________________
166
પ્રીતિ પંચોલી
SAMBODHI-PURĀTATTVA
(૧૧) મોક્ષ :
આસો વદી - દિપાવલીની રાત્રિના ઉત્તરાર્ધમાં પાવાપુરી (પ્રાચીન અપાપાપુરી)માં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા.
આ પ્રસંગનું આલેખન કલ્પસૂત્રની આ હસ્તપ્રતમાં થયું છે. આ હસ્તપ્રત મહત્ત્વની છે. ભારતીય નાટ્ય, સંગીત અને ચિત્રકલા ત્રણેય દૃષ્ટિએ તેનું સ્થાન અપૂર્વ છે. આ ચિત્રોમાં રાગરાગિણી, તાન વગેરેની યોજના સંગીતશાસ્ત્ર અનુસાર છે. પ્રત્યેકની મુદ્રા તેમના હૃદયગત ભાવોનું સ્પષ્ટીકરણ કરતાં વિવિધ રૂપ ઉત્પન્ન કરીને સાધારણ માનવને પણ પોતાની તરફ આકૃષ્ટ કરે છે. (ચિત્ર-૧૦)
અહીં રજૂ થયેલ તમામ લઘુચિત્રોમાં આંખોની બનાવટ પણ દર્શનીય છે. રંગો અને રેખાઓની દિશામાં પણ કલાકાર ઘણા સજાગ રહ્યા છે. થોડાં ચિત્રોમાં સ્વર્ણરંગનો પણ ઉપયોગ થયો છે. થોડાં ચિત્રોની પૃષ્ઠભૂમિ પીળા અને લાલ રંગોમાં અને વસ્ત્રો પર નાના નાના ધાબા પણ આપવામાં આવ્યા છે. રેખાઓનો ઉદ્દેશ ભાવોને વ્યક્ત કરવાનો છેઆથી આ લઘુચિત્ર હસ્તપ્રતનું ચિત્રકલાના ક્ષેત્રમાં ઘણું મહત્ત્વ છે.
સોનેરી વરગ છાપીને કાળી રેખાઓથી ચિત્ર ઉપસાવેલાં જોતાં પ્રતીતિ થાય છે કે જેના હાથમાં કળાનો કસબ છે તેવા હોશિયાર કળાકારનું આ કામ છે. આ ચિત્રો કોઈ અણઘડ હાથે દોરાયેલાં નથી પ્રસ્તુત હસ્તપ્રતના લઘુચિત્રોની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે :- લટકતી એક આંખ (દોઢ આંખ), કાન સુધી ખેંચાયેલી સ્ત્રીઓની કાજળની રેખા, અતિ વધારે ઊંચાં વક્ષસ્થળ, હદથી વધારે પાતળી કમર, અણીદાર નાક આ ચિત્રો કોઈ ઘટનાને તાદૃશ્ય કરવા દોરાયેલાં છે. વિષયને દૃશ્યાત્મક બનાવવાનો હેતુ છે. ચિત્રોના રંગોની પસંદગી પણ ઘણા ઊંચાં પ્રકારની છે. જૈન આચાર્યોએ લિપિમાં પડિમાત્રા, અઝમાત્રા વગેરે જેમ સાચવી રાખ્યા તેમ ચિત્રશૈલી પણ સાચવી છે. આમ પશ્ચિમ-ભારતીય શૈલી પરંપરાના સાદા કથાપ્રસંગોને સરળતા - વિશદતા અને લોકસંસ્કૃતિ [folk-Alt] માધ્યમથી સમજાવવામાં આવ્યા છે. જે ધર્મ સાથે સંકળાયેલા હોવાથી પછીના મોગલકાલની જેમ એમાં અતિ વૈભવ શૃંગાર નથી. સ્ત્રીદેહનું નિરૂપણ પણ આ કારણે જ સરળ અને તળપદું છે. જેમાં વિલાસી વાસના અને ભોગવિલાસને સ્થાન નથી.
પાદટીપ : ૧. રવિ હજરનીસ, ગુજરાતની શિલ્પ-સમૃદ્ધિ એક વિહંગાવલોકન, ૧૯૯૯, અમદાવાદ, પૃ. ૩. ૨. “તન્નાથથી ચતુઃ ષ્ટિમાર - જીતનું વાદ્યમ, નૃત્યમ્ માસેધ્યમ્ વિશે વાજીંદામ્....તિ વતુઃષણવિદ્યા: |
कामसूत्रस्यावयविन्यः ॥१।३।१५।। 3. "आलेख्यमिति - रूपभेदाः प्रमाणानि भावलावण्ययोजनम् । सादृश्यं वर्णिकाभंग इति षडङ्गकम् ॥” इति एतानि
परानुरागजननान्यात्मविनोदार्णानि च ॥ - वात्स्यायनमुनिप्रणीत - कामसूत्र - जयमंगला टीका श्री देवदत्तशास्त्री - पृ. ८७ ।