________________
ગુજરાતી લોકરામાયણ
હસુ યાજ્ઞિક
‘લોકરામાયણ પર્યાયનો સર્વસામાન્ય અને ગ્રાહ્ય અર્થ લોકો દ્વારા ગદ્યમાં કે પદ્યમાં કહેવાતી કે ગવાતી રામકથા છે. એ “કહેવાય અથવા તો ગવાય, અથવા તો સનૃત્ય કે સાભિનય એની રજુઆત થાય કે પછી શરીરેતર પણ પદાર્થના માધ્યમોનો પણ પ્રયોગ થાય ત્યારે એનો સમાવેશ સામાન્ય રીતે વાણીના માધ્યમે જ પરંપરિત રહેતા લોરના બનેલા “કંઠ પ્રવાહ-પરંપરામાં થાય છે. આથી, સાહજિક રીતે જ કહેવાતી આવી ગદ્ય-રચના અથવા ગવાતી પદ્ય-ગેય-રચના પરંપરિત હોય છે, વ્યક્તિકૃત એવી. રચનાના બધાં લક્ષણો ધરાવતી હોતી નથી, શું કહેવાનું કે ગાવાનું છે એને જ લક્ષમાં લેનારી, નહીં કે કેવી રીતે કહેવાયું છે, ક્યા શબ્દોના રૂઢ અને નિશ્ચિત એવા શબ્દદેહમાં કહેવાયું છે એની સ્વીકાર-મર્યાદા ધરાવતી. આથી એનું મૂળ માળખું અને એની પરંપરા જળવાય છે પરંતુ ગદ્યકથનમાં એનું કોઈ રૂઢ શબ્દદેહનું, અભિવ્યક્તિનું વ્યક્તિકૃત માળખું જળવાતું નથી. કથકે કથકે એક જ કથકના વિવિધ કથનહેતુએ એનું શબ્દદેહી માળખું બદલાય છે, પરંપરિત માળખાને જાળવીને પણ એમાં હેતુ-જરૂરત પ્રમાણે લંબાણ-ટુંકાણ થાય છે, કેટલાક અવનવાં પૂરક એવાં રોચક અંગો પણ એમાં ઉમેરાય છે. આથી જ આવી રચનાને પ્રશિષ્ટથી નહીં પરંતુ વ્યક્તિકૃત સાહિત્યથી જૂદી પાડીને એનો સમાવેશ લોકસાહિત્યમાં કરીએ છીએ.
આ જ બાબત કેટલેક અંશે રામાયણ વિષયક લોકગીતને પણ લાગુ પડે છે. આવાં ગીતો બહુધા, પ્રાદુભાવે તો વ્યક્તિકૃત જ હોય છે. સામાન્ય રીતે લોકસમૂહ, કેટલાક બહુ જ અલ્પ અપવાદોને બાદ કરો તો, કોઈ રચના કરતો નથી. આપણે જેવાં-જેટલાં રામકથાવિષયક લોકગીતો છે, તે લગભગ બધાં જ આરંભે તો વ્યક્તિકૃત સાહિત્યની જ રચનાઓ છે. આમ છતાં આવા ગીતની રચનાઓનું ‘કતૃત્વ પણ “લોક પર આરોપીને એને લોકગીત” એવી સંજ્ઞા આપીએ છીએ તેનું કારણ એ છે કે એ લોકો માટે જ, લોકોને જ દૃષ્ટિમાં રાખીને લખાયાં હોય છે. અહીં “લોક' એટલે ભાષા, બોલી, વસ્ત્રાભૂષણ, ખાનપાન, ધાર્મિક-સામાજિક-નૈતિકાદિનાં ધોરણો અને માન્યતાઓ, શ્રદ્ધા અને રૂઢિઓ-ધારણાઓ વગેરેની સમાનતા છે એવું એથનિક-ગ્રુપ. આથી જ આવી રચનાઓમાં મુખ્ય ધબકાર જ લોકતપ્પ-Folk elementનો હોય છે. લિખિત પરંપરાના મધ્યકાળના ભાલણાદિ કવિએ પણ રામવિષયક પદો લખ્યાં, એનો ગીતોમાં, પદમાં સમાવેશ થઈ શકે, નિશ્ચિત એવા આમ વર્ગને, એથનિક ગ્રુપને જ દૃષ્ટિમાં રાખીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org