________________
મહાપુરાણની વિભાવના અને ભાગવત પુરાણ
ડી. જી. વેદિયા
सर्गश्व प्रतिसर्गश्व वंशो मन्वन्तराणि च ।
वंशानुचरितं चैव पुराणं पञ्चलक्षणम् ॥ કૂર્મપુરાણ (૧.૧.૧૨), વરાહ પુ. (૨૪) મત્સ્ય પુરાણ (૫૩/૬૫), વાયુપુરાણ (૨/૧૦/ ૧૧) અને ભવિષ્ય પુરાણ (૧, ૨,૪,૫) દ્વારા સંમત પુરાણનાં લક્ષણો સાથે ભાગવત પુરાણ પણ સંમત છે. સૃષ્ટિ, પ્રલય, બ્રહ્મા-સૂર્ય-ચંદ્ર,-અગ્નિથી ઉત્પન્ન થયેલા વંશ, મન્વન્તર કે મનુવિશેષ અને તેના વંશજ તેમ જ વંશાનુચરિત પુરાણમાત્રનાં સર્વસ્વીકૃત લક્ષણ છે. આમ છતાં પુરાણપણમાં આ લક્ષણો સમુચિત રીતે પૂરેપૂરાં મળતાં નથી. એક કે એકથી વધુ લક્ષણો ઓછાં હોય છે.
સર્ગ કે સૃષ્ટિવિદ્યા, પ્રતિસર્ગ કે પ્રલય, મન્વન્તર કે કાલમાન વૈદિક પરંપરાના ઋષિઓનું પ્રદાન છે. વેશ કે વંશાનુચરિત સૂત, માગધ, ચારણ કે મુનિપરંપરાની દેણગી છે.
નૈમિષારણ્યના યજ્ઞસત્ર જેવા પ્રસંગોમાં સંવાદ પરંપરાથી સંગૃહીત સાહિત્ય અને લોકસાહિત્યના વિભિન્ન પ્રવાહોનો સંયોગ પુરાણ તરીકે પરિણત થયો છે.
પુરાણ' શબ્દ ઋગ્વદમાં “પ્રાચીન ના અર્થમાં પ્રયોગમાં છે. પાણિનિ ‘પુરા મવમ્ પુરાણમ્' અને યાસ્ક “પુરી નવું મવતિ પુરાણ", પુરાણ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. પુરાણોમાં “યસ્માત્ પુરી ઢનતીદં પુરાઈ તેન તત્ મૃતમ્' (વાયુ પુરાણ ૧/૨૦૩, “પુરા પરમ્પરાં વષ્ટિ પુરાણં તેન તસ્કૃતમ્' (પ-પુ. ૪.૨.૪૩), ‘સ્માત્ પુરા ધ્રબૂચૈતન્ પુરીને તેને તમૃતમ્ (બ્રહ્માંડ પુ. ૧-૧-૧૭૩), પુરા અતીતાનું અર્થાત્ ૩મતિ થતિ, પૂરનું પુરાણમ્ વગેરે નિર્વચનો પુરાણોની પ્રાચીનતા, લોકપ્રિયતા (લોકોમાં જીવિત
સિત), ઉપદેશનો વિશિષ્ટ પ્રકાર, પ્રાચીનકાળથી ચાલી આવેલી પરંપરા અને યુગે યુગે નવા નવા વિચાર, દર્શન, કથા વગેરે વિષયોનું પૂરણ થતું હોવાનું દ્યોતિત કરે છે. માર્કન્ડેય પુરાણ પ્રમાણે તો ઋષિઓએ ખેદની જે પુરાનું વહન કર્યું તેને જ ઋષિઓએ પુરાણ સ્વરૂપે ગ્રહણ કર્યું છે. (માર્ક. પુ. ૪૫ ૨૦ ૨૧).
સૌ પ્રથમ અથર્વવેદ પુરાણનો ઉલ્લેખ “પુરાણ સાહિત્ય' તરીકે કર્યો છે. શતપથ બ્રાહ્મણમાં ઇતિહાસ પુરાણનો સંમિલિત અને અથર્વવેદમાં પુરાણ અને ઇતિહાસનો ઉલ્લેખ મળે છે. આ બતાવે છે કે આરંભમાં ઇતિહાસ અને પુરાણ એક સંમિલિત સ્વરૂપે હતાં. પાછળથી અથર્વવેદના સમયમાં બંનેનાં