________________
પરંપરામુક્ત વિચારણાની રાહ પર
ગ્રંથ સમીક્ષા : નરેશ શુક્લ
એક જુદા જ પ્રકારના ગ્રંથને વાંચવામાં અને પછી એને ચિત્તમાં રસાય તે માટેના ખાસ્સા સમય પછી એ ગ્રંથ વિશે લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આરંભે જ આ ગ્રંથના અનુવાદક શ્રીદેવી મહેતાને ખુબ ખુબ અભિનંદન પાઠવી રહ્યો છું. એમણે અંગ્રેજી ભાષામાં લખાયેલા આ ગ્રંથને ગુજરાતીઓ માટે સુલભ કરી આપ્યો તે બદલ.
મૂળ લેખક વિપીન મહેતાએ બહુ મોટી ચેલેન્જ સ્વીકારી છે. આજે પૃથ્વી પર અનેક જીવોમાં પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો કરતી માનવજાતે સમગ્ર ગ્રહ પર અધિકાર જમાવી દીધો છે. કેટલીક બાબતોએ એની શ્રેષ્ઠતા નિર્વિવાદ પણ લાગે. પણ એની આ વિકાસદોડમાં દિશા ખરેખર સાચી છે જે કંઈક અવળા જ પાટે ચડી જવાયું છે - તે વિશે વિચારવું. અધધ કહી શકાય એટલા ભાતીગળ રૂપો ધરાવતા માનવસમુદાયને કોઈ ચોક્કસ અને હકારાત્મક દિશામાં કઈ રીતે વાળતો તે કદાચ અકલ્પનીય તાકાત માગી લેતો કોયડો જ ભાસે છે. ખાસ કરીને અત્યારના સમયે જે કેટલીક વૈજ્ઞાનિક આફતો આપણી સામે એના વિકરાળ ચહેરા સાથે ઉજાગર થવા માંડી છે એનાથી બચવાની મથામણ જો નહીં કરીએ તો માનવજાતનું અસ્તિત્વ રહેશે કે કેમ તે પ્રશ્ન બહુ ગંભીર બનવા જઈ રહ્યો છે. માનવ કલ્યાણના દાવા કરવા સાથે જન્મેલા અનેક ધર્મો, વિચારસરણીઓ, રાજયવ્યવસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સમાન્તરો વિકસેલા ભૌતિકવાદી અભિગમે એવો તો ગૂંચવાડો સર્જી આપ્યો છે કે એમાંથી બહાર આવીને આપણી સાથે જીવતા અન્ય જીવો અને ગ્રહને બચાવવા માટે કંઈક વિશિષ્ટ એવા વ્યાપક વિચારોને સ્વીકાર્યા વિના આરો ન રહે...! સામુહિક નાશને ટાળીને મંગલમય ભવિષ્ય માટે અનેક વિચારકોએ આપેલ વિચારસરણીઓમાંથી સત્ત્વ તારવીને મહાબદલાવની પરંપરા મુક્ત વિચારણા આપવી એ આ ગ્રંથના કેન્દ્રમાં છે.
પુરોવચનમાં હેરિયટ ફૂલબ્રાઈટ દ્વારા કરવામાં આવ્યું છે કે, “વૈશ્વિક ઉપચાર શ્રેણીના ત્રીજા અને છેલ્લા પુસ્તક-વૈશ્વિક ઉપચાર-આશાની નવી ઝાંખી-માં વિપીન મહેતાએ રચનાત્મક, સહાયકારી પ્રવૃત્તિ પર ફોકસ રાખીને શાંતિપૂર્ણ સમાજની રચના માટેના વૈશ્વિક આયોજન બાબતે ધ્યાન દોર્યું છે. - વિપીન મહેતાના વિચારો સેનેટર કૂલબ્રાઈટના વિચારો અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ-વિનિમય પ્રોગ્રામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org