SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ 194 ડી. જી. વેદિયા SAMBODHI જુદાં સ્વરૂપો થઈ ચૂક્યાં હતાં. તૈત્તિરીય આરણ્યકનો પુરીપનિ શબ્દ પ્રયોગ (રા) પુરાણાન્તત માથાનવ.. અર્થમાં માનવામાં આવે છે. બૃહદારણ્યકોપનિષદ્ (૨-૪-૧૧) અને છાંદોગ્યનિષદ્ (કાલા૨,૪, ૭-૨-૧) પુરાણોને વેદના જેટલું જ મહત્ત્વ આપે છે. વ્યાસની પહેલાં પુરાણ રૂપે ઇતિહાસ સાથે સંમિલિત સાહિત્ય હતું અને વ્યાસજીએ તેનું સહિતીકરણ કર્યું હતું. આ પછી પુરાણમાં પાંચ લક્ષણો ધીરે ધીરે ન્યૂનાધિક રૂપે વિકસ્યાં. પુરાણોના રચનાકાળને ડૉ. વી. વી. દીક્ષિતાર પરમ વિવાદસ્પદ ગણે છે.... વિન્ટરનિઝ પુરાણના વૈદિક સ્રોતના આધારે તેની પ્રાચીનતા સ્વીકારે છે. પાર્જિટર ઈ. સૂ. ૫ ૪00ને પુરાણોનો રચનાકાળ માને છે.૧૦ ભાંડારકર અને સ્મિથ ગુપ્તકાળમાં પુરાણોનું અંતિમ સંસ્કરણ થયું હોવાનું માને છે. આમ છતાં આ સમય પછી પણ પુરાણોમાં કોઈ ને કોઈ પ્રક્ષેપ અને પુનર્ગઠન થતાં રહ્યા છે. પુરાણોમાં વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, મત્સ્યપુરાણ અને બ્રહ્માંડપુરાણને પ્રાચીન માનવામાં આવે છે.૧૨ પુરાણોમાં વખતોવખત પ્રક્ષેપો અને પરિવર્તન થતાં રહ્યાં હોવાથી પુરાણોનો રચનાકાળ નિશ્ચિત કરવો મુશ્કેલ છે.૧૩ શ્રીમદ્ ભાગવતનો સમય ઈ. સ. ની નવમી કે દસમી સદી માનવામાં આવે છે. પ્રો. દીક્ષિતાર અને પ્રો. હાઝરા૧૫ ઈ. સ.ની ત્રીજી કે છઠ્ઠી સદી માને છે. આથી પુરાણમાં પાંચેય લક્ષણો સ્વાભાવિક રીતે ભાગવતમાં છે. સર્ગ - વિશ્વના વિભિન્ન પ્રાણીઓ અને પદાર્થોની ઉત્પત્તિ પ્રકૃતિના ગુણક્ષોભને લીધે થાય છે. ભાગવતમાં સર્ગની વ્યાખ્યા આ પ્રમાણે મળે છે – अव्याकृतगुणक्षोभात् महतस्त्रिवृतोऽहमः । ભૂત માઝિયાર્થીનાં સવ: સ ૩વ્યો . (ભાગ. ૧૨-૭-૧૧) भूतमात्रेन्द्रियर्धानां जन्म सर्ग उदाहृतः। બ્રિટાળો મુવૈષણાત્... ! (ભાગ. ૨-૧૦-૩) પ્રાકૃત, વૈકૃત અને પ્રાકૃત-વૈકૃત સર્ગનું વિસ્તૃત વર્ણન ભાગવતમાં મળે છે. પવિધ પ્રાકૃત “સર્ગ, સ્થાવર, તિર્યફ અને ત્રિવિધ વૈકૃત સર્ગ, ૧૦ અને નવવિધ પ્રાકૃત-વૈકૃત સર્ગ“ વિભિન્ન પુરાણોની માફક ભાગવતમાં પણ નિરૂપાયેલ છે. પ્રતિસર્ગ - પ્રલય કે પ્રતિ સંચર (વિષ્ણુ પુ. ૧.૨.૨૫) શબ્દથી નિત્ય નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક - ચતુર્વિધ પ્રલયનો બોધ થાય છે. प्रकृतौ संस्थितं व्यक्तमतीतप्रलये तु यत् । तस्मात्प्राकृतसंज्ञोऽयमुच्यते प्रतिसञ्चरः ॥ (विष्णु पुराण २२)
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy