SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 108 મહેન્દ્રકુમાર એ. દવે SAMBODHI ૬-૩૪ મુજબ ભગવાન શંકર ડાબો પગ જમણી જંઘા પર તથા ડાબા હાથ ડાબો ઘુટન પર રાખી, હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી તર્કમુદ્રામાં વિરાજમાન થયા હોવાનું વર્ણન છે. આમ ધ્યાન સાધવા માટે આવી આસન સ્થિરતા કેળવવી ખૂબ જ જરૂરી છે. આમ યોગમાર્ગમાં ધ્યાન સહાયક આસનો તથા આરોગ્યવર્ધક આસનોના અનેક પ્રકાર છે, જે હાલમાં સ્વાથ્યવર્ધક સાબિત થયા છે. (૪) પ્રાણાયામ : વિષ્ણુપુરાણ મુજબ “અભ્યાસ દ્વારા વાયુને વશ કરવાની પ્રક્રિયા તે પ્રાણાયામ.... ૨૩ પાતંજલ યોગસૂત્ર મુજબ આસનસિદ્ધિ ઉપરાંત શ્વાસ-પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ તે પ્રાણાયામ.૨૪ તો ભા.પુ.રૂ-૨૮-૨૨ મુજબ પ્રાણાયામમાં નાસિકા પર દૃષ્ટિ સ્થિર કરી બે હાથ ખોળામાં રાખવા જોઈએ. પ્રાણાયામમાં પૂરક, કુંભક, રેચક નામના ત્રણ પ્રકારની શ્વાસ પ્રક્રિયા થાય છે. તેનાથી જ પ્રાણવાયુની માર્ગ-શોધનની પ્રક્રિયા થાય છે. ૨૫ વિષ્ણુપુરાણે જેને સબીજ તથા અબીજ કહ્યા છે. તેવા જપ તથા ધ્યાન સાથે કરેલ પ્રાણાયામ સગર્ભ તથા જપ-ધ્યાન વિના કરેલ પ્રાણાયામ તે અગર્ભ છે. પુરાણોમાં અગર્ભ કરતાં સગર્ભ પ્રાણાયામને શ્રેષ્ઠ માન્યો છે. ૨૬ ભા.પુર૧-૧૭ મુજબ પ્રણવ કે બ્રહ્મબીજનું સ્મરણ કરીને પ્રાણાયામ કરવા જોઈએ. આમ પ્રાણ એટલે “જીવનશક્તિ', અને તેનો આયામ એટલે વિસ્તાર. લાંબા શ્વાસો-ઉચ્છવાસની પ્રક્રિયા એટલે પ્રાણાયામ. પ્રાણ અને મન એક-બીજા સાથે જોડાયેલાં હોવાથી પ્રાણાયામથી પ્રાણ અને મન સ્થિર થાય છે. આમ પ્રાણાયામના અભ્યાસથી શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ થાય છે. (૫) પ્રત્યાહાર : સાધનાની સંભવતાના દ્વાર સમી ઇન્દ્રિયોને વશ કરવા પ્રત્યાહાર જરૂરી છે. તે તે વિષયોમાંથી ઈન્દ્રિયોને સંકેલી લેવી તે પ્રત્યાહાર.૨૭ પાતંજલ યોગસૂત્ર ૨-૧૪ મુજબ પ્રાણાયામનો અભ્યાસ કરવાથી મન તથા ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય છે, ત્યારબાદ ઇન્દ્રિયોને મનમાં વિલિન કરનાર અભ્યાસનું નામ જ પ્રત્યાહાર. જયારે ભા.૫.-૭-૨૩ મુજબ જે સમયે ઇન્દ્રિયો વિષયોથી બિલકુલ ઉપરામ પામે છે. અર્થાત્ વિષયો તરફ જતી નથી ત્યારે દષ્ટા સ્વરૂપ જે આત્મા છે તે જ પરમાત્મા. જેમાં વૃત્તિઓ એકાગ્ર થઈ ગાઢ નિદ્રામાં જાય છે ત્યારે અવિદ્યાદિ પંચકલેશ વિલીન થઈ જાય છે. અહીં મન દ્વારા બુદ્ધિની સહાયતાથી ઇન્દ્રિયોને તે તે વિષયોમાંથી સમેટી મનમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે પ્રમાણે ઇન્દ્રિયો રહેતી નથી. આ જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચારૂપી પાંચ હોવાથી પ્રત્યાહારના પાંચ પ્રકાર છે. ટૂંકમાં પ્રત્યાહાર એટલે “ગેટવે ઑફ અધ્યાત્મ.” વિષ્ણુપુરાણ ૬-૭-૪૫ મુજબ પ્રાણાયામથી વાયુને તથા પ્રત્યાહારથી ઇન્દ્રિયોને વશ કર્યા પછી જ યોગીએ ચિત્તને શુભ કાર્યોમાં સ્થાપી દેવું. () ધારણા: ભા.પુ. રૂ-૨૮-૬ મુજબ ધાનાનું પ્રવેશે મનસા પ્રધાનમ્ | અર્થાત મૂલાધારાદિ કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મનસહિત પ્રાણોને સ્થિર કરવા તે ધારણા. ચિત્તને એક સ્થાને રોકવું તે ધારણા.૨૮ વિષ્ણુપુરાણ મુજબ ચિત્તમાં ભગવાનનું ધ્યાન તે ધારણા'. ૨૯ ભાગવતમાં ભગવાનના સ્થૂળ તથા સૂક્ષ્મસ્વરૂપને અનુલક્ષીને વૈરાજ ધારણા તથા અંતર્યામી ધારણા જેવા બે પ્રકારે ધારણા વિહત છે. જલ, અગ્નિ, વાયુ, આકાશ, મહત્ તથા પ્રકૃતિ જેવાં સપ્ત આવરણોથી
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy