SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ધનપાલ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર નીલાંજના શાહ પ્રસ્તાવના પાણિનીય વ્યાકરણશાસ્ત્રમાં, અષ્ટાધ્યાયી જેટલું જ મહત્ત્વનું સ્થાન ધરાવતા પાણિનીય ધાતુપાઠ પર અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ વ્યાખ્યાતાઓએ વૃત્તિઓ રચી છે. તેના પરના પ્રસિદ્ધ વૃત્તિકારોમાં, ક્ષીરતરંગિણી'ના કર્તા ક્ષીરસ્વામી (અગિયારમી સદી), “ધાતુપ્રદીપ’ના કર્તા મૈત્રેયરક્ષિત (ઇ.સ. ૧૧૨૦ આસપાસ)અને દેવકૃત ‘દૈવ' પરના પુરુષકાર વાર્તિકના કર્તા કૃષ્ણ લીલાશુક (આ. તેરમી સદીના ઉત્તરાર્ધ) અને “માધવીયા ધાતુવૃત્તિ'ના કર્તા સાયણ (ઇ.સ.ની ચૌદમી સદી)વગેરેને ગણાવી શકાય. આ બધામાં સાયણની “માધવીયા ધાતુવૃત્તિ કે જેમાં પાણિનીય ધાતુ પાઠના બધા જ ધાતુઓની ઉદાહરણ સાથે વિસ્તૃત ચર્ચા મળે છે તે સૌથી વધારે અગત્યની છે. આ વૃત્તિમાં, અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ ધાતુપાઠના પૂર્વ વૃત્તિકારોના અભિપ્રાયો, તેમના નામોલ્લેખ સાથે સાયણે ટાંક્યા છે, તેથી તે રીતે પણ એની અગત્ય વધારે છે. આવા અપ્રસિદ્ધ વૃત્તિકારોમાં કાશ્યપ, આત્રેય, વર્ધમાન, સુધાકર, ધનપાલ, કૌશિક, સમ્મતાકાર, આભરણકાર વગેરેને ગણાવી શકાય. તેમાંથી ધનપાલ નામના એક અપ્રસિદ્ધ વૈયાકરણના પાણિનીય ધાસૂત્રો વિશેના જે મત ‘માધવીયા ધાતુવૃત્તિમાં તેમજ ‘પુરુષકાર વાર્તિક'માં મળે છે તેમને આ લેખમાં દર્શાવ્યા છે. ધનપાલ નામના આ વૈયાકરણની વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસ લખનારાઓએ ખાસ નોંધ લીધી લાગતી નથી. યુધિષ્ઠિર મીમાંસકે તેમના હિંદીમાં લખેલા “સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસમાં, ધનપાલનો શાકટાયનીય ધાતુપાઠના વૃત્તિકાર તરીકે પરિચય આપ્યો છે. બીજે ક્યાંયથી પણ એમનો વિશેષ પરિચય મળતો નથી. ડૉ. કા. વા. અત્યંકરે પણ એમના 'A Dictionary of sanskrit Grammer' પુસ્તકમાં આ ધનપાલની નોંધ લીધી નથી. પાણિનીય ધાતુપાઠના વૃત્તિકાર આ ધનપાલ, સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કથા “તિલકમંજરીના કર્તા અને રાજા ભોજના રાજકવિ ધનપાલ (આશરે ઈ.સ. ૯૫૦-૧૦૫૦) થી સાવ જુદા છે એ નોંધવું ઘટે. આ ધનપાલનો નિર્દેશ હેમચંદ્રાચાર્યના “સિદ્ધહેમશબ્દાનુશાસન' પરની સ્વોપન્ન બૃહવૃત્તિમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy