________________
Vol. XXXIII, 2010
વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર
139
જૈન કથા સાહિત્ય: વિશ્વના કથાસાહિત્યમાં ભારતીય કથાસાહિત્યનું વિશિષ્ટ મહત્ત્વ છે અને એવું જ મહત્ત્વ ભારતીય કથાસાહિત્યમાં પ્રાકૃત જૈન કથાસાહિત્યનું છે. પ્રાકૃત જૈન સાહિત્યનો કથાભાગ બહુ જ સમૃદ્ધ અને વિશાળ છે. અનેક વિષયો પર અનેક પ્રકારનાં કથાનકો, જીવનચરિત્રો, પ્રસંગો અને રૂપકો લખાયાં છે. પ્રતિપાદ્ય વિષયને સાધારણ જનતા માટે બોધગમ્ય બનાવવા જૈન આચાર્યોએ વિવિધ કથાઓનું આયોજન કરીને માત્ર જૈનસાહિત્યને જ નહિ, પણ સમગ્ર ભારતીય સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે.
આગમ ગ્રંથો જૈન કથાસાહિત્યનો આદિ સ્ત્રોત મનાય છે. આગમ સાહિત્યમાં બીજરૂપે જે કથાઓ મળે છે, તેમનો નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા સાહિત્યમાં પૂર્ણ વિકાસ દૃષ્ટિગોચર થાય છે. આગમસાહિત્યમાં ધાર્મિક ભાવનાની પ્રધાનતા છે; જ્યારે વ્યાખ્યા-સાહિત્યમાં સાહિત્યિક તત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એકરૂપતાની જગ્યાએ વિવિધતા અને નવીનતાનો પ્રયોગ છે. માત્ર વિષય, પ્રવૃત્તિ, વાતાવરણ, ઉદેશ્ય આદિની દષ્ટિએ આગમિક કથાઓની અપેક્ષાએ વ્યાખ્યા-સાહિત્યની કથાઓમાં વિશેષતા અને નવીનતા આવી છે. આગમકાલીન કથાઓમાં ધાર્મિકતાનો પુટ અધિક આવી જવાથી મનોરંજન અને કુતૂહલનો પ્રાયઃઅભાવ છે, પણ વ્યાખ્યા-સાહિત્યની કથાઓની બાબતમાં એવું નથી. પ્રમાણની દૃષ્ટિએ પણ વ્યાખ્યા-સાહિત્ય કથાસાહિત્યનો એક અક્ષય ભંડાર છે.
આગમ સાહિત્યમાં મળતી અનેકવિધ કથાઓ ઉપરાંત આચાર્ય હરિભદ્ર પહેલાં લખાયેલ કેટલાક સ્વતંત્ર કથાગ્રંથો પણ પ્રચલિત હતા. પ્રાકૃત કથાસાહિત્યનો સમય ઈ.સ.ની ૪થી શતાબ્દીથી શરૂ કરી સાધારણ રીતે ૧૬મી શતાબ્દી સુધીનો ગણાય. પરંતુ આઠમી-દશમી શતાબ્દી પૂર્વે જૈનચાર્યોએ લખેલા કથાગ્રંથોની સંખ્યા ઘણી ઓછી હતી. આ સમયમાં ચરિતાત્મક ગ્રંથોમાં પઉમચરિયું, સમરાઈઐકહા, તરંગવતી, તરંગલીલા, વસુદેવહિંડી અને ઉપદેશગ્રંથોમાં ઉપદેશપદ, ઉપદેશમાલા વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ ૧૧-૧૨મી શતાબ્દીમાં શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. જૈન ધર્મને રાજયાશ્રય પણ આ સમય દરમિયાન મળ્યો અને સેંકડો ગ્રંથોની રચના આ સમયે થઈ. લોકસચિને ધ્યાનમાં રાખીને જૈનાચાર્યોએ પોતાની ધર્મકથાઓમાં શૃંગારરસથી પૂર્ણ પ્રેમાખ્યાનોનો સમાવેશ કરી તેમને લોકોપયોગી બનાવી. આ કથા ગ્રંથો ધર્મકથાને મહત્ત્વનું સ્થાન આપી લખાયા છતાં પોતાની રચનાઓને લોકપ્રિય બનાવવા માટે લેખકોએ શૃંગારને પણ તેમાં સ્થાન આપ્યું છે
વસુદેવહિંડી–પૌરાણિક કથાગ્રંથઃ ઉપલબ્ધ જૈન કથાગ્રંથોમાં કેટલાક પુરાણોની શૈલી પર લખાયા છે તો કેટલાક આખ્યાયિકાઓની શૈલી પર. વસુદેવહિંડી પુરાણ શૈલી પર લખાયેલ સૌથી પ્રાચીન જૈન કથાગ્રંથ છે. પ્રથમ કક્ષાની કૃતિઓમાં વસુદેવહિંડીની ગણના થાય છે. પૈશાચી ભાષામાં લખાયેલ ગુણાઢ્યની બૃહત્કથાના સંસ્કૃત રૂપાન્તરો કથાસરિત્સાગર, બૃહત્કથામંજરી અને બૃહત્કથાશ્લોકસંગ્રહની જેમ વસુદેવહિંડી એ પ્રાકૃતમાં લખાયેલ જૈન રૂપાન્તર છે. આ ગ્રંથમાં બૃહત્કથાનું વસ્તુ શ્રીકૃષ્ણની પુરાણકથાની આસપાસ ગૂંથાયેલું મળે છે. જૈનોએ શ્રીકૃષ્ણની પુરાણકથા ઈ.સ. પૂ.૩૦૦ની આસપાસમાં અપનાવી હોવાનું ડૉ.યાકોબી માને છે. એમના મતે ઈ.સ. ના પ્રારંભ સુધીમાં જૈન પુરાણકથા સંપૂર્ણ