SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 202 અભય દોશી SAMBODHI સરળતા, નિષ્પરિગ્રહિતા, શુદ્ધ આચાર, જ્ઞાનપીપાસા અને પરમાત્મભક્તિ આદિ ગુણોના અપૂર્વ યોગે સમગ્ર જૈન સમાજ અને વિદ્ધસમાજ માટે પરમ આદરણીય બની રહ્યા. તેમના જીવનમાં ક્ષમા આદિ ઉત્તમ મુનિગુણો ઓતપ્રોત થયા હતા, તે અંગેના બે પ્રસંગો પૂજ્ય આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્ન-સૂરીશ્વરજી મહારાજ સાથેના અંગત વાર્તાલાપમાંથી જાણવા મળ્યા હતા. પુણ્યવિજયજીએ જેસલમેરથી કેટલીક પ્રતો અમદાવાદ માઈક્રોફિલ્મીંગ માટે મોકલાવી હતી. તેમાંની કેટલીક કથા-સાહિત્ય સંબંધિત હસ્તપ્રતો એક ભાઈએ રાખી દીધી થોડા સમય બાદ એ હસ્તપ્રત આધારિત સંપાદનો એ ભાઈના નામે પ્રકાશિત થયા. આ ઘટનાથી મુનિશ્રીના વિદ્યાગુરૂ પંડિત સુખલાલજી અત્યંત ક્રોધિત થયા. તેઓ પુણ્યવિજયજીને મળવા આવ્યા, ત્યારે પુણ્યવિજયજી કપડાનો કાંપ કાઢી રહ્યા હતા. (જૈન સાધુનાં વસ્ત્ર ધોવાની ક્રિયાને કાંપ કાઢવો તરીકે ઓળખાય છે.) તેમણે આવતા બારણામાં જ કહ્યું; “એ ભાઈ પર કેસ કરો.” પુણ્યવિજયજી કાંપ કાઢતાં જ ઊભા થઈ આદરપૂર્વક કહ્યું; “ના એ નહિ બને, કારણ હું જૈન સાધુ છું.” આવા ક્ષમાગુણના ભંડાર પુણ્યવિજયજી એકવાર સંશોધનના કાર્યમાં વ્યસ્ત હતા. તે સમયે તેમના પરિવારના એક મુનિએ ચોવિહાર માટે પીવા પાણી મૂક્યું. તેમણે કહ્યું, આ કાર્ય પૂર્ણ થતાં પાણી વાપરી લઈશ. પરંતુ પ્રફનું કાર્ય પૂર્ણ થવામાં થોડી વધુ વાર લાગી. આ બાજુ મુનિએ ઉતાવળમાં પાણી પરઠવી લીધું. કાર્ય પૂર્ણ થયે પાણી માંગ્યું, પરંતુ પાણી તો પરઠવાઈ ગયેલું. લક્ષ્મણભાઈ ભોજક આદિએ આજુબાજુમાં પ્રયત્ન કર્યો, પરંતુ ઊકાળેલું પાણી મળી શક્યું નહિ. આવા પ્રસંગે પણ મુનિ પુણ્યવિજયજીએ પરિવારના તે મુનિને ઠપકો દેતો એક અક્ષર પણ કહ્યો નહિ, આમ તેઓ જીવનમાં ક્ષમામૂર્તિ બની રહ્યા. . તેમની અપાર ઉદારતા અને વાત્સલ્યનો લાભ તેમના પરિચયમાં આવનાર નાના-મોટા સૌને થતો. ચતુર્વિધ જૈનસંઘ પરત્વે પણ તેમને અપાર લગાવ હતો. શ્રી લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિરના સર્જન બાદ તેના એકાંત સ્વાધ્યાયખંડમાં સ્થિરતા કરી સંશોધન કરવાની વિનંતી થઈ હતી, પરંતુ તેમણે લોકોની વચ્ચે, સંઘ સાથે રહી પોતાનાં સંશોધન-સંપાદન આગળ વધારવાનું પસંદ કર્યું હતું. શ્રમણીઓના જ્ઞાન-ધ્યાન-અભ્યાસમાં વૃદ્ધિ થાય, તે માટે તેઓ અપાર ખેવના ધરાવતા. પોતાની વૃદ્ધ સાધ્વી માતાની આંખોનાં તેજ ચાલ્યા ગયાં હતાં, પરંતુ વૃદ્ધ માતાને સમાધિ રહે એ માટે એ પોતે અથવા પોતાના અંતેવાસી મુનિ રમણિકવિજયજીને નંદીસૂત્ર આદિની ગાથાઓનો સ્વાધ્યાય સંભળાવવા મોકલતા. તેઓ મુનિઆચારનું પણ શક્ય એટલી શુદ્ધિપૂર્વક પાલન કરતા. - તેઓ દીક્ષાના ૬૦ વર્ષે પર્યાય પૂર્ણાહુતિના વડોદરા મહોત્સવ બાદ મુંબઇ પધાર્યા. મુંબઈમાં વાલકેશ્વર પર ચાતુર્માસ નિશ્ચિત થયું હતું. પરંતુ તે પૂર્વે જ જેઠ વદ આઠમ, ૨૦૧૭ના દિવસે, ૧૪ જૂન ૧૯૭૧, રોગોની પીડા ઘેરી વળી, અને મુનિશ્રીએ બચાની હોસ્પિટલમાં આ નશ્વર દેહ છોડી પરલોકની યાત્રાએ પ્રયાણ કર્યું. સમગ્ર જૈનસંઘ માટે આ દિન અત્યંત દુઃખદ બની રહ્યો. તેનો “આગમપ્રભાકર' તેનાં શાસ્ત્રો પર પ્રકાશ પાથરનારો સૂર્ય જાણે આથમી ગયો. પુણ્યવિજયજીએ પોતાના જીવનમાં જ્ઞાનની અપૂર્વ
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy