________________
176
બંસીધર ભટ્ટ
SAMBODHI
સાથે આપણા વિદ્વાન સંશોધનકારો તેમના પોતાનાં ઔપનિષદ સાહિત્ય ઉપરનાં કે તે પરનાં શાંકરભાષ્યો ઉપરનાં અધ્યયનો | સંશોધનો કસી જુએ, અને યોગ્ય “ઊંડાણમાં” પહોંચ્યા વિના તેઓ પોતે ક્યાં કઈ “સપાટી” ઉપર–હજી રમત રમ્યા કરે છે–અટવાયા કરે છે– તેનો અંદાજ મેળવે. અન્ય ઉપનિષદોનાં અને તે પરનાં શાંકરભાષ્યનાં અધ્યયનો | સંશોધનો કરવા પણ આ સંશોધન-લેખ માર્ગદર્શક બની રહેશે. છતાં, કોઈ વિદ્વાનને આ સંશોધન
લેખમાં કાંઈક દોષ જણાઈ આવે તો તે સર્વ કાંઈ સંશોધન-લેખરૂપે પ્રસિદ્ધ કરવા વિનંતી છે. (૩) ઉપનિષદો ઉપરનાં શંકરના નામે ચઢેલાં ભાષ્યો તે તે ઉપનિષદોનાં વિવરણ યથાર્થ કરી
શક્યાં છે કે નહીં એવો આ પ્રશ્ન હજી પણ વિવાદગ્રસ્ત છે. આ દિશામાં લગભગ ૧૨૦ વર્ષથી થઈ રહેલા વિદ્વાનોના પ્રયાસો છતાં હજી ઉપનિષદોના ગ્રંથ-સમગ્રને યોગ્ય રીતે સમજવામાં મુશ્કેલીઓ રહી છે. કોઈ પરંપરાગત પંડિત પણ આ બાબતે વિસ્તારને બદલે બધું સંક્ષેપમાં જ આટોપે છે. આથી આ પ્રશ્ન હજી સંપૂર્ણ અણઉકલ્યો રહ્યો છે. એક તત્ત્વજ્ઞાનની દષ્ટિએ, (કેવલ–) અદ્વૈત-વેદાંતના આદિ આચાર્ય તરીકે રજૂ કરેલા પોતાના તત્ત્વજ્ઞાનના વિવરણની | વિસ્તારની સમીક્ષા અહીં પ્રસ્તુત નથી, પરંતુ જે તેમની પોતાની બુદ્ધિમાંથી ઉદ્ભવ્યાં ન હોય, પણ કોઈકની અસર નીચે વિકસ્યાં હોય, એવાં તેમનાં વિવરણો કેટલે અંશે આધારભૂત કે વિશ્વાસ કરવા જેવાં છે તે મુદ્દો અહીં અગત્યનો બની રહે છે. આ કારણે બૃ. ઉપ. ઉપરના શાંકરભાષ્યનું વિવેચન કરવું અહીં આવશ્યક થઈ પડે છે. શંકરની પૂર્વે કોઈ સંપ્રદાય-પરંપરા હતી કે નહીં એ મુદ્દો પણ અહીં અગત્યનો છે. આવી પૂર્વ–આચાર્યોની પરંપરા કે પૂર્વ ગુરુ-પરંપરા શંકરને ઉપનિષદોનાં વિવરણ કરવામાં, તેમનો મર્મ સમજવામાં મદદરૂપ થયેલી ? આ પ્રશ્નનો હકારાત્મક જવાબ હજી સુધી નક્કી થઈ શક્યો નથી. જન્મથી જ આ પરંપરામાં પોષાતો રહેલો કોઈ પંડિત આવી પુરાણી પરંપરા લુપ્ત થવાનું કદાચ કોઈક કારણ જણાવે, તે જુદી બાબત છે. પરંતુ આ પ્રશ્નના નકારાત્મક જવાબથી તો શંકરના આવા પ્રયાસને–તેમનાં ઉપનિષદો પરનાં ભાષ્યને– આદરથી તોળતા વિદ્વાનોની અને પંડિતોની શ્રદ્ધા ડગી જવાનો સંભવ છે. શંકરની પૂર્વે ઔપનિષદ સાહિત્યની યથાર્થ વિવરણ-પરંપરા લુપ્ત થઈ હતી, પણ શંકરે “અલૌકિક પ્રક્રિયા” દ્વારા એ પરંપરા પુનઃ પ્રકાશમાં આણી –આવા પ્રકારની માન્યતા સંશોધનક્ષેત્રમાં આવકારવા જેવી થઈ શકતી નથી. કઈ અગત્યની બાબતોમાં શંકર અજ્ઞાત રહ્યા છે કે કઈ બાબતોમાં તેમણે ઉપેક્ષા સેવી છે એવા પ્રકારના મુદ્દા પ્રત્યે આ સંશોધન-લેખમાં ધ્યાન દોરવામાં આવ્યું છે; જયારે મારા એક બીજા (“ટેન સિવિતું પ્રન્થ સેન પતિપાતત્ II"..) સંશોધન-લેખમાં એવું ધ્યાન દોરવામાં આવ્યું છે કે : ઉપનિષદોનાં “સમીક્ષાત્મક (critical)” પ્રકાશન કરનારા કે સંશોધન કરનારા, ૧૯મી કે ૨૦મી સદીના, પાશ્ચાત્ય કે ભારતીય વિદ્વાનોએ પોતાનાં “લોલોજીકલ ક્રીટીસીઝમના” (ભાષાવ્યુત્પત્તિમય વિવેચનના) નામે કે “ “ક્રીટીકલ એડીશનના”