________________
178
એસ.વી.જાની
SAMBODHI-PURĀTATTVA
૭૮૦ વર્ષના ગાળાને આવરી લેતો સૌરાષ્ટ્રનો ઇતિહાસ જાણી શકાય છે. કવિ નાનાલાલે આ ત્રિલેખને “શૈલ-કણ” કહ્યો છે." આ ત્રણે રાજવીઓના લેખોમાં સુદર્શન તળાવ બંધાવ્યાની અને સમરાવીને બંધાવ્યાનો ઉલ્લેખ છે જે તેમનો પ્રજાકલ્યાણની પ્રવૃતિઓનો નિર્દેશ કરે છે. આ તળાવ માટી અને પથ્થરોથી બાંધવામાં આવ્યું હતું. તેનો સેતુ એક કિ.મી. લાંબો, પાયો સો મીટર પહોળો અને ઉપરનો ભાગ ૧૧ મીટર પહોળો હતો. તેનું આખું બાંધકામ ૯,૪૩,૫૦૦ ઘનમીટર માટીનું હતું. રૂદ્રદામાના શાસન-દરમ્યાન તેનો ૨૬૨૨૫ ઘન મીટર ભાગ અને સ્કંદગુપ્તના શાસનમાં ૧૦૪૦૦ ઘન મીટર ભાગ ધોવાઈ જતાં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ જળાશયનો સ્થળનિર્ધાર કરવા માટે ૧૮૭૮માં ભગવાનલાલ ઇંદ્રજીએ ૧૮૯૧-૯૪માં ખાનબહાદુર અરદેશર જમશેદજીએ અને ૧૯૬૭-૬૮માં ડૉ. રમણલાલ ના. મહેતાએ પ્રયત્નો કર્યા હતા.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં કેન્દ્ર સરકારના ધોરણે અને પશ્ચિમ ભારતમાં મુંબઈ ઈલાકામાં પુરાતત્ત્વ ક્ષેત્રે જે કામગીરી થઈ તેની અસર સૌરાષ્ટ્ર ઉપર પણ થઈ હતી. ૧૮૭૪-૭૫માં જેમ્સ બર્જેસે સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) અને કચ્છના સ્થાપત્યકીય સ્મારકોનું સર્વેક્ષણ કર્યું હતું. જે ૧૮૭૬માં લંડનથી પ્રકાશિત થયું. એ અરસામાં જ ભગવાનલાલ ઇંદ્રજીએ ૧૮૭૪-૮૮ દરમ્યાન પુરાતત્ત્વક્ષેત્રે સ્વતંત્ર કામગીરી કરી હતી. વળી પ્રાચીન સ્મારકોના રક્ષણની જવાબદારી કેન્દ્ર સરકારે લીધી હતી. ૧૮૮૧માં કર્નલ જે. ડબલ્યુ. વૉટસનના આગ્રહથી ભાવનગર રાજયે પુરાતત્ત્વ ખાતાની સ્થાપના કરી હતી. તેના પરિણામે ૧૮૮૫માં ભાવનગર વજેશંકર ઓઝા સંપાદિત “ભાવનગર પ્રાચીન શોધ સંગ્રહ” પ્રસિદ્ધ કરી સૌરાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસ જાણવાના સાધનોમાં મહત્ત્વપૂર્ણ ઉમેરો કર્યો. હવે જૂનાગઢ અને જામનગર જેવાં રાજ્યોએ પણ પુરાતત્ત્વખાતાં સ્થાપ્યાં. પ્રાચીન સ્મારકોના સર્વેક્ષણ માટે કેન્દ્ર સરકારે “ભારતનું પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતું” (Archaeological Survey of India) સ્થાપ્યું હતું. ૧૮૮૬માં તેના મહાનિર્દેશક તરીકે જેમ્સ બર્જેસની નિમણૂક થતાં સર્વેક્ષણની કામગીરી નવા જોશ અને જુસ્સા સાથે શરૂ થઈ હતી. વળી ૧૮૮૮માં “એપિગ્રાફિક ઈંડિકા” (Epigraphica Indica) નામનું સૈમાસિક શરૂ કરાતાં પુરાતત્ત્વ સંબંધી સંશોધન કામગીરી અને તે અંગેના લેખોની વિગતો લોકો સુધી પહોંચી. જેમ્સ બર્જેસે “ઇંડિયન એન્ટીકવેરી”નું સંપાદનકાર્ય પણ કરેલું. પછીથી ઉત્પનન કામગીરી પણ નાના પાયે શરૂ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં ૧૮૮૮-૮૯માં કેમ્પબેલે તથા વલ્લભજી આચાર્યે જૂનાગઢના ગિરનાર પાસેના બોરિયા સુપનું ઉખનન કર્યું હતું. તેનાથી ઘણી નવી માહિતી પ્રાપ્ત થઈ. ૧૮૯૮માં ભારત સરકારે સમસ્ત ભારતમાં પાંચ પુરાતત્ત્વ વર્તુળ સ્થાપ્યાં. તેમાં પશ્ચિમ ભારતમાં મુંબઈ વર્તુળ સ્થપાયું. તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાતનો પણ સમાવેશ કરાયો હતો. આમ ઓગણીસમી સદીના અંત સુધી મોટે ભાગે પુરાતત્ત્વીય સર્વેક્ષણની કામગીરી થઈ હતી. તેથી તેને “પુરાતત્ત્વીય સર્વેક્ષણની સદી કહી શકાય.
વીસમી સદીના પૂર્વાર્ધમાં (૧૯૮૭ સુધી) પુરાતત્ત્વ ક્ષેત્રે ઉત્નનનની કામગીરી ઉત્સાહભેર શરૂ કરાઈ હતી. પરંતુ આઝાદી પછી તો તેમાં અત્યંત વેગ આવ્યો હતો. ભારતના તત્કાલીન ગવર્નર જનરલ કર્ઝને કરેલા પ્રયત્નોને પરિણામે “ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ' નામનું ખાતું અસ્તિત્વમાં