________________
192
રસીલા કડીઆ
SAMBODHI
(૨) હાજાપટેલની પોળનો ગૃહગ્રહણક દસ્તાવેજ પ્રસ્તુત દસ્તાવેજ જીર્ણ તથા સ-છિદ્ર ઘણો છે. કાપડ પરના આ દસ્તાવેજની ધારી ફાટેલી છે. પ્રારંભની બે લીટીઓનાં લખાણ સાથેનો ભાગ તથા અંતનો ‘મતુ' તથા “સાાિ ના હેડિંગ પછીનો ભાગ ફાટેલો હોવાથી પ્રારંભની બે લીટીઓનું લખાણ મળતું નથી આમ છતાં, આ જ ઘરના બીજા ભાગનો વેચાણ દસ્તાવેજ છે તેની પરિપાટી પ્રમાણે જ આ લખાયો હોવાને લીધે મૂકી શકાય તેટલા શબ્દો ચોરસ કૌંસમાં મૂકેલ છે. દસ્તાવેજના મૂળ પાઠની મત અને સાક્ષી બાદ કરતાં કુલ ૬૭ લીટીઓ છે. છિદ્રો વધુ હોવાને લીધે વચ્ચે વચ્ચે શબ્દો, કે વાક્ય વંચાયા નથી. તેટલી જગ્યાએ કાપડ ફાટી જ ગયેલું છે તેથી તેનું માપ ઝેરોક્ષમાં તે “ખાલી જગા બતાવે છે. તેનું માપ ૪૪ 3 ” X ૯ =” છે. અક્ષરો સ્થૂલ કદના છે.
દસ્તાવેજની લિપિ દેવનાગરી છે. ભાષા સંસ્કૃત, ગુજરાતી મિશ્ર છે. ત્રિપાંખિયો “અ” વપરાયો છે પણ વળાંક આજના “અ” તરફ જતો જણાય છે. “ષ” “ખના અર્થમાં પ્રયોજાય છે અને પ્રતિલિપિમાં ષ' લખી તેને કૌંસમાં (ખ) મૂકેલ છે. હું દીર્ઘ કરવા હું કરી ઈની માત્રા લગાડી છે. (દા.ત. ) “ણ તથા લ આજના વર્ષો જેવા છે. “ડ ને ઉકારાન્ત કે ઊકારાન્ત લગાડવા નાનો “ઉ” તથા મોટો ‘ઊ” જોડાય છે. (દા.ત. કુફુ ) “ગો માં “૬ ને કાણો તથા માત્રા લગાડી કર્યા છે. (૩) અંકલેખન ગુજરાતી લિપિમાં છે. સારાંશ
પ્રથમ બે લીટીઓવાળું લખાણ ફાટી ગયું છે તેથી શક કે વિક્રમ સંવત મળતી નથી માત્ર તિથિ અને વાર ત્રીજી લીટીમાં આપેલ છે. લીટી ૪ થી ર૧ પર્યત દસ્તાવેજ અમદાવાદનું ગિરોખત હોવાનું માલૂમ પડે છે વળી, એ સમયની પરિપાટી મુજબ તે સમયે દિલ્હીના તપ્ત પર બેઠેલ બાદશાહ શાહજહાંના અનેક વિશેષણો તથા ગુજરાત ખાતેનો સૂબો તથા અન્ય શાસનાધિકારીનાં નામો કાહાંનબાઈના દસ્તાવેજની જેમ જ જોવા મળે છે.
ત્યારબાદ ૨૩ થી ૨૪ પર્વત મકાનનું સ્થળ, સ્થાન, ગિરવે રાખનાર તથા વેચનારનાં નામો, ઘરનું વર્ણન આગળ જણાવ્યા પ્રમાણે નજીવા ફેરફારવાળું છે. ઘર હાજા પટેલની પોળના અનુઆ બલાજના પાડાનું જીવીબાઈને વારસામાં મળેલ છે અને તે પરીક્ષ કેશવને ગિરે આપે છે. પંક્તિ ૪૫ થી ૫૦ માં ગિરો માટેની કિંમતની વાત છે. પરીક્ષ કેશવે તે ૪૨૫ રૂ. માં ગિરે રાખ્યું છે.
લીટી ૫૦ થી ૫૪ માં ચારે ખૂંટની વિગતો છે જે કાહાનબાઈના દસ્તાવેજની જેમ જ છે. લીટી ૫૫ થી ૬૭ માં ગિરે રાખવાની શરતોનું વર્ણન છે. અહીં ગિરો માટે ઠરાવેલી કોઈ ચોક્કસ મુદત નથી પણ દર વર્ષે એકસાથે રોકડા દોકડા ૧૫ ત્રાંબાના સામે આપવાના છે. જ્યારે જીવીબાઈ ૪૨૫ રૂા. એકસાથે આપે ત્યારે આ ઘર ગિરેથી છૂટે. તે દરમ્યાન એમનો કોઈ વારસદાર આવીને કણવાર કરે તો જીવીબાઈ સમજાવે.