SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVI, 2013 પરંપરા મુક્ત વિચારણાની રાહ પર 297 અપાયું નથી. હકીકતમાં તો માનવસંબંધો અને માનવચેતનાના વિકાસને સર્વોચ્ચ અગ્રતા અપાવી જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા તો માત્ર તેને હંકારવાની છે, તેને માર્ગદર્શન આપવાની નથી. તેને બદલે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે અબજો ડૉલર ખર્ચી નાંખવામાં આવ્યા છે. પરિણામે માનવીઓની પરસ્પરને સમજવાની ક્ષમતાનો વિકાસ કરતા પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ વેગીલો બન્યો છે. માનવચેતનાને સંચાલનનું સુકાન સોંપ્યા વગર આપણે ઝંઝાવાતમાં જ હંકારે રાખ્યું છે. હવે માનવજાતિની નૌકાનો સંપૂર્ણ વિનાશ થાય તે પહેલાં આપણે ઝડપભેર અને કાળજીપૂર્વક તેનું શાંત પાણી તરફ દિશાપરિવર્તન કરવું પડશે.' આટલી પીઠિકા રચી આપ્યાં પછી લેખક માનવચિત્ત પર કેન્દ્રિત થયા છે. જ્ઞાન શું છે? ચિત્ત કઈ રીતે કાર્યરત થાય છે. એમાં માહિતીઓમાંથી માંડી પ્રજ્ઞા, મેધા અને અતીન્દ્રિય બોધ સુધી કઈ રીતે માનવચિત્ત વિસ્તરે છે. તેનાથીએ આગળ પરાભૌતિક બાબતોમાં સક્રિય થઈને પરમ સુધી પહોંચવાના માગ કયા કયા હોઈ સકે-તેની ઊંડાણભરી વિચારણા એમણે સરળ ભાષામાં, ગ્રાફ દ્વારા દર્શાવીને માનવચિત્તને સમજવા, સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કેમકે, કોઈપણ મોટી સમસ્યાના મૂળ આખરે તો માનવચિત્તમાં પડેલા છે. એટલે એના મૂળને સમજયા વિના સાચા ઉકેલો સુધી પહોંચવું અશક્ય જ બની રહે. એ લખે છે : “આતંકવાદનો નિવેડો લાવવાના અને વિશ્વશાંતિ સ્થાપવાના સાંપ્રત અભિગણો માહિતી, પ્રજ્ઞા અને માનવજાતિ વૈશ્વિક વિનાશ તરફ ધકેલાય છે. આપણા જ્ઞાનને ઉન્નત કરીને પરંપરા મુક્ત વિચારવું એ આપણા બસની વાત છે. આપણા મન અને મનઃસ્થિતિને બદલવા પરાભૌતિક જ્ઞાનના સ્તર સુધી આપણા જ્ઞાનને વિકસાવવું પડે. તેનાથી વૈશ્વિક ઉપચાર થઈ શકશે. આ કર્તવ્યની શરૂઆત માટે આપણે માનવમનની, તેની સંપૂર્ણ જટિલતા સહિતની રચના સમજવી પડશે.” પરંપરામુક્ત વિચારવા માટે કેમ મુશ્કેલી સર્જાય છે, માનવચિત્તને પરંપરાગત શૈલીએ કઈ રીતે ઘડવામાં આવ્યું છે ને પરિણામ સ્વરૂપે સામાન્યતઃ એ કઈ દિશામાં ગતિ કરે છે તેના તારણો આપ્યા પછી પરંપરામુક્ત થવા માટે કેવા માર્ગો હોઈ શકે તેની વિગતે વિચારણા આપી છે. સાત ઘટકો સમજાવીને ઉત્કટ ડહાપણ સુંધી કઈ રીતે પહોંચી શકાય ને કઈ રીતે સામાન્ય થી અસામાન્ય થવાની દિશા હાથ લાગે તેના નિર્દેશો લેખક દ્વારા આપવામાં આવ્યાં છે. લેખકે એક જ અંશમાંથી જન્મેલી માનવજાત કઈ રીતે વાડાઓમાં વિભક્ત થઈ તેની વાત આ રીતે કહી છે : “આદિ માનવ પોતાના રક્ષણ માટે સમૂહમાં રહેવા લાગ્યો. વસ્તી વધવા લાગી. સાથે રહેવાના કારણે તેમણે સલામતી અનુભવી અને તે એકબીજા પર આધાર રાખતા થયા. તેમણે ખાવા માટે અન્ન, હવામાન સામે રક્ષણ મેળવવા કપડાં અને રહેવા માટે ઝૂંપડાં બનાવ્યાં. અસ્તિત્વ ટકાવી રાખવાની તથા સલામતીની મૂળભૂત જરૂરિયાતો સંતોષાતાં તે આગળ વધ્યો તેના પછીની જરૂરિયાત અને માનસન્માનની ભાવનાથી તે આગેવાનો બન્યા. તેમણે તેમના સમુદાયોને માર્ગદર્શન અને સેવા માટેની સત્તા અને જવાબદારી ધારણ કરી. આ બધાં સમુદાયો વિકસીને રાજ્યો બન્યાં અને આખરે આખી દુનિયા પર છવાઈ ગયા. સંબંધની ભાવના બહુ મહત્ત્વની છે. સમુદાયોમાં તે વર્ણ, જાતિ, વંશ તથા રાજકીય અને ધાર્મિક માન્યતાઓ આધારિત હોય છે. તેમણે ક્ષમતા, ધન અને તાકાતના આધારે સ્પર્ધાની લાગણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy