________________
274
હસુ યાજ્ઞિક
SAMBODHI
ભાંગવા સીતાને છોડીને ગયો? સીતાજીને કહે છે, ચામડાનો કબજો વળી કોણે પહેર્યો તો તે એની રઢ લીધી? અંતે હનુમાનના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે, લંકામાં લા લગાડીને આવ્યો તે પરબારી સીતાને જ ઊંચકી લાવવામાં તને ભાર લાગ્યો?
ગીતામાં અનેક સંદર્ભો છે, જેનો સંબંધ લિખિત પરંપરાને બદલે મુખ્યપરંપરાની રામકથા સાથે છે. રામની સીતાત્યાગમાં તો લોકરામાયણ જૈન રામાયણનો પણ આધાર લે છે. પરંતુ ગીતોમાં તો એના અંશો મળે છે. પૂરી કથા આપણને ગામડિયું રામાયણ ગદ્યમાં આપે છે. અને એ જ આપણા માટે લોકપરંપરાની રામાયણનો એકમાત્ર ઉપલબ્ધ સ્રોત છે, કેમકે બીજી એવી કોઈ પૂરી રામકથા ગુજરાતી લોકસ્રોતમાંથી સંપાદિત થયેલી ઉપલબ્ધ બનતી નથી. ગામડિયું રામાયણ
લોકકંઠની પરંપરામાં ગદ્યમાં રામકથા હોય તેને ગામડિયું રામાયણ અને મહાભારત કથા હોય એને ગામડિયું મહાભારત કહેવામાં આવે છે. પદ્યમાં લોકોમાં તથા કેટલાક કથાગીતોમાં પણ રામકથા મળે છે, પરંતુ એ સંક્ષિપ્ત હોય છે.
ઇ.સ. ૧૯૬૮માં પ્રગટ થયેલા લોકસાહિત્યમાળાની મણકા ૭માં પૃષ્ટાંક ૨૮૫ પર ગામડિયું રામાયણ પ્રગટ થયું છે. એનું કથાનક સંક્ષેપમાં આ પ્રમાણે છે :
રાવણે શિવને કમળપૂજા ખરી, પ્રસન્ન કરી ચૌદ ચોકડીનું રાજય મેળવ્યું. ભગવાન (=વિષ્ણુ)ને થયું, અનિષ્ટ કરશે આ અહંકારી. આથી બ્રાહ્મણના વેશે ચૌદ ચોકડી કરતાં પા ચોકડીનું રાજય વધારે સારું એમ કહી બ્રાહ્મણે ભેળવ્યો. રાવણે ફરી પ્રસન્ન કરી પા ચોકડીનું રાજય મેળવ્યું અને બાવાઓ (=ઋષિઓ) પાસે કર માગ્યો. ૭૮ રૂખીઓએ ટચલી આંગળીના લોહીનું ટીપું ઘડામાં નાખી, એનું મોટું બંધ કરી તે ઘડો રાવણને આપ્યો. નવ મહિને ઘડાનું મોટું ખોલતાં અંગુઠો ધાવતી બાળકી જોઈ, ભામણને તેડાવી જોશ જોવડાવ્યા. તેમણે કહ્યું: “દીકરી રહે તો રાવણ કેરા કુળનો ખે થાય !”
રાવણે નવજાત બાળકીને બંધ પેટીમાં મૂકી ગંગાજીમાં વહેતી મૂકી. સૂતાર અને ધોબીએ તે જોઈ હાથ કરી પેટી સુતારે રાખી. બાળકીને ધોબીએ રાજા જનરખને આપી. એ મોટી થી. પેટી સુતારે રાખી. બાળકીને ધોબીએ રાજા જનરખને આપી. એ મોટી થઈ. જનરખે ગામતરે જતાં સીતાને મહાદેવની પૂજા કરવા કહેલું તેથી સીતાએ સાડી છસો મણનું ધનુષ્ય ઉપાડી કચરો પંજો વાળ્યો. રાણીએ આ વાત જનરખને કરી. એમણે નજરે જોઈ ખાતરી કરી આવી બળુકીને એવા જ બળિયા સાથે પરણાવવાનું નક્કી કરી મલક મલકનારાજાને તેડાવ્યા. માતમ રૂખી સાથે લઈ ગયા ને રામ લખમણને ઉકરડા પર ઊભા રાખ્યા. હાથી કળશ લઈને નીકળ્યો અને બધા રાજાને છોડી ઉકરડા પર ઊભેલા રામ પર કળશ ઢોળ્યો. લોકોને થયું કે ઝાઝા માણસો જોતાં હાથીની સમજમાં નથી આવ્યું એથી ફરી હાથણીને શણગારીને મોકલી તો એણે પણ રામ પર કળશ ઢોળ્યો. આથી લોકો કકે નિયા કરવા બીજી કસોટી કરો. “જે કોઈ આ ધનુષ્ય લઈ ચડાવે રે, ઈને સીતા વરમાળ પે'રાવે રે !”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org