SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 160 વિજય પંડ્યા SAMBODHI सर्वशक्त्यात्मभूतत्वेमकस्यैवेतिनिर्णये । ભાવનાત્મખેચ ઋત્વના સાથT વા. ૫. ૩-૧-૨૨ એક (એવા બ્રહ્મ)નું જ, તેની બધી શક્તિઓ સાથે તાદાભ્ય છે એવો નિર્ણય કરવામાં આવતાં પદાર્થોના સ્વરૂપની ભિન્નતાની કલ્પના નિરર્થક ઠરશે. પરમ તત્ત્વ અને, તેની શક્તિઓ વચ્ચે કોઈ ભેદ નથી, આ ભર્તુહરિનો મહત્ત્વનો સિદ્ધાન્ત છે. પૃથક્વેડપિ : પૃથક્વેને વર્તતે વા. ૫. ૧-૨. વૃત્તિ એક સ્થળે એવું કહે છે આ શક્તિઓ અનિરુક્ત છે, અવર્ણનીય છે. બ્રહ્મ સાથે તેઓ એક છે એમ નહીં કહી શકાય કારણ કે એમ કહેવા જતાં, શક્તિઓ ઘણી હોવાથી, બ્રહ્મ ઘણાં થશે. વળી બ્રહ્મથી ભિન્ન છે એમ પણ નહીં કહી શકાય. કારણ કે બ્રહ્મથી ભિન્ન તેમનું અસ્તિત્વ જ નથી. વળી તે નથી એમ પણ નહીં કહી શકાય કારણ કે વિશ્વમાંના વૈવિધ્ય પરથી તેના અસ્તિત્વનું અનુમાન કરી શકાય તેમ છે. एकस्य हि ब्रह्मणस्तत्त्वान्यत्वाभ्यां सत्त्वासत्त्वाभ्यां चानिरुक्ता विरोधिशक्त्युपग्राह्यस्य॑१४ ભર્તુહરિ તો સ્પષ્ટ છે કે બ્રહ્મ પોતાની શક્તિઓથી ભિન્ન નથી પણ તે ભિન્ન જણાય છે એટલું જ નહીં પણ વિરોધી પણ જણાય છે, કારણ કે તેનાં કાર્યો-વિકારો ભિન્ન છે, એટલું જ નહીં પણ એક બીજાનાં વિરોધી પણ છે. एकत्वस्याविरोधेन शब्दतत्त्वे ब्रह्मणि समुच्चिता विरोधिन्य आत्मभूताः शक्तयः ।१५ વળી તેઓ એક જ તત્ત્વની શક્તિ હોવાને કારણે અને એક જ આધારમાં હોવાથી તેઓ વિરોધી પણ ન કહેવાય. अविरोधिन्य इति । विरुद्धकार्यप्रसवानुमितविरोधा अप्येकस्मिन्नाधारे योगपद्येन वृत्तेरविरोधिन्यः । શક્તિ વ્યક્તિ બને છે એમ પણ ભર્તુહરિ કહે છે ___तस्माद् द्रव्यादय सर्वाः शक्तयो भिन्नलक्षणः । સંસ્કૃષ્ટ પુરુષાર્થસ્થ સાધિકા ન તુ સેવન: I વા. ૫. ૩-૧-૨૩ તેથી દ્રવ્ય (ગુણ, કર્મ, સામાન્ય) વગેરે જુદા જુદા સ્વરૂપોવાળી (છ) શક્તિઓ સંસૃષ્ટ હોય તો જ પુરૂષની પ્રવૃત્તિની સાધક બને છે, એકલી નહીં. આ શક્તિઓમાંની વિશિષ્ટ કાર્યો કરતી કેટલીક શક્તિઓનો ભર્તુહરિ ઉલ્લેખ કરે છે. રિ, સાધન, જ્યા અને વાત આ ચાર પ્રકારની શક્તિઓ છે. दिक् साधनं क्रिया काल इति वस्त्वभिधायिनः । રૂપે પવાર્થીનામામનવચ્છતા . વા. ૫. ૩-૬-૧ દિફ, સાધન, ક્રિયા અને કાલ એવા શબ્દો દ્રવ્યોનું અભિધાન કરે છે એમ માનવામાં આવે તો, પદાર્થોના શક્તિરૂપ (સ્વભાવ)ના તે, વાચક બનતા નથી.
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy