SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ 206 ડી. જી. વેદિયા SAMBODHI આવ્યો છે. નાયકને ફળપ્રાપ્તિમાં સહાયભૂત થનારાં તત્ત્વોને “અર્થપ્રકૃત્તિ' કહેવામાં આવે છે. અર્થ એટલે વસ્તુ. વસ્તુ વિકાસની પ્રકૃતિ, આચાર્ય ધનંજયે અર્થપ્રકૃતિની વ્યાખ્યા આપી નથી. પરંતુ દશરૂપકના વૃત્તિકાર ધનિકે એને “પ્રયોગનવિહેતવ:' એટલે કે, પ્રયોજનની પ્રાપ્તિમાં કારણભૂત તત્ત્વો તરીકે ઓળખાવ્યા છે. અર્થ પ્રકૃતિના પાંચ પ્રકારો આ પ્રમાણે છે. (૧) બીજ, (૨) બિન્દુ, (૩) પતાકા, (૪) પ્રકરી અને (૫) કાર્ય. (૧) બીજ - ધર્મ, અર્થ તથા કામના ઇતિવૃત્તાંશને વિદ્વાનો “બીજ' કહે છે. જે ઇતિવૃત્તનું ફળ છે. તેને ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ) કહેવામાં આવે છે. જે રૂપકના પ્રારંભમાં નિર્દિષ્ટ હોય છે, અને આગળ જતાં અનેક પ્રકારનો વિસ્તાર પામે છે તથા જે મુખ્ય ફળ ત્રિવર્ગનું સાધક હોય છે. તેને બીજ' કહેવામાં આવે છે. નાયકાદિના ભેદથી તેનો ઘણા પ્રકારે વિસ્તાર થાય છે. જે પ્રમાણે વાવેલું બીજ શાખા, પુષ્પાદિથી અંકુરિત તથા પલ્લવિત થઈને મહાન વૃક્ષનું રૂપ ધારણ કરે છે. તે જ પ્રમાણે મિત્રાદિરૂપ નાયક અંતમાં ફળને પ્રાપ્ત કરે છે. “વેળસંહાર' નાટકમાં “સત્વક્ષા:' ઇત્યાદિ ઉદાહરણને “બીજ કહેવામાં આવે છે.૧૦ અહીં મલ્લિકામકરન્દ રૂપકનો પ્રકાર “પ્રકરણ’ હોવાથી અને આ કૃતિ શૃંગારરસ પ્રધાન છે, તેથી નાટકના અંતે કામ નામના પુરુષાર્થની સિદ્ધિ જ હોય તે સ્વાભાવિક છે. - આ નાટકના પ્રથમ અંકમાં નાયક મકરન્દ નાયિકા મલ્લિકાને ફાંસામાંથી બચાવે છે. અને બંને આકસ્મિક રીતે પ્રથમ નજરે જ પ્રેમમાં પડે છે. (Love at first sight) અને પોતાની પ્રથમ મુલાકાતની યાદરૂપે યુવતિ (નાયિકા-મલ્લિકા) પોતાના કાનની કડીઓ ભેટ આપે છે. 1 નાયક મકરન્દ મલ્લિકાના કુંડળને સ્વીકાર્યા પછી તે જુગારીઓથી બચવા છુપાઈ જાય છે. અને મલ્લિકાને આવતીકાલે મધ્યરાત્રિએ આજ સ્થળે સાથે મળીશું. એમ કહીને પાછલા દરવાજેથી સ્વભુવનમાં જવાનું કહે છે આમ અહી મુખ્યફળ કામનામના પુરુષાર્થની પ્રાપ્તિ માટે ઉપાય વિષયક ઉત્સુકતા તથા તેને અનુરૂપ વ્યાપાર છે. આમ અહીં “બીજ' નામની અર્થપ્રકૃત્તિ દષ્ટિગોચર થાય છે. (૨) બિન્દુ :- આચાર્ય કોહલના મતાનુસાર બીજના અવાજોર ફળોના, પ્રધાન ફળો વિચ્છિન્ન થઈ જવા પર તે ફળનું વિચ્છેદક હેતુ ‘બિન્દુ' કહેવાય છે. જે પ્રકારે પાણીમાં તેલનું બિંદુ ફ્લાઈ જાય છે. તે જ પ્રકારે આ બિંદુ પણ ઇતિવૃત્તને આચ્છાદિત કરી દે છે. ૧૪ માન તથા વિપત્તિ ભેદથી ‘બિંદુ વિદ્વાનો દ્વારા બે પ્રકારનું દર્શાવવામાં આવ્યું છે. ક્રોધથી “માનજ' બિંદુ થાય છે. અને શોકથી વિપત્તિજ બિન્દુ થાય છે. ‘તાક્ષાગૃહાતત્ત' ઇત્યાદિ ઉદાહરણમાં “બિંદુનું સામાન્ય લક્ષણ બંધ બેસે છે.
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy