SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXL, 2007 યોગ-સાધના 109. આવૃત્ત આ બ્રહ્માંડરૂપી શરીરમાં રહેલ જે વિરાટસ્વરૂપ છે તે ધારણાનો આશ્રય છે. અંતર્યામી ધારણા પ્રભુના સૂક્ષ્મરૂપની ધારણા છે. શરીરમાં હૃદયની કમળસ્વરૂપે કલ્પના કરાય છે. આ ખીલેલું કમળ છે કે જેમાં આઠ દળ હોય છે તથા અનેક પાંદડીઓ હોય છે. આ કમળની પાંદડીઓ પર સૂર્ય-ચન્દ્ર તથા અગ્નિનો ન્યાસ કરી અગ્નિના મધ્યમાં ભગવાનની ધારણા કરવી જોઈએ. આમ ધારણા એટલે મનની એકાગ્રતા. ચંચળ મનની સ્થિરતા માટેનું સાધન તે ધારણા. (૭) ધ્યાન : ધારણા એટલે મનની એકાગ્રતા, જ્યારે ધ્યાન એટલે મનની લીનતા. મનને જે વસ્તુમાં એકાગ્ર કર્યું હોય તેમાં મન લીન થઈ જાય ત્યારે ધ્યાનની સ્થિતિ આવે છે. ધારણાનો અભ્યાસ પરિપકવ બનતાં ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમ ધ્યેય વસ્તુ સાથે ચિત્તનો તાલ તે ધ્યાન. ધ્યાન દ્વારા સાધક ગહન જ્ઞાન પામી શકે છે. તેની દૃષ્ટિ પૂલથી સૂક્ષ્મ તરફ કેન્દ્રિત થાય છે. ૩૧ જેમાં પરમેશ્વરના રૂપની પ્રતિતિ થાય તે ધ્યાન અને તે યમ, નિયમાદિ છ અંગોથી નિષ્પન્ન થાય છે. પતંજલિ યોગસૂત્ર મુજબ ધ્યેયવસ્તુમાં ચિત્તની એકાગ્રતા તે ધ્યાન. ૩ ધ્યાનના અભ્યાસ દ્વારા સાધકનો પ્રભુમાં પ્રેમ થઈ જાય છે. તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે. શરીરમાં આનંદાતિરેકથી રોમાંચ થઈ જાય છે તથા ઉત્કંઠાવશ પોતાના આંસુથી તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે. ૪ ટૂંકમાં, સપુરુષને પોતાનો આત્મા માની સ્થૂળ શરીર ભૂલી સત્પરુષમય થવું. ભગવાન, સંતો-ભક્તોના મહિમાનો વિચાર કરવો તે પણ ધ્યાન છે. (૮) સમાધિ : પતંજલિ મુજબ ચિત્તધ્યયાકારમાં પરિણિત થાય, સાધકમાં સ્વરૂપ અભાવ વર્તાય અને તે ધ્યેયથી ભિન્ન ન રહે તેવી અવસ્થા તે સમાધિ. ભા.પુ.મુજબ આ અવસ્થામાં સાધકનું ચિત્ત સંકલ્પ-વિકલ્પની વૃત્તિઓથી રહિત થઈ જાય છે તથા સુખ દુઃખથી અલગ એવા પ્રભુમાં સ્થિત થઈ જાય છે તે સમયે તે પોતાનો કર્તવ્યભાવ છોડી પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. પ “ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપનું છેવટે કોઈપણ કલ્પનાથી રહિતસ્વરૂપ ગ્રહણ કરવું તે જ મન દ્વારા ધ્યાનથી સિદ્ધ કરાતી સમાધિ કહેવાય છે.”૩૬ આમ સમાધિથી ધ્યાન કરતાં પણ આગળની એક ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. આ ચિત્તને ભગવાનની મૂર્તિમાં એકાગ્ર કરવા રૂપી યોગસાધનામાં શરીરના રોગ, ચિત્તની નિષ્ક્રિયતા, સંશય, પ્રમાદ (બેદરકારી), આળસ, અવિરતિ (ચિત્ત પાંચ વિષયમાં લપેટાયેલું રહે તે.) બ્રાન્તિદર્શન (કોઈ નાસ્તિકને થતું જ્ઞાન) અલબ્ધભૂમિકત્વ (ધ્યાન અધૂરું મૂકે તે) જેવા નવ અંતરાયો નડે છે. જો કે આ અંતરાયો કેવળ યોગસાધનાના જ નથી. દરેક ક્ષેત્રે જીવનની સફળતામાં પણ એ અંતરાયરૂપ નીવડે છે.
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy