________________
198
ગ્રંથ સમીક્ષા
SAMBODHI
આત્મવિદ્યા ન હોય ત્યાં આન્વીક્ષિકી દર્શનવિશિષ્ટ અધ્યાત્મવિદ્યા/આત્મવિદ્યાને જ સ્થાપશે ને? જો આવીક્ષિકી તટસ્થ હોય અને અધ્યાત્મવિદ્યા દર્શનભેદે ભિન્ન હોય તો આન્વીક્ષિકી અને અધ્યાત્મવિદ્યાનો સંબંધ શું છે? સર્વસમ્મત આન્વલિકી માનો પણ તેમાંથી પરિણમતું અધ્યાત્મદર્શન જુદું હોય તો શું કરવું?
(૪) એસ્તેર સોલોમન મુજબ ચાર્વાક મતે ચૈતન્યથી વિશિષ્ટ દેહ એ જ આત્મા છે. પ્રત્યક્ષ સિવાય અનુમાન વગેરેનો સ્વીકાર લોકાયંતવાદમાં નથી. જો કે તે બીજાં દર્શનોની જેમ પ્રમાણ, પ્રમેય, પુરુષાર્થ વિશે પોતાનો મત ધરાવે છે. દર્શનનું પૂરેપૂરું રૂપ તેમાં છે.
કૌટિલીય અર્થશાસ્ત્રમાં પણ લોકાયતના અધ્યયનની ખાસ ભલામણ કરી છે. આવી ભલામણને આધાર એ છે કે “લોકાયત એ Politico-economic-social philosophy પ્રકારનું દર્શન હશે. તેમાં રાજ્યવહીવટ અને રાજયની સામાજિક આર્થિક પરિસ્થિતિ, વ્યવસ્થિત, સુખી અને સમૃદ્ધ રહે તેવું ઇષ્ટ માન્યું છે, પણ અદૃષ્ટ પદાર્થનો વ્યર્થ વિચાર કરીને ઐહિક સંપત્તિનો ભોગ આપવાની તેની તૈયારી નથી” (સોલોમન : પૃ. ૧૦:૨૦૦૫).
નીતીન દેસાઈની દષ્ટિએ એક ખંડનયોગ્ય પૂર્વપક્ષ તરીકે કૌટિલીયે ચાર્વાકદર્શનની ભલામણ કરી હશે. સોલોમન તે દર્શનમાં સામાજિક – રાજકીય ચિન્તનની કેટલીક ઉપયોગીતા જુએ છે. પ્રશ્ન એ છે કે ચાર્વાકદર્શન (મતના અર્થમાં) દર્શન તો છે જ, પરંતુ તે અનુમાનનો જ નિષેધ કરે છે તેથી આન્વીક્ષિકા તરીકે તેને કેમ ઘટાવી શકાય? (આન્વીક્ષિકી અને અધિકાર વિશે જુઓ, Franco 449 470)
(૫) જો આન્વીક્ષિકી અધ્યાત્મદર્શન હોય તો પણ જે અર્થમાં ચાર્વાકમાં આત્મદર્શન છે તે અર્થમાં સાંખ્યમાં આત્મદર્શન નથી જ.
| (૬) જયંત ભટ્ટ પ્રમાણે તો ન્યાયનો અર્થ છે – અનુમાન. ભટ્ટ પૂછે છે કે સાંખ્ય, આહતો વગેરેમાં અનુમાનનું શિક્ષણ આપવાનું કૌશલ્ય ક્યાંથી હોય? વેદવિરોધી બૌદ્ધોના તર્કને તો કેવી રીતે માની શકાય? ચાર્વાક તો ઉલ્લેખપાત્ર જ નથી ત્યાં વળી તેમના “ક્ષુદ્ર તર્કને વિચારવાનું જરૂરી જ નથી. જયંત મુજબ તો ન્યાયવિદ્યા જ આવીક્ષિકી છે. અન્વીક્ષા એટલે અનુમાન. અનુમાન સમજાવે તે શાસ્ત્ર આન્વીક્ષિકી (ન્યાયમંજરી–૧ : નગીન શાહ : પૃ. ૭). આમ કૌટિલીય પછી તો ખાસ અર્થમાં ન્યાયદર્શનને જ આન્ધીક્ષિક તરીકે નૈયાયિકોએ સ્વીકાર્યું. ન્યાયના મતે તો પ્રત્યક્ષ અને આગામે જે અર્થને જાણ્યો છે, તેને ફરી અને પાછળથી જાણવો તે અન્વીક્ષા. આગમમાં વેદબાહ્ય બૌદ્ધ-જૈન આગમો માન્ય ન થાય. અને આગમમાં ન માનનાર ચાર્વાક પણ માન્ય ન થાય. તેથી ન્યાયદર્શન પોતે જ પોતાને આન્વીક્ષિકી અને અધ્યાત્મવિદ્યા તરીકે ઘટાવે છે તે જોતાં, આવીક્ષિકી અને અધ્યાત્મવિદ્યા બંને દર્શનવિશિષ્ટ બની જાય છે.
(૭) વિલ્હેલ્મ હાલ્ડંફાસ (India and Europe, 1990, ch. 15) માને છે કે કૌટિલીયે આન્વીક્ષિકી શબ્દ પદ્ધતિના અર્થમાં – “investigative science” ના અર્થમાં પ્રયોજયો હતો. વેદનિષ્ઠ