SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ 198 ડી. જી. વેદિયા SAMBODHI ગણાવ્યું છે. આ પ્રમાણે પુરાણનાં સર્ગ, વિસર્ગ, વૃત્તિ, રક્ષા, અન્તર-મન્વન્તર, વંશ, વંશાનુચરિત સંસ્થા, હેતુ અને અપાશ્રય અથવા સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વન્તર, ઈશાનુકથા નિરોધ અને મુક્તિ લક્ષણો છે. આ લક્ષણોની ગણાનામાં કેવળ શાબ્દિક ભેદ છે. સર્ગ-વિસર્ગ સમાન છે. સ્થાન-વૃત્તિ, ઊતિ-હેતુ, મન્વન્તર-અન્તર, ઈશાનુકથા-વંશ, વંશાનુચરિત, નિરોધ-સંસ્થા, મુક્તિ સંસ્થા (આત્મત્તિક પ્રલય), આશ્રય – અપાશ્રય છે. આમ કેવળ શાબ્દિક ભેદ જ છે. સર્ગ - સર્જન-સર્ગનું લક્ષણ પૂર્વવત્ છે. વિસર્ગ - સ્થૂલ જગતના બધા પદાર્થોની ઉત્પત્તિ જ વિસર્ગ છે. જે બીજથી ચરાચર બીજા કર્મવાસનાઓને લીધે થાય છે. આ પ્રલય નથી. “વિસ: વિસૃષ્ટિ' ન તુ વૈપરીન સૃષ્ટિ વી પ્રલય: ' બીજા લક્ષણ વિસર્ગ આ પરમાત્માના અણુ-પરમાણુથી મહતું તત્ત્વપર્યત સ્વરૂપ બનાવાયું છે. સર્ગમાં બ્રહ્મની ઇચ્છા અને વિસર્ગમાં કર્મવાસનાકારણભૂત છે. ભાગવતનો આખો ત્રીજો સ્કંધ અને ચોથા સ્કંધનો કેટલાક ભાગ વિસર્ગ સાથે સંબંધિત છે. વૃત્તિ- જંગમ જગતના જીવનના નિવૃત્તિનું સાધન તે “વૃત્તિ છે. ૩૩ સ્થાન-સ્થિતિ પરમાત્મા “સર્વતોમયઃ પુમન' છે. પરમાત્માના સ્થિતિ વૈકુંઠ વિજય છે.૩૪ ભાગવતના ત્રીજા સ્કંધનો પ્રથમ અધ્યાય અને આઠમા સ્કંધમાં મળતું ભુવનકોષનું વર્ણન પાચમા સ્કંધમાં ચરમસ્થિતિ પ્રાપ્ત કરે છે. ભૂલોકની ઉપર ભુવઃ, સ્વરુ, મહ, જન તપ અને સત્યલોક પૃથ્વીથી આરંભી સાત ઊર્ધ્વલોક છે પૃથ્વીની નીચે સાત કે આઠ અધૌલોક છે. અંતરિક્ષમાં જયોતિશ્ચક્ર છે. પુરાણોમાં ચતુદ્રીપા કે સપ્તદ્વીપા વસુમતીની કલ્પના કરવામાં આવી છે પદ્મપુરાણ, સ્કંદપુરાણ વગેરેમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન વિસ્તારથી મળે છે. સ્થલપુરાણ અને તીર્થમાહાભ્યોનો જન્મ આમાંથી થયો છે. જ્ઞાતિ પુરાણોમાં પણ વિભિન્ન સ્થાનોનું વર્ણન મળે છે. વૃત્તિ - સ્થિતિનો સંબંધ આજીવિકા સાથે પણ છે. રક્ષા - ધર્મની રક્ષા દ્વારા પ્રત્યેક યુગમાં વિશ્વને સારી રીતે ચલાવવા. પરમાત્માએ અવતારો ધારણ કર્યા છે. ૩૫ અંતર-મન્વન્તર, વંશ અને વંશાનુચરિતનાં લક્ષણો પૂર્વવત્ છે. મન્વન્તર અને ઈશાનુકથા ભાગવતપુરાણમાં વિગતે વર્ણવાયાં છે. સંસ્થા - પ્રતિસર્ગ કે પ્રલય છે. હેતુ - હેતુઅને ઊતિનો ભાવ એક જ છે. અવિદ્યાથી પ્રેરાયેલો જીવ કર્મો કરે છે. ૩૭ સ્વકીય અદેખના લીધે નિત્ય વિશ્વસૃષ્ટિ કે વિશ્વપ્રલયનું નિમિત્ત બને છે. ઊતિ શુભાશુભ કર્મવાસના છે. ભાગવતના સાતમા સ્કંધમાં સર્વાસના અને અગિયારમા સ્કંધમાં ઉત્તમ માનવધર્મનું નિરૂપણ મળે છે. પોષણ – પરમાત્માની માતૃવત્ કૃપા તે પોષણ છે તે જ પુષ્ટિ છે. તે પરમાત્માની ઇચ્છા ઉપર
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy