________________
Vol. XXXI, 2007
કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર
147
ગણનો નું લાગી રાખોતિ રૂપ થાય. ધા.પ્ર.” (પૃ.૯૭) માં આજ કહ્યું છે : વૃદ્ધિપ્રહામમંા ક્રિયાપક્ષન્ ! એટલે કે વૃદ્ધિ શબ્દ અકર્મક ક્રિયાનું ઉપલક્ષણ છે.
કાશ્યપ આ ધાતુસૂત્રમાં વૃદ્ધિ નો અર્થ હોય તોજ અકર્મક ક્રિયામાં ધાતુને શ્યન લાગે એમ જે માને છે, તેનું સાયણે ખંડન કર્યું છે. ૪૦. પુત્ર વેપને ! યુરોતિ . (પૃ. ૪૦) __शिवस्वामीकाश्यपौ तु दीर्घान्तमाहतुः । 'उभयमपीति चान्द्राः' इति सुधाकरः ।
સ્વાદિગણના આ ધાતુના સ્વરૂપ વિશે સાયણ, કાશ્યપ તેમજ સુધાકર વગેરેના મત આપે છે. સાયણની જેમ મૈત્રેય ધા.પ્ર.” (પૃ.૧૦૬)માં આ ધાતુનો ધુગ એમ હૃસ્વાન્ત પાઠ આપે છે. ચાન્દ્રો આ ધાતુનો બંને રીતે પાઠ કરે છે, એમ સુધાકરે નોંધ્યું છે, પણ ચાન્દ્ર ધાતુપાઠમાં માત્ર દીર્ધાન્ત રૂપ મળે છે.
ક્ષી.ત.” (પૃ.૨૩૮) માં પણ માત્ર દીર્ધાન્ત પાઠ મળે છે અને તેમાં શિવસ્વામીનો મત નોંધ્યો છે કે તે ધૂતિ રૂપ આપે છે. સાયણે નોંધ્યું છે કે “ક્ષી.ત.” માં હ્રસ્વાન્ત પાઠ આપીને પ્રયોગવશાત્ દીર્ધાન્ત પાઠ કહ્યો છે, પણ તેમ મળતું નથી.
- હૃસ્વાન્ત પાઠની વાત કરીએ તો પુરુષકાર (પૃ.૩૦)માં નોંધ્યું છે કે ભોજે “સરસ્વતીકંઠાભરણ' માં આનો હ્રસ્વાન્ત પાઠ કર્યો છે : પૃધુવૃષિ...વિન્ ! (૨.૭.૨૨૦) રૂતિ ધુગો ધુન શબ્દો બોવેન વ્યુત્પાદ્યાન્વ | નોંધવું ઘટે કે ભટ્ટિકાવ્યમાં ધુત્વન (પ.૧૦૧, ૯.૭) અને મધુત્વનું એમ પ્રયોગો મળે છે (૧૦.૨૩).
સુધાકરે તો આ ધાતુનો દીર્ધાન્ત પાઠ આપ્યો એટલું જ નહીં તેના પ્રયોગો પણ નોંધ્યા છે. સુધાકરના નામથી “મા.ધો.વૃ અને પુરુષકાર'માં બંનેમાં આમાંનો પ્રથમ પ્રયોગ મળે છે તો પુરુષકાર' માં બીજો પ્રયોગ મળે છે (i) કણ્વ ધૂનોતિ વાયુવવૃતશવશ: બિન્નેનુ નુક્શન (માલતીમાધવ, ૫.૪) (ii) તત્વિા વાતો ધૂનુયાત્l (અનુપલબમૂળ). સાયણ વધારામાં એ પણ કહે છે કે આ ધાતુનો દીર્ધાન્ત પાઠ હોય તો સ્વરતિસૂતિ(૭.૨.૪૪) સૂત્રથી આધંધાતુકમાં ઇવિકલ્પ મળી રહે છે. જેમકે ધોતા, ધવિતા | આ ઇવિકલ્પ વિશે તેમણે વિગતે ચર્ચા કરી છે પણ તે અહીં પ્રસ્તુત નથી. ન્યાસકારે ઉપર્યુક્ત સૂત્ર પરની વ્યાખ્યામાં ધૂમ્ ના દીર્ધાન્ત પાઠને સ્વીકાર્યો છે.
આ પરથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગના વૈયાકરણો જેવાકે, જૈનેન્દ્ર, કાશકૃતમ્નકાર, કાતંત્રવ્યાકરણકાર, હેમચંદ્ર વગરે, કાશ્યપની જેમ દીર્ધાન્ત પાઠની તરફેણમાં છે (Palsule, P. 174). સાયણ પોતે તો અહીં ધુત્ર એમ હુસ્વાન્ત પાઠ અપનાવવા મતના છે, કારણકે એમણે આ ધાતુસૂત્રને અંતે, સીતઃ યા યુનાતી (ગુરાતી) ા “ધૂ વિધૂનને' રૂલ્યગત્ તુલાતી એમ કહ્યું છે. ૪૬. વૃતી હિંસાન્ચનયો: I વૃતિ (પૃ. ૪૭૦).
स्वामीकाश्यपौ तु ईदित्त्वं चरीचूतः चरीतवान् इति यङ्लुगन्तान्निष्ठायामनिट्त्वार्थम् इति ।
સાયણ આ ધાતુના તિત્વ અંગેના ક્ષીરસ્વામી અને કાશ્યપના જે મત આપે છે, તે સમજવા માટે પહેલાં તેમણે ટાંકેલો મૈત્રેયનો મત સમજવો જરૂરી છે. મૈત્રેય ધા.પ્ર.'(પૃ.૧૧૨)માં જણાવે છે કે એડસિવિલ (૭.૨.૫૭) સૂત્રથી વૃતી વગેરે ધાતુઓને વિકલ્પ ઈડાગમ થતાં તેમને પણ વિખાષા |