SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXX, 2006 “મલ્લિકામકરન્દમાં અર્થપ્રકૃતિ પંચક” 207 વિચ્છિન્ન થઈ ગયેલા કથાપ્રવાહને બિન્દુ જોડીને આગળ વધારે છે. “રત્નાવતી' નાટિકામાં કામદેવની પૂજા એક અવાજોર વૃત્ત છે. તે સમાપ્ત થઈ જવાથી કથા એક પ્રકારે વિચ્છિન્ન થઈ જાય છે. કથાને શૃંખલાબદ્ધ કરવાના ઉદ્દેશ્યથી ચારણ રાજા ઉદયનના આગમનની સૂચના આપે છે. અહીં સાગરિકાના રૂપમાં રહેલી રત્નાવલી કહે છે કે, “શું આ જ રાજા ઉદયન છે. જેના માટે પિતાજીએ મને આપી દીધી.” આનાથી વૃત્તની શૃંખલા બંધાય છે. રામચન્દ્ર-ગુણચન્દ્ર પોતાના “નાટ્યદર્પણ” માં બીજના ચાર પ્રકાર બતાવે છે. ૧૫ મલ્લિકામકરન્દના બીજા અંકમાં મકરન્દ અને મલ્લિકાનું મિલન થાય છે ત્યાં મલ્લિકા મકરન્દને કહે છે કે “હું લગ્ન કરીશ તો તારી સાથે જ નહિ તો કુંવારી રહીશ” ત્યાર પછી મલ્લિકાના અપહરણને રોકવામાં અસફળ નિવડેલા મકરન્દને હવે આગળના અંકમાં પોતાના પતિ વૈશ્રવણને મૂળ સ્થિતિમાં લાવવા બદલ મનોરમા મકરન્દની પોતાના પ્રાણના ભોગે સહાયતા કરવાની છે. તેનું ‘બીજ” અહીં જોવા મળે છે. આ રીતે સંક્ષેપમાં આગળના અંકની કથાનું સૂચન હોવાથી અંકના અંતમાં આપેલ શ્લોક" માં ‘બિન્દુ જોવા મળે છે. આમ અહી આ શ્લોકમાં જણાવાયું છે કે ધન વગર કામિની–સ્ત્રીની પ્રાપ્તિ નથી અને જે ધનથી પણ સાધ્ય નથી ત્યાં કંઈક બીજો વિચાર કરવો જોઈએ. આ શ્લોકને નેપથ્યમાં રહેલો ચિત્રાંગદ ઉચ્ચારે છે. તે મલ્લિકાની પ્રાપ્તિ માટે આમ વિચારે છે. પરન્તુ આ શ્લોક પરથી મકરન્દ વિશે પણ વિચારી શકાય. (૩) પતાકા :- આધિકારિક કથાની સાથે લગભગ અંત સુધી ચાલનારી કથાને “પતાકા' કહે છે. ઉ. દા. તરીકે રામાયણમાં રામકથાની સાથે લગભગ અંત સુધી ચાલનારી સુગ્રીવની કથા “પતાકા' કહેવાય છે. મલ્લિકામકરન્દ નાટકનું કથાનક કવિ કલ્પિત છે. મલ્લિકા અને મકરંદ કે જે મધ્યમ વર્ગના છે, કે જેમનો પ્રેમ વિવિધ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવે છે. તેવા યુગો જૂના વાર્તાલાપ ઉપર આધારિત છે. તે આ બંન્નેના પ્રેમની કથા આ રૂપકનું મુખ્ય કે આધિકારિક કથા વસ્તુ છે. કવિએ મુખ્ય કથાના વિકાસમાં વૈશ્રવણ અને મનોરમાની પતાકા કથા આપેલ છે. (૪) પ્રકરી :- વચ્ચે જ સમાપ્ત થનારી કથાને “પ્રકરી' કહે છે. પ્રકરી ઝબુકતી વીજળી જેવી હોય છે. તેનું ક્ષણિક અસ્તિત્વ હોવા છતાં તે દૂરોગામી અસરો સર્જે છે. અહીં મલ્લિકામકરન્દમાં ગંધમૂષિકાને પ્રકરી પાત્ર તરીકે વર્ણવેલ છે. આધારભેદને કારણે પ્રકરી કથાના ત્રણ પ્રકાર પડે છે.૧૭ ૧. પ્રખ્યાત. ૨. ઉત્પાદ્ય અને ૩. મિશ્ર પ્રખ્યાત કથા :- જેનો આધાર ઇતિહાસ, પુરાણ કે જનશ્રુતિ હોય તેને પ્રખ્યાત કથા કહે છે. ઉત્પાદ્ય કથા :- નાટ્યકારની પોતાની કલ્પનાની કથાને ઉત્પાદ્ય કહે છે. મિશ્ર કથા :- જેમાં ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ હોય છે. તેને મિશ્ર કથા કહે છે.
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy