________________
Vol. XXXVI, 2013
ગુજરાતી લોકરામાયણ
આ સાંભળી રાવણ ધનુષ્ય ઉપાડવા ધસી ગયો. લખમણે કહ્યું કે આપણી લાજ જાશે. આથી રામે પરથમીના ભારવાળી મીણની માખી બનાવી ધનુષ્ય પર ચોટાડી. ધરતીના ભારવાળું ધનુષ્ય ઉપાડવા જતા રાવણનો હાથ દબાયો. સીતાજી બોલ્યા : ‘રઢ મેલ તું રાવણ રાણા રે, પત ગઈ ને હાથ દબાણા રે !' રાવણ વીલો પડી હેઠે બેઠો. રામે ધનુષ્ય પકડ્યું તો ધરતીમાતી બોલ્યાં : ‘મારા પર ધનુષ્ય મૂકી બાણ ચડાવશો તો પરથમી ફાટી જશો.' રામે અઢી વરહના વાછડા પર ધનુષ્ય ટેકવ્યું. વાછડો કકે : ‘કળિયુગ હળે જોતરી લોકો મને મારી નાખશે. રામે વરદાન આપ્યું : ‘બળદિયો થઈ તું બળવાન થશે ને હજારો મણ ભાર તું તારી શકશે.'
રામ-સીતાનાં લગ્ન થયાં. ત્રણ દિવસના રોકાણ પછી અયોધ્યા જવા નીકળ્યા. પૂછ્યા ગાઠ્યા વગર દીકરો પરણ્યો એટલે દશરથે દેશવટો દીધો અને દરવાજે જાહેરનામું ચોટાડ્યું. આ વાંચી રામ, લક્ષ્મણ, સીતા વનમાં ગયા. થાકેલા સીતા બોલ્યા : ‘બળ્યું આ વન ! ને વન બળી ગયું. લક્ષ્મણે કહે : ‘તમે મને મેર કહો તો હું ય મરી જાઉં !
275
રામ-લક્ષ્મણે વનમાં મઢી બનાવી. રામે કુઈ ખોદી સીતાએ પાણી સીંચી બાગ બનાવ્યો. રાવણે બે મોઢાવાળો મૃગલો બની બાગ ચરી જવા લાગ્યો. સીતાએ રૂપાળું હરણ જોતાં રામને કહ્યું : ‘આ જાનવર મારી મને કંચવો કરાવો.’ રામ કહે : ‘સાવ સોનાનો અલાવું સીતાજી કંચવો રે, આવી ચામડાની તમે શી રહ્યું લીધી રે ?’ સીતા કહે; ‘નથી મારે બાંધવો નથી મારે માડી જાયે વીર રે ! મારા મનની તે કોણ પૂરે આશ રે ?' આથી સીતાનું ધ્યાન રાખવા અને મઢીને રેઢી ને રાખવાનું કહી રામ વગડે ગયા ને હરણને બાણ મારતાં હરણે પાડી ચીસ – ‘ધાજો મારા લખમણ વીર રે !'
સીતાએ કહ્યું : ‘લખમણ ભાઈ ! તમારા બંધવને ભીડ પડી ! લખમણ કહે ભીડ ન પડેય. સીતા બોલ્યાં, ‘વીરા લખમણ મનમાં વિચારે રે કે રામજી ને મારનાર મળશે રે, તો સીતાજી સુખે ભોગવશું રે !’
લખમણ જતીને વહમું લાગ્યું માતાજીનું વેણ. એ રામચંદ્રજીની આણ આપી રામતની વહારે ગયા. રાવણ બાવો બની ભીક્ષા માગતો મઢી બહાર ઊભો. સીતા બોલ્યાં; ‘કેમ કરી આલું ભીક્ષા રે, આડી રામતણી છે દુવાઈ રે !’ બાવાએ ઝોળીમાંથી પવન પાવડી કાઢી એના પર થઈ આવવા કહ્યું અને સીતા પાવડી પહેરતાં બાવો બોલ્યો : ઊડ ઊડ પવન પાવડી રે, જઈ પડ લંકાગઢની માંય રે !
રસ્તામાં આવળે રાવણની મજાક કરી : ‘મૈયા કહી બૈરી કરવા લઈ જાય છે. આથી ખુશ થઈ સીતા કહે; ‘તને બારેમાસ ફૂલ ઉઘડશે ખલકુડી આવી અને સીતાને બચાવવા રાવણના નાકે બટકું ભર્યું. રાવણે મચ૨ડીને હડફી દીધી. હાડિયો(=વનનો કાળો કાગડો) સીતાને બચાવવા રાવણને પગની પીંડી કાપી પથ્થર લોહીવાળા કર્યા, એ ખાતાં ગીધનો ભાર વધી ગયો અને ઊડી ન શકયો. રાવણ સીતાને લઈ લંકામાં પહોંચી ગયા. રાવણે લગ્ન કરવા કહ્યું તો સીતાજી બોલ્યાં : ‘૫૨ણુંય તોય છ મહિના પછી, ઇ મોર્ય મૈં નઈ તો જીભ કચરી મરું.' રાવણે સીતાને રૂપાળા બાગમાં રાખ્યા.
રામ-લક્ષ્મણ મઢીએ પાછા આવ્યા. સીતાને ન જોતાં રામ વિલાપ કરવા લાગ્યા. લક્ષ્મણ કહે : ‘શીદ રૂઓ ઘેલા મોરા રામ રે ! સીતા જળકમળ ન નીપજે, ઘેર ઘેર સીતા ન હોય !' ને રામ રોયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org