SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXV, 2012 કૌટિલીય અર્થશાસ્ત્ર ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ 199 આત્મવિદ્યાને એ રીતે આન્વીક્ષિકી ટેકો આપે છે કે કેમ તે પ્રશ્ન કૌટિલીયને માટે મહત્ત્વનો ન હતો તેમ હાલ્બફાસ માને છે. આ દૃષ્ટિએ આન્વીક્ષિકી = Philosophy નહીં, પણ આન્વીક્ષિકી = analytics. પરંતુ ન્યાયે તો આન્વીક્ષિકીને પ્રત્યક્ષ-આગમ આશ્રિત વિશ્લેષણ પદ્ધતિ – analytics તરીકે સ્વીકારીને તેનું ક્ષેત્ર તદ્દન મર્યાદિત કરી દીધું. એક બાજુ methodological reasoning ને મહત્ત્વ આપવાનો દાવો કરવો અને બીજી બાજુ તેને શાસ્ત્રપ્રમાણથી મર્યાદિત કરવું તે કેવી રીતે માન્ય થાય? કૌટિલીયમાં આન્ધીક્ષિકીને સ્વતંત્ર તાર્કિક સમીક્ષા પદ્ધતિ તરીકે સ્થાન હતું અને તે અર્થમાં તે અધ્યાત્મવિદ્યાથી ભિન્ન ગણાઈ હતી અને કદાચ તેથી જ ચાર્વાક દર્શનને આવીક્ષિકી તરીકે કૌટિલીયે સ્વીકાર્યું હોય. પ્રશ્ન એ છે કે આન્વીક્ષિકી એકસરખી હોય તો દર્શનભેદ શાથી? (Halbrass : 1990) કૌટિલીયે સાંખ્યયોગ અને લોકાયત આન્વીક્ષિકીમાં સમાવેશ કર્યો છે. હાલ્બફાસ માને છે કે સાંખ્યનો પ્રમાણવિચાર આન્વીક્ષિકી ગણાય તો તે અર્થમાં સાંખ્યદર્શન આન્વીક્ષિકી (analytics) પણ છે અને અધ્યાત્મશાસ્ત્ર (esoteriology)પણ છે. પરંતુ તો પછી પ્રમાણવિચાર અને આવીક્ષિકીના ભેદનો પ્રશ્ન થાય છે. લોકાયત એક બાજુ વૈદિક આત્મવિદ્યાની વિરુદ્ધ છે, બીજી બાજુ, તે અનુમાન પ્રમાણને માનતું નથી તે છતાં તેને પ્રમાણવિચાર તરીકે આન્વીક્ષિકી ગણી શકાય કે કેમ તે પ્રશ્ન પણ હાલ્ડંફાસના વિવેચનથી ઉદ્દભવે છે. હાલ્બફાસ મુજબ કૌટિલીયે યોગદર્શનનો જે સમાવેશ કર્યો છે ત્યાં પતંજલિના યોગદર્શનનો નહીં પણ ન્યાયશાસ્ત્રનો નિર્દેશ છે તેમ પણ સમજી શકાય. (1990 : P. 278) (આન્વીક્ષિકી = યુક્તિ) તર્કને શાસ્ત્ર પ્રમાણ સાથે જોડીને આગમથી અવિરુદ્ધ સ્વરૂપમાં છૂટથી પ્રવર્તવા દેવો જોઈએ, પરંતુ આગમથી વિરુદ્ધ તે કશું સ્થાપી શકે તેમ ન હોય તો લોકાયતવાદને આન્વીક્ષિકી કેવી રીતે ગણાય તે પ્રશ્ન પણ રહે છે. દર્શનભેદ કદાચ સ્વતંત્ર તટસ્થ આન્વીક્ષિકીથી સ્થપાતો હશે ? (૮) ચાર વિદ્યાઓનાં વર્ગીકરણ વિશે પ્રશ્ન એ છે કે જો પ્રત્યેકના વિષય જુદા છે તે રીતે વિચારો તો ચાર નહીં પણ વિષ્ણુપુરાણમાં જેનો ઉલ્લેખ છે તે ૧૪ વિદ્યાઓ ગણવી પડે – ચાર વેદો, છ વેદાંગો (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ) અને મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર. જો કે વિષયભેદે વિદ્યાભેદ કરતાં તો ૧૪ નહીં પણ ઘણી વિદ્યાઓ થાય – જેમ કે આયુર્વેદ. જો કહો કે વિષય પ્રમાણે નહીં પણ પુરુષાર્થ પ્રમાણે વિદ્યાઓનું વર્ગીકરણ થાય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં ઉપનિષદ અને આણ્વીક્ષિકી બેને મોક્ષ જ લક્ષ્ય હોવાથી એક પુરુષાર્થ સાધતી બે વિદ્યા માનો અથવા તે બે નો ભેદ ગૌણ કરી નાખો. દંડનીતિ (અર્થશાસ્ત્ર) અને વાર્તા બને આમ તો અર્થના પુરુષાર્થ (goal) સાથે જ સંકળાયેલ ગણાય. આ આપત્તિનો ઉકેલ એ છે કે ભલે ત્રયી અને આન્વીક્ષિકીનું ક્ષેત્ર એક જ પુરુષાર્થનું ક્ષેત્ર હોય પણ આન્વીક્ષિકી બધા વિદ્યાશાખાના આધારરૂપ, તર્કશાસ્ત્ર (science of logic) તરીકે સ્વતંત્ર રીતે સ્વીકારી શકાય. [Joshi L. V. A, Critical Study of the Pratyaksa Pariccheda of Bhāsarvajña's Nyāya-Bhusana (1986) (PP 83–85].
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy