SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ vol. XXXII, 2009 જર્મન વિદ્વત્ ત્રિપુટી 173 તેમણે Encyclopedia of Religion and Ethics માટે ઘણાં અધિકરણો લખ્યાં, તેમજ the concept of God in Indian Philosophy નામે 1923 માં લેખ લખ્યો. આ લેખમાં તેમણે વેદથી માંડી દર્શનશાસ્ત્રમાં ઈશ્વરની વિભાવના અંગેની ચર્ચા કરી છે. આમ હર્મન યાકોબીએ આજીવન વિદ્યાસાધના કરી વિશાળ સાહિત્યનું નિર્માણ કર્યું છે. તેમની વિદ્યાસાધના અને જૈન સાહિત્યની સાધનાને કારણે જૈન સંઘ તરફથી જૈનદર્શન દિવાકરની પદવીથી તેમને નવાજવામાં આવ્યા હતા. યુરોપના ભારતીય દર્શન શાસ્ત્રના નિષ્ણાત વિદ્વાન ફાઉવાહ્નરે તેમના લેખોનું સંપાદન કરતાં જણાવ્યું છે કે તેમના કેટલાંક સંશોધનો ઉતાવળિયાં, કેટલાંક સત્ય અને તેમ છતાં બધાં જ લેખો – સંશોધનો મહત્ત્વપૂર્ણ અને વિચારોત્તેજક તથા પ્રેરક છે. હર્મન યાકોબીની જૈન સાહિત્યની સેવાને જૈનો ભૂલી શકે તેમ નથી. તે વખતે સામાન્ય રીતે મનાતું હતું કે જૈનધર્મ બૌદ્ધધર્મની શાખા છે. આ મતની તેમણે આલોચના કરી અને કલ્પસૂત્રની મૂળ આવૃત્તિની પ્રસ્તાવનામાં તેમણે સિદ્ધ કર્યું કે જૈનધર્મ એ બૌદ્ધધર્મ ની શાખા નથી પણ એક સ્વતંત્ર ધર્મ છે. શ્રી મહાવીર સ્વામી ભગવાન શ્રી બુદ્ધના સમકાલીન હતા. સને ૧૮૭૯માં પ્રકટ થતાં તે હકીકત સામે વિદ્વાનોએ થોડો વિરોધ પ્રગટ કર્યો પણ અંતે તેમાં બતાવેલ અભિપ્રાયો સામાન્ય રીતે સર્વત્ર સ્વીકારાયા. ઉત્તરાધ્યયના અને સૂત્રકૃતાંગના અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનામાં તેમણે જૈનધર્મના ઈતિહાસના સામાન્ય પ્રશ્નો ચર્ચા છે. સને ૧૮૯૩માં તેમણે તત્કાલીન માન્યતાથી પણ વૈદિક સંસ્કૃતિ વધુ પ્રાચીન છે તે દલીલો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું. જાણીતા ઇતિહાસવિદ્ મોહનલાલ દલીચંદ્ર દેસાઈ જણાવે છે કે આ વિદ્વાને જૈનધર્મના ઇતિહાસને છણીને વૈદિક-બ્રાહ્મણ ધર્મ તેમજ બૌદ્ધધર્મ સાથે તુલના કરીને જૈનધર્મ સંબંધી જે ભ્રમણાઓ હતી તે અકાટ્ય પ્રમાણો આપી દૂર કરી છે. તે માટે આખો જૈન સમાજ તેમનો અત્યંત ઋણી છે. વોલ્ટર શૂબિંગ - (૧૮૮૧ - ૧૯૬૯) Walter schubring enriched Jainology and Prakrit studies with his vast contributions. It was owing to his untiring efforts that the Jain canon was made known to scholar. ' અર્થાતુ વોલ્ટર શૂબ્રિગે પોતાના અત્યધિક યોગદાનથી જૈનવિદ્યા અને પ્રાકૃતવિદ્યાને સમૃદ્ધ કરી અને તેમના અથાગ પ્રયત્નોને કારણે જૈનાચમો વિશ્વભરના વિદ્વાનોમાં જાણીતા બન્યા. શૂબિંગનો જન્મ ૧૦.૧૨.૧૮૮૧માં લ્યુબેક (Luebeck) જર્મનીમાં થયો હતો. તેમના પિતા ત્યાંની પ્રસિદ્ધ શાળાના આચાર્ય હતા. તેઓએ ઉચ્ચતર અભ્યાસ પૂનચેન યુનિ. તથા સ્ટ્રાસબર્ગ યુનિ. માં કર્યો હતો. તે જમાનાના સુપ્રસિદ્ધ પ્રકાંડ તેજસ્વી વિદ્વાનો વેબર, પિશલ, યાકોબી, લોયમાન, તેમના ગુરુજનો હતા. તેમણે કલ્પસૂત્ર ઉપર કામ કર્યું અને તે ઉપર Ph.D ની ડિગ્રી મળી હતી. (૧૯૦૪) આ શોધનિબંધનું અંગ્રેજી ભાષાંતર બર્ગેસે કર્યું હતું અને તે ૧૯૧૦માં ઈન્ડિયન એન્ટીક્વેરીમાં છપાયું હતું. શૂબ્રિગે ૧૯૦૪ થી ૧૯૨૦ સુધી રોયલ ખુશિયન સ્ટેટ લાયબ્રેરી-બર્લિનના વિદ્યાકીય - ગ્રંથપાલ તરીકે સેવાઓ આપી. ત્યાં તેમણે જૈન હસ્તપ્રતોના
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy