________________
Vol. XXXVI, 2013
ગુજરાતી લોકરામાયણ
271
રચનાઓ કરી, સંભવ છે કે તે ગવાતી પણ થઈ હોય ને કંઠપ્રવાહમાં કેટલોક કાળ વરતી પણ રહી હોય, આમ છતાં લિખિત સ્રોતની આવી વ્યક્તિકૃત રચનાઓનો સમાવેશ આપણે લોકગીતમાં કરતા નથી, વ્યક્તિકૃત સાહિત્યમાં કરીએ છીએ. એનું કારણ પણ તાત્ત્વિક રીતે એટલું જ નથી કે એનો રચનાર કોણ છે, તે આપણે જાણીએ છીએ, અથવા એ રચનાઓને કંઠપ્રવાહમાં સાતત્યપૂર્ણ સ્થાન નથી, એ બોલીમાં હોવાના બદલે ‘ભાષામાં છે. હકીકતે જે રચનાઓનો સમાવેશ આપણે વ્યક્તિકૃત કે પ્રશિષ્ટ વા લિખિત સાહિત્યમાં કરીએ છીએ એ “સાહિત્ય' છે, “લોર' નથી. એમાં લોકોને ગમે, સ્પર્શ, સમજાય એવું ઘણું છે, પરંતુ આવી રચનાઓ પોતે મૂળથી જ પોતાની રીતે જ પૂર્ણરૂપમાં કંડારાઈ ચૂકેલી શિલ્પકૃતિ જેવી છે. એનો દેહ અનુનેય flaxible નથી, એમાં જાતિ-જ્ઞાતિ-પ્રદેશ-સમયાનુસાર તરતું રહ્યાથી કંડારાઈ એ રૂપમાં જ ટકી રહેવાનું છે. એનો આમ વર્ગ પણ અમુક નિશ્ચિત અને મર્યાદિત એવા એથનિક ગ્રુપ વડે બનેલો છે. એ કૃતિરૂપે જ એનું રૂપ કાયમ માટે ટકાવીને રહેવા ધારે છે, લિખિત પ્રવાહ જ એનો મુખ્ય વાહક છે. લોકો માટે, એક સાક્ષર-નિરક્ષર એવા મોટા સમુદાય માટે જેણે રચના કરી. જેના માટે આપણે ‘લોકકવિ' એવો પર્યાય પ્રયોજીએ છીએ, તેનો હેતુ આથી ભિન્ન છે. એને લિખિત પરંપરાના આધારે જ નહીં લોકોના કંઠના પ્રવાહે જ પોતાનું કૃતિરૂપ વહેતું કરવાનું છે. એ “લોર” છે, અણધડ-એક આકારને જ ઉપસાવે એવો આકાર એને છે જે લોકકંઠનો રદો લાગતાં પોતીકું નવું, ઉપયોગી, જરૂરી એવું
પ્રયોજિત રૂપ ધરી શકે છે. પ્રદેશ-ભાષા બોલી-જાતિ/કર્તા-સમય વગેરેનાં પરિવર્તન સાથે જ આવી | ‘તરતી', “અનુનેટ Floatind and flexible રચના, પોતાનું મૂળ માળખું જાળવી શબ્દ સમેત ઢાળ,
લય વગેરે બદલી શકે છે. એમાં કવચિત કડીઓના વધારા-ઘટાડાનો, નવા જ શબ્દો કે નવાં જ કલ્પનો અને બીજાં તત્ત્વો ઉમેરવાનો અવકાશ છે. રામાયણ વિષયક ગીતનો જ દૃષ્ટાંત તરીકે જોઈએ તો ‘રામલક્ષ્મણ બે બાંધવા રામૈયા-રામ” રચના જુઓ. “રામૈયા રામ' જ એક વિશિષ્ટ લય અને ગીત સર્જનપ્રવર્તન માટેનો ચલણી સિક્કા જેવો મુખડો આપે છે ને એ જ હવે મુખ્ય લયનું સંક્ષેપમાં રજુ થતી રામકથાનું માળખું અનેક રચનાઓ સિદ્ધ કરી આપે છે. “રામૈયા રામ' જ કેટલાક લોકસમુદાય “રામ મૈયારા’ કરી શકે છે ને નવું જ રૂપ ગીતનું માળખું બંધાય છે. સમાન લયાત્મક મુખડો, ગીતમાળખું, કડીઓ સાચવતાં વિવિધ લોકગીતો મળે તેમાં કોઈ એકને જ મુખ્ય કે મૂળ અને અન્યને રૂપાન્તર પાઠાન્તર કહી ન શકાય. સાહિત્ય-રચનાનું આવું ધોરણ લોકસાહિત્યને લાગુ ન પડે. ગીતમાં કોઈ જ એક રચના મૂળને બીજા એના રૂપાન્તર કહી ન શકાય. લોકગીતમાં સહુને પોતપોતાનો જ પાઠ છે, જે પ્રાદેશિક, ભાષિક, જાતિગત, સમસામયિક પરંપરાએ જ લોકોના કંઠપ્રવાહમાં બંધાયો હોય છે.
ગદ્ય અને પદ્યની કથ્ય અને ગેય એવી રામકથા વિષયક રચનાઓ તે લોકરામાયણ, આટલી સ્પષ્ટતા પછી બીજી ધ્યાનમાં લેવાની બાબત “ગુજરાતની લોકરામાયણ' અને “ગુજરાતી લોકરામાયણ' એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાની “ગુજરાતની રામાયણ’ એમ કહીએ ત્યારે એમાં ગુજરાત પ્રદેશમાં બોલાતી મુખ્ય પ્રાદેશિક ભાષા ઉપરાંત કચ્છી, ચારણી અને ભીલી એ ત્રણેનો સમાવેશ થાય છે. ગુજરાતીને જેમ મુખ્ય ૬ અને પેટા બોલીઓને લક્ષમાં લેતાં બીજી આઠ, દશથી પણ વિશેષ પ્રાદેશિક અને જાતિગત બોલીઓ છે તેમ કચ્છીની પણ પ્રદેશભેતુ વાધેરી, બાબાણી, કચ્છ જાડેજા, જરી, વાગડી જેવી બોલીઓ છે. ચારણી તથા ભીલીને પણ અનેક પ્રાદેશિક અને જાતિગત ભેદ ધરાવતી સંલગ્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org