SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXX, 2006 મહાપુરાણની વિભાવના અને ભાગવત પુરાણ 199 આધારિત છે.૩૯ ભાગવતના છઠ્ઠા સ્કંધમાં અજામિલ વગેરેનાં ઉપાખ્યાન આનાં ઉદાહરણ રૂપ છે. શિશુપાલવધ, પૂતનાવધ વગેરેમાં ભગવાનની અહેતુક કૃપા જ કારણ ભૂત છે. નિરોધ - નિરોધ “વિલીન થવું” અર્થમાં પ્રતિસર્ગ કે પ્રતિસંચર કે પ્રલય સાથે સંબંધિત છે. નિત્ય, નૈમિત્તિક અને પ્રાકૃતિક પ્રલય જ અપેક્ષિત છે. પરંતુ આત્યંતિક પ્રલયના અર્થમાં નિરોધ મુક્તિવાચક છે.૪૦ પરમાત્માની યોગનિદ્રા પણ નિરોધ છે. મુક્તિમાં જીવસ્વરૂપનો નિરોધ થાય છે. અને જીવ સ્વ-રૂપ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ભાગવતના દશમ સ્કંધમાં નિરોધનું નિરૂપણ થયું છે.* આશ્રય - બ્રહ્મ કે પરમાત્મા જ જીવોનો આધાર અપાશ્રય કે આશ્રય છે. બારમા સ્કંધમાં આશ્રયનું નિરૂપણ થયું છે. જીવોની સંચાર દશા અને તેનું બાધક અધિષ્ઠાન બ્રહ્મ જ છે.૪૨ ભાગવતકારે ભાગવતમાં જ દશમ લક્ષણનું મહત્ત્વ બતાવતાં કહ્યું છે કે, “દશમ લક્ષણની વિશુદ્ધિ માટે જ નવ લક્ષણો આપ્યાં છે. સૃષ્ટિ-પ્રલય અથવા વિષય પ્રતીતિ અને તેનો અભાવ જેને પ્રતીત થાય છે તે જ પરબ્રહ્મ પરમાત્મા જ આશ્રય છે.* દશ લક્ષણોથી પરમ પુરુષાર્થ-મોક્ષની સિદ્ધિ જ મહાપુરાણોનું લક્ષ્ય છે. બોપદેવ ભાગવતાનુક્રમણી હરિલીલામૃતમાં ભાગવતના દશલક્ષણ બતાવે છે. પ્રથમ સ્કંધમાં વક્તા અને શ્રોતાનાં લક્ષણ બતાવાયાં છે. બીજા સ્કંધમાં શ્રવણ વિષયક આનુષંગિક વિષયનું નિરૂપણ થયું છે. ત્રીજા સ્કંધમાં સર્ગ, ચોથા સ્કંધમાં વિસર્ગ, પાંચમા સ્કંધમાં સ્થિતિ, છઠ્ઠા સ્કંધમાં પોષણ, સાતમા સ્કંધમાં મન્વન્તર, આઠમા સ્કંધમાં ઊતિ, નવમા સ્કંધમાં ઈશાનુકથા, દશમ સ્કંધમાં નિરોધ, અગિયારમા સ્કંધમાં મુક્તિ અને બારમા સ્કંધમાં આશ્રયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રથમ બબ્બે સ્કંધ પગ અને બંને જંઘા છે. પાંચમો અંધ કટિ, છઠ્ઠો સ્કંધ ગુહ્ય, સાતમો ઉદર, આઠમો હૃદય, નવમો હાથ, દશમ સ્કંધ મુખ, અગિયારમો સ્કંધ લલાટ અને બારમો સ્કંધ તો મસ્તક છે. કેટલાક દશમ સ્કંધને ભાગવાનનું હૃદય માને છે. ભાગવતના મતે દશ લક્ષણાત્મક પુરાણ જ પુરાણ છે. તેમાં પાંચ લક્ષણો હોય તો અલ્પ અને દશલક્ષણ હોય તો મહાપુરાણ કહેવાય છે.૪૫ ક્યારેક ભાગવત પુરાણ કે ઉપપુરાણ કહેવામાં આવ્યું છે પરંતુ ભાગવતમાં મળતાં દશલક્ષણો અનુસાર ભાગવત એક મહાપુરાણ છે. શ્રીમદ્ ભાગવતની માફક દેવી ભાગવતને પણ શાક્ત મહાપુરાણ કહેવામાં આવે છે. ડૉ. વી. રાધવનું આદિપુરાણ કે ભુશુંડિ રામાયણને રામ ભાગવત કહે છે. આ ત્રણે ભાગવત મહાપુરાણો છે. શિવસંહિતાને પણ શિવમહાપુરાણ કહેવામાં આવે છે. પણ તે એક પુરાણ સંહિતા છે. જેમાં ગાયત્રીથી આરંભ, વૃત્રવધ, હયગ્રીવ વધે અને બ્રહ્મવિદ્યા આદિનું વિવરણ છે તે
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy