________________
Vol-1, XXIX
સૌરાષ્ટ્રમાં પુરાતત્ત્વ
179
આવ્યું. તેના મહાનિર્દેશક તરીકે જહોન માર્શલને નિમવામાં આવ્યા. તેથી સુષુપ્ત પુરાતત્વીય પ્રવૃત્તિઓમાં નવજીવનનો સંચાર થયો. કર્ઝનના પ્રયત્નોથી ૧૯૦૪માં પ્રાચીન સ્મારકોના સંરક્ષણનો કાયદો ઘડાયો. તે વર્ષમાં જ જૂનાગઢ રાજયે પણ તેવો જ કાયદો ઘડ્યો. ૧૯૦૬માં પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાનું પશ્ચિમ વર્તુળ શરૂ કરાયું. તેનું વડું મથક મુંબઈ રખાયું હતું. તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતનો પણ સમાવેશ થતો હતો.
સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ૧૮૮૮-૮૯માં જૂનાગઢ પાસેના બોરિયા સુપનું ઉત્પનન કેમ્પબેલ અને વલ્લભજી હરિદત્ત આચાર્યું કર્યું હતું. તે વિસ્તારમાં બોરની વિપુલતા હોવાને કારણે તે “બોરિયા” સ્તુપ કહેવાય છે. તેની અધિષ્ઠાત્રી બોરદેવી છે. તેનું ત્યાં મંદિર છે. અગાઉ આ ટિંબા ઉપર લાખા નામના બહારવટિયાનો વાસ હતો. તેથી તેનું બીજું નામ “લાખામેડી” છે. બોરિયાનો આ સ્તુપ ૪૫ ૪ ૩ ૦ ૪ ૭.૫૦ સે.મી.ના માપની પકાવેલી ઈંટોનો બનેલો હતો. ઉખનન વખતે તેની ઊંચાઈ ૧૩.૭૨ મીટર હતી. તેમાંથી પકવેલી માટીની એક ડાબલી મળી છે, તેમાંથી ક્રમશઃ તાંબાની, ચાંદીની અને સોનાની એક બીજાથી નાની ડાબલીઓ નીકળી છે. તેમાંથી મોતી, ભસ્મ અને અસ્થિ અવશેષ મળ્યાં હતાં. આ ઉત્નનનનો અહેવાલ એચ. કાઉન્સે લખ્યો હતો. હરિદત્ત આચાર્ય ૧૮૮૮થી ૧૯૧૦ના ૨૨ વર્ષ સુધી રાજકોટના વૉટસન મ્યુઝિયમની ક્યુરેટર તરીકેની નોકરી દરમ્યાન તેમણે સૌરાષ્ટ્રના દૂર દૂરનાં ભાગો સુધી આવેલાં મંદિરો, મસ્જિદો, વાવો, પ્રાચીન ઈમારતો, શિલાલેખો વગેરેની રૂબરૂ મુલાકાત લઈ તેનાં શિલ્પોનો, તામ્રપત્રોનો, સિક્કાઓ, શિલાલેખો વગેરેનો વિશ્લેષણાત્મક-વિવેચનાત્મક અભ્યાસ કરેલો જેની માહિતી વૉટસન મ્યુઝિયમના વાર્ષિક અહેવાલોમાં તથા તેમણે લખેલી ડાયરીમાંથી પ્રાપ્ત થાય છે. તેમના પ્રયત્નોથી રાજકોટનું વૉટસન મ્યુઝિયમ સૌરાષ્ટ્રમાં સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું હતું.૧૦
૧૮૯૧માં રોબર્ટ બ્રશ ફૂટ ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણના મહાનિર્દેશક પદેથી નિવૃત્ત થતાં વડોદરા રાજયે તેમને રાજયના ભૂસ્તરશાસ્ત્રી તરીકે નિમ્યા હતા. તેમણે પૂર્વકાલીન વડોદરા રાજયના સૌરાષ્ટ્રના અમરેલી પ્રાંતમાં ૧૮૯૩-૯૪માં દામનગર, ખિજડીયા, મોટા આંકડિયા, બાબાપુર, સોનારિયા, સમઢિયાળા, ઉમરિયા, નીંગાળા, જીરા, ચંચાઈ વગેરે સ્થળોએથી પ્રાગૈતિહાસિક કાળનાં ઓજારો એકત્ર કર્યા હતાં. લોથલમાં આવતા અવારનવારના પૂરના કારણે ત્યાંથી લોકો સ્થળાંતર કરી અમરેલી અને રંગપુર (લીંબડી પાસે) તરફના આંતરિક વિભાગમાં આવીને વસ્યા હોવાનું જણાય છે. અમરેલી પ્રાંતના વાણિયાવદર અને મોટા માચિયાળામાં અનુ હરપ્પન વસાહતના મળેલા અવશેષો તે બાબતની પ્રતીતિ કરાવે છે. શેત્રુંજી નદીની ખીણમાં ટિમાણા નજીકથી હરપ્પન પ્રકારનાં વાસણોનાં અવશેષો મળ્યા છે.૧૧ બ્રુસ ફૂટને ખીજડિયા તથા ધમકાણિયા ગામો પાસે સપાટી ઉપર થોડાં ઠીકરાં મળ્યાં હતાં. તે સિંધુ નદીના ડાબા કાંઠે આવેલા અમરી સ્થળનાં ઠીકરાં સાથે સામ્ય ધરાવે છે.૧૨ વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાના હીરાનંદ શાસ્ત્રીએ “ગોહિલવાડ ટિંબા'નું ઉત્પનન હાથ ધરેલ. જે તેમના પછી આજ ખાતાના એ.એસ.ગઢેએ ૧૯૪૫ સુધી ચાલુ રાખ્યું. પરિણામે ૨ થી ૭ મી સદીના અવશેષો મળ્યા હતા. જે મુખ્યત્વે સિક્કાઓ, ઠીકરાં, કબરો, મણકા, બંગડીના ટૂકડા, શંખ,