________________
Vol XXXVI, 2013 વૈદિક વાડ્મયમાં તત્કાલીન સમાજનું નિરૂપણ
221 સમાજની સમરસતાનો ખ્યાલ નિહિત છે.
વૈદિક સમયમાં-સમાજમાં શુદ્રો પ્રત્યે તિરસ્કારની કોઈ જ ભાવના વિદ્યમાન ન હતી શતપથ બ્રાહ્મણ – ૫.૬.૮ પ્રમાણે.
રાજયાભિષેક પ્રસંગે જે નવ રત્નોનું વર્ણન છે એમાં શુદ્રોનો પણ સમાવેશ થયેલ છે. આમ વસ્તુતઃ વૈદિક સમાજ સમરસતામાં જ માનનારો હતો તથા એક જ પરિવારમાં, વિભિન્ન વર્ગગત વ્યવસાયોથી સંબંધિત લોકો પરસ્પર પ્રેમ અને સૌમનસ્ય પૂર્વક નિવાસ કરતા જોવા મળે છે. કૌટુંબિક જીવન:
વૈદિક સાહિત્યમાં ભારતીય પરિવારોમાં સુખ અને સાંમજસ્યનું વાતાવરણ સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. ગૃહિણીનું પરિવારમાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પત્ની ઘરની સંભાળ, બાળકોનું લાલનપાલન સાથે અગ્નિહોત્રાદિકાર્યોમાં ભાગ લેતી અને પતિના ધાર્મિક અનુષ્ઠાનમાં સહયોગ આપતી. ઋગ્વદ–૩.૫૩.૬ પ્રમાણે
अपाः सोममस्तमिंद्र प्रयोहि कल्याणीर्जाया सुरणं गृहे ते ।
यत्रा रथस्य बृहतो निधानं विमोचनं वाजिनो दक्षिणावत् ॥ સુંદર વેશભૂષાથી વિભૂષિત થઈને આનંદદાયક સ્મિત ફેલાવતી સ્ત્રી પતિની પ્રિયતમા તો હતી જ પરંતુ એના દાયિત્વોમાં પણ હોંશે-હોંશે ભાગ લેતી. (ઋગ્વદ – ૧.૧૨૨.૨ ૧૨.૪.૩.૨) . सिंधोरिव प्राध्वने श्रूधनासो वातप्रमियः पतयन्ति यह्वाः ।
धृतस्य धारा अरूषो न वाजी काष्ठा भिंदन्नुर्मिभः पिन्वमान ॥ ४-५८-७ . વૈદિક ગૃહિણીનું જીવન સ્પૃહનીય છે. વૈવાહિક મંત્રોમાં તેના ગૌરવ, દાયિત્વો અને અધિકારો સ્પષ્ટ થાય છે. તે સાચે જ પત્ની-ગૃહની સામ્રાજ્ઞી હતી.
પરિવારના દરેક સદસ્યો એક બીજા સાથે મધુર વ્યવહાર કરતા ભાઈ-બહેન મીઠા વચનોના પ્રયોગ નારીની સ્થિતિ : - સ્ત્રી અને પુરુષને માનવજીવનની ગાડીના બે ચક્રો સમજીને સ્ત્રીને પુરુષની સમકક્ષ જ સ્થાન આપેલ છે. પત્ની પુરુષનું અધું અંગ છે.
सम्राज्ञी श्वसुरे भव सम्राज्ञी श्चश्रवां भव ।
ननान्दरि सम्राज्ञी भव सम्राज्ञी अधि देवृषु ॥ * ઋગ્વદ ૧૦.૮૫.૨૫ પ્રમાણે નવવિવાહિત વધૂને પોતાના ઘરમાં પ્રવેશીને ઘરના સભ્યો પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org