SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXIII, 2010 પુણ્યવિજયજી : સંશોધન-સંપાદન ક્ષેત્રે પ્રભાવશાળી.. 201 આ કાર્યોમાં તેમણે દાદાગુરુ અને અન્ય સ્ત્રોતોથી પ્રાપ્ત થયેલ પુષ્કળ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. આ સંગ્રહનું પણ તેમણે સૂચિપત્ર તૈયાર કર્યું; તેમ જ જૈનસંઘના ગૌરવવંતા દાનવીર કસ્તુરભાઈના પુરુષાર્થનો સમન્વય થતાં લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર'માં આ હસ્તપ્રતસંગ્રહ સચવાયો. સાથે જ પુણ્યવિજયજીના પ્રયત્નોથી ખેડાસંઘ, અન્ય મુનિઓના જ્ઞાનભંડાર પ્રાપ્ત થતાં શ્રી લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિરની હસ્તપ્રતસમૃદ્ધિ અપૂર્વ બની રહી. એ અને કોબાનો શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનભંડાર જૈનસંઘની અપૂર્વ સમૃદ્ધિ સમા છે. આ જ્ઞાનભંડારોના રક્ષણ, સંવર્ધન અને તેની હસ્તપ્રતોને આધારે થતાં સંશોધનોથી જ જૈનસાહિત્યની સમૃદ્ધિ વધુ વ્યાપકપ્રમાણમાં પ્રજા સુધી પહોંચી શકી છે. મુનિશ્રી પુણ્યવિજયજીને કળાકારિગીરીની પણ ઊંડી સૂઝ હતી, આથી હસ્તપ્રતોમાંનાં કલાત્મકચિત્રોની જાળવણી અને પ્રસિદ્ધિ પણ સમયે સમયે કરતા. | શ્રી લા.દ.પ્રાચ્ય વિદ્યામંદિર સાથે એક મ્યુઝિયમ સંકળાયેલું છે, તેના એક ભાગમાં પુણ્યવિજયજીના ઉપયોગની વસ્તુઓ સચવાઈ છે. પેન, પેન્સિલ, રજોહરણ, મુહપત્તી આદિ ઉપકરણો સાથે જ એક નાનકડી ડબ્બીમાં શત્રુંજય પરથી પ્રાપ્ત થયેલા સ્ફટિકના ચોખા અને થોડી ગિરિરાજની પવિત્ર ધૂળ સંગ્રહાયાં છે. આમાં પુણ્યવિજયજીના જીવનમાં વ્યાપક શ્રદ્ધાતત્ત્વનાં પણ દર્શન થાય છે. તર્કશુદ્ધ સંશોધન વૃત્તિ સાથે પરમતત્ત્વ પ્રત્યેની પરમશ્રદ્ધા એમના જીવનમાં પૂર્ણપણે વ્યાપ્ત હતી, એનું ભાવભીનું દર્શન થાય છે. આમ, પુણ્યવિજયજીના જીવનમાં તર્ક અને શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા બન્ને યુગપત રીતે વહેતાં રહ્યાં છે. તેમને હસ્તપ્રતલેખનમાં પણ ઊંડી શ્રદ્ધા હતી. મુદ્રિત પુસ્તકોનું આયુષ્ય ઓછું હોવાથી ભવિષ્યમાં પુનઃ હસ્તલિખિત પુસ્તકોની જરૂરત ઊભી થશે. આ શ્રદ્ધાથી તેમણે “જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા માં હસ્તપ્રતલેખન માટેની વિવિધ સામગ્રી, શાહી બનાવવાની, કાગળ બનાવવાની વિધિઓ, પ્રત સુરક્ષા માટે ઘોડાવજ આદિની પડીકી આદિની ખૂબ ઝીણવટભરી નોંધ કરી છે. સોનારૂપાની શાહી કેવી રીતે બનાવવી તેની પણ માહિતી આપે છે. શ્રી પુણ્યવિજયજી આમ અત્યારે જે Manuscriptologyની આજકાલ બહુ ચર્ચા છે, તે વિષયનું પાયાનું પુસ્તક ઉપલબ્ધ કરી આપે છે. તેમની શ્રદ્ધા ખરે જ સાચી પડી છે. આજે અમદાવાદમાં શ્રુતલેખનમ્ અને અન્ય સંસ્થાઓ દ્વારા હસ્તપ્રતલેખનનું કાર્ય પુનઃ શરૂ થયું છે અને તેમાં શ્રી પુણ્યવિજયજીનું આ પુસ્તક અને પુણ્યવિજયજીના માર્ગદર્શનમાં તૈયાર થયેલ લક્ષ્મણભાઈ ભોજક આદિનો પાયાનો સહયોગ રહ્યો છે. એમના આ સમગ્ર કાર્યના અભિવાદનાર્થે દીક્ષાપર્યાયના ૬૦મા વર્ષે વડોદરા સંઘે “જ્ઞાનાર્જલિ” નામે અભિવાદન ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. તેમાં ડૉ. એ.એન.પાધે Muni shri Punyavijayji : An Institution નામના લેખમાં કહે છે; “He easily shares his information with his other colleagues but also helps with material as well different scholars working in various field of studies. He has obliged the community of scholars more fruitfully than even a big institution can claim to do." આમ, સંસ્થા સમા, અરે અનેક સંસ્થાના પ્રાણસમા પુણ્યવિજયજી પુણ્યમય જીવન જીવ્યા અને
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy