SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVI, 2013 વૈદિક વાફમયમાં તત્કાલીન સમાજનું નિરૂપણ 223 शश्वती नायभिचक्ष्याह सुभद्रमर्य भोजनं बिभर्षि ॥२ ८/१/३४ એક પત્ની વિચાર જ આદર્શ માનવામાં આવતો. પરંતુ અપવાદ સ્વરૂપે બહુપત્નીત્વની પ્રથા પણ અસ્તિત્વમાં હતી. વિધવા-વિવાહ : વેદકાલીન સમાજમાં વિધવા સ્ત્રીઓને પુનઃલગ્નની અનુમતી પ્રાપ્ય હતી. ઋગ્વદ– ૧૦.૧૮.૮ उदीर्घ नार्यभि जीवलोकं गतासुमेतमुप शेष एहि । हस्तगामस्य दिधिषोस्तवेदं पत्युर्जनित्वमर्भि सं बभूथ ॥१३ પ્રમાણે તે બાબત સિદ્ધ દેખાય છે. વળી ઋગ્વદ – ૧૦.૪૦.૨ માં જણાવેલ છે કે, कुह स्विघोषा कुह वस्तोरश्विना कुहाभिपित्वं करतः कुहोषतुः ।। को वा शयुत्रा विधवेव देवरं मर्यं न योषा कृणुने सद्यस्थ आ ॥१४ વિધવા જે પ્રકારે તેના દેવરની સાથે રહે છે. પુરુષ સ્ત્રીની સાથે રહે છે. એ પ્રમાણે તમે બંને કોની સાથે રહો છો અહીં ‘દેવર'નો અર્થ “બીજો વર” એમ થાય છે. અથર્વવેદમાં પણ વિધવાવિવાહનો ઉલ્લેખ છે. અથર્વવેદ–૯.૫.૨૭–૨૮ તે બાબત સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. શિક્ષણ-પદ્ધતિ : વેદક શિક્ષણ પદ્ધતિનો પ્રમુખ ઉદ્દેશ્ય માનવની આંતરિક શક્તિઓને સુવિકસિત કરી અને એને જીવનની સમસ્યાઓના ઉકેલ માટે સમર્થ બનાવવાનો છે. ઋગ્વદ–૧૦.૧૦.૮.૫ પ્રમાણે અથર્વવેદના ૧૧માં કાંડમાં બ્રહ્મચારીના આદર્શ જે નિરૂપિત થયેલ છે. તત્કાલીન શિક્ષણ વ્યવસ્થા સ્મૃતિ, ધારણા અને બોધ એ ત્રણ પર આશ્રિત હતી. ઋગ્વદના મહૂક સૂકતમાં ફક્ત ગોખણપટ્ટી કરનાર અને પોપટની જેમ અભ્યાસુને દેડકા સાથે સરખાવેલ છે. વેદકાલીન યુગમાં આચાર્યોની ધારણા હતી કે વિદ્યા સાથે મરવું શ્રેષ્ઠ છે તથા જિજ્ઞાસારહિત શિષ્યને વિદ્યાદાન કરવાનો કોઈ જ અર્થ નથી. વેદકાલીન શિક્ષણપ્રણાલિકા વેદ, વેદાંગ, માનવશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખનીજવિદ્યા, તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, બ્રહ્મવિદ્યા Military Science, Political Science, Astronomy, Toxicalory Physical Geography, Anthropoloy qoldne BARULH udì. ગુરૂ એજ શિષ્યને પોતાનું જ્ઞાન પ્રદાન કરતા જે પવિત્ર, અપ્રમાદી, મેઘાવી, બ્રહ્મચારી અને જ્ઞાનનો સંરક્ષક હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy