મિક સલાહકાર તરીકે જાણીતા બન્યા છે. તેમણે દુનિયાભરના આધ્યાત્મિક ગુરુઓ અને ગૂઢવાદીઓ પાસે પરાભૌતિક અને આધ્યાત્મિક અધ્યયન કર્યું છે. ઉપરાન્ત હિન્દુધર્મ, બૌદ્ધ ધર્મ, તાઓ, જૈન, શીખ, ઝેન, ખ્રિસ્તી, યહુદી, ઇસ્લામ, સુફી સહિતના પરાભૌતિક અને આધ્યાત્મિક ધર્મગ્રંથનો અભ્યાસ કર્યો છે.
શ્રીદેવી મહેતાએ આ ગ્રંથનો એટલો સરસ અનુવાદ કર્યો છે કે મૂળ ગુજરાતી ગ્રંથરૂપે જ લખાયો હોય તે પ્રકારની અનુભૂતિ આ પુસ્તક વાંચતી વેળાએ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં આ વિચારણા પ્રમાણમાં સહજ લાગે એ હદે આપણામાં વણાયેલી છે. સભાન એવા બૌદ્ધિકો, આધ્યાત્મક માર્ગના પ્રવાસીઓ અને માનવતાના પ્રવર્તકો સ્વાભાવિક જ આ ગ્રંથના વિચારો સાથે સહમત થાય. જરૂર છે આ વિચારને આચરણમાં ફેરવી શકાય તે માટેના સરળ, સહજ ઉપયોગોની. કેમકે જીવનની વર્તમાન આંટીઘૂંટીઓમાં અટવાયેલા સામાન્યજન પાસે મનને જાણવા, વિશ્વને કુટુંબ રૂપે સમજવા અને ખાસ તો લોભામણા રસ્તે અગ્રેસર કરનારાં રાજનેતાઓ, ધર્મનેતાઓ કે પછી જેની સમીપ જીવે છે એવા શિક્ષકો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org